Home /News /lifestyle /વધારે વજન પણ બની શકે છે હાઇ રિસ્ક પ્રેગનન્સીનું કારણ, જાણી લો બચવાની રીત
વધારે વજન પણ બની શકે છે હાઇ રિસ્ક પ્રેગનન્સીનું કારણ, જાણી લો બચવાની રીત
પ્રેગનન્સીમાં બહારનું ખાવાનું ટાળો
High Risk Pregnancy: હાઇ રિસ્ક પ્રેગનન્સીથી બચવા ખાન-પાનનું ધ્યાન ખાસ રાખવું જોઇએ. જો તમે પ્રેગનન્સીના સમયે બહારનું ખાવાનું વધારે ખાઓ છો તો હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે. આ સાથે જ વજન વધારે હોવું એ પણ એક હાઇ રિસ્ક પ્રેગનન્સીનું કારણ બની શકે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: મા બનવાનું સપનું દરેક મહિલા જોતી હોય છે. પરંતુ ઘણી મહિલાઓને હેલ્થ પ્રોબ્લેમ્સને કારણે મા બનવામાં અનેક સમસ્યાઓ થતી હોય છે. આ સાથે જ પ્રેગનન્સી કન્સિવ થવામાં અનેક નાની-મોટી તકલીફો થતી હોય છે. ઘણી મહિલાઓ માટે પ્રેગનન્સી એક જોખમી સાબિત થતી હોય છે. આ સાથે જ ઘણાં બધા કિસ્સાઓમાં માતા અને ગર્ભમાં રહેલા બાળક એમ બન્નેનું મોત પણ થાય છે. આ જોખમને હાઇ રિસ્ક પ્રેગનન્સી કહેવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં લગભગ 5,29,000 મહિલાઓનું મોત ગર્ભાવસ્થા દરમિયાન એ સમયે થાય છે જ્યારે એમની લાઇફ સ્ટાઇલ, ખરાબ સ્વાસ્થ્ય અને સાથે ખાન-પાનમાં બેજવાબદાર. ઘણી વાર આ કોઇ બીમારી તેમજ જેનેટિક ડિસીઝને કારણે પણ થઇ શકે છે.\
એનઆઇએચ અનુસાર મહિલામાં હાઇ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ તેમજ એચઆઇવી પોઝિટિવ છે તો એમને પ્રેગનન્સીમાં રિસ્કની સમસ્યા થઇ શકે છે. આ સાથે જ મહિલાઓનું વજન વધારે છે તો એમને હાઇ બ્લડ પ્રેશર, પ્રીક્લેમ્સિસયા, ડાયાબિટીસ, સ્ટિલબર્થ તેમજ સિઝેરિયન ડિલિવરીની સમસ્યા થઇ શકે છે. આને કારણે જન્મ સમયે નવજાતમાં હાર્ટ રોગનો ખતરો 15 ટકા સુધી વધી શકે છે.
કિશોરાવસ્થા અને 35 વર્ષથી વધારે ઉંમરની મહિલાઓમાં ગર્ભાવસ્થાને કારણે પ્રીક્લેમ્પસિયા અને હાઇ બ્લડ પ્રેશરની સમસ્યાનો ખતરો વધી શકે છે. આ સિવાય જોડવા બાળકો અને આઇવીએફ દ્રારા ગર્ભ ધારણની પક્રિયા પણ મહિલાઓમાં રિસ્કી પ્રેગનન્સીનું કારણ બની શકે છે.
તમે હાઇ રિસ્ક પ્રેગનન્સીથી બચવા ઇચ્છો છો તો સમય-સમય પર તપાસ કરાવતા રહો. આ સિવાય પ્રેગનન્સીમાં સ્ટ્રેસથી બચો, ભરપૂર આરામ કરો, રોજ યોગા કરો, ધ્યાન ધરો, ફ્રેશ હવામાં વોક કરો, હેલ્ધી ખાઓ આ સાથે જ સતત ડોક્ટરના સંપર્કમાં રહો.
આમ, તમને જણાવી દઇએ કે પ્રેગનન્સીનો સમયગાળો એક એવો છે જેમાં ખાસ કરીને મહિલાઓએ પોતાનું અને ગર્ભમાં રહેલા બાળકનું અનેક રીતે ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. આ સમયે તમારે તમારા ડાયટ પર પણ પૂરતું ધ્યાન આપવું જોઇએ. આ સાથે જ બહારનું ખાવાનું ટાળો.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર