Home /News /lifestyle /ખંજવાળ સહિત સ્કિન પર કંઇક આવું થાય તો તરત ભાગો દવાખાને, જાણો હાઇ કોલેસ્ટ્રોલથી સ્કિન પર શું થાય છે

ખંજવાળ સહિત સ્કિન પર કંઇક આવું થાય તો તરત ભાગો દવાખાને, જાણો હાઇ કોલેસ્ટ્રોલથી સ્કિન પર શું થાય છે

ચહેરા પર આ સંકેત દેખાય તો એલર્ટ થઇ જાવો

High Cholesterol Symptoms: શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ વધે ત્યારે સ્કિન પર એની સૌથી મોટી અસર જોવા મળે છે. જો તમને પણ સ્કિન પર આ ટાઇપના ફેરફાર દેખાય છે તો તમે આ વાતને જરા પણ ઇગ્નોર કરશો નહીં અને તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકો હાઇ કોલેસ્ટ્રોલની બીમારીથી પીડાતા હોય છે. શરીરમાં કોલેસ્ટ્રોલ વધતા સ્કિન અને શરીરના અંગો અનેક સંકેતો આપે છે. કોલેસ્ટ્રોલ શરીરમાં વધે અને તમે આ વાતને ઇગ્નોર કરો છો તો સમય જતા તમે મોટી મુશેકલીમાં મુકાઇ શકો છો. આ એક ગંભીર સમસ્યા છે જેના કારણે ઘણીવાર વ્યક્તિનો જીવ પણ જઇ શકે છે. આમ, જ્યારે કોલેસ્ટ્રોલ લેવલ વધી જાય ત્યારે એની સીધી અસર સ્કિન પર પડે છે અને સ્કિન તમને આ સંકેત આપે છે. જો તમને પણ તમારી સ્કિન આ ટાઇપના સંકેત આપે છે તો તમારે એલર્ટ થવાની જરૂર છે. તો જાણો તમે પણ આ સંકેતો વિશે..

    આ પણ વાંચો: દિવાળીમાં આ રીતે મોમ-દીકરી ડ્રેસિંગ કરો મેચિંગ

    સ્કિનનો કલર બદલાઇ જવો


    હાઇ કોલેસ્ટ્રોલની સમસ્યામાં તમારી સ્કિનનો કલર બદલાઇ જાય છે. કોલેસ્ટ્રોલ વધવાથી તમારી સ્કિનનો કલર હલકો ડાર્ક થઇ જાય છે અને આંખની આસાપાસ નાના-નાના દાણા થવા લાગે છે. તમને તમારી સ્કિન પર આ બદલાવ લાગે તો તમે તરત જ ડોક્ટરનો સંપર્ક કરો. આ સંકેત તમને કોલેસ્ટ્રોલ છે એવું બતાવે છે. જો કે મોટાભાગના લોકો આ ટાઇપના સંકેતોને ઇગ્નોર કરતા હોય છે, પરંતુ આવું કરવું જોઇએ નહીં.

    ચહેરા પર ખંજવાળ આવવી


    તમારા ચહેરા પર તમને લાંબા સમય સુધી ખંજવાળ આવે છે તો આ વાતને ઇગ્નોર કરશો નહીં. આ સાથે જ ઘણાં લોકોને ફેસ પર રેડનેસ અને ફોલ્લીઓ પણ થઇ જાય છે. આ સંકેતને ભૂલથી પણ હળવાશમાં લેશો નહીં. આ સામાન્ય સંકેત નથી પરંતુ કોલેસ્ટ્રોલ હોવાનું એક મોટું લક્ષણ છે.

    આ પણ વાંચો: ગરબા રમ્યા પછી પગની સ્કિન પર લગાવો બટાકાનો રસ

    સ્કિન પર ખીલ થવા


    કોલેસ્ટ્રોલ શરીરમાં વધે ત્યારે ચહેરા પર નાના-નાના ખીલ થવા લાગે છે. આ સાથે જ આંખ અને નાકની આસપાસ લાલ રંગના નાના-નાના દાણા થવા લાગે છે જેના કારણે સ્કિન પર પછી ખંજવાળ પણ આવતી હોય છે.



    તમારા ફેસ પર તમને આ ટાઇપની સમસ્યાઓ થઇ રહી છે તો તમે આ લક્ષણોને હળવાશમાં લેશો નહીં. શરીરમાં એ ફેરફાર થતા જ તમે તરત ડોક્ટરની સલાહ લો અને કોલેસ્ટ્રોલના રિપોર્ટ કઢાવો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Cholesterol, Face, Life style

    विज्ञापन
    विज्ञापन