વજન અને કોલેસ્ટ્રોલને કાબુમાં રાખશે આ વાત

News18 Gujarati
Updated: June 2, 2019, 4:12 PM IST
વજન અને કોલેસ્ટ્રોલને કાબુમાં રાખશે આ વાત

  • Share this:
કોલેસ્ટ્રોલ એ ચરબીમાં સમાયેલા મુખ્ય ઘટકોમાંનું એક ઘટક છે. રક્તવાહિનીઓની દીવાલમાં કોલેસ્ટ્રોલ જમા થવાથી દીવાલ જાડી થતી જાય છે અને અંદર લોહીના પરિભ્રમણ માટેની જગ્યા સાંકડી થતી જાય છે. આમ થવાથી જે તે ભાગને લોહી ઓછું મળે છે. પરિણામે હૃદયરોગનો હુમલો, મગજનો લકવો, લોહીનું ઊંચું દબાણ જેવા રોગ થાય છે.

આવો જાણીએ કોલેસ્ટ્રોલ વધવાનાં કારણો


  • જે કુટુંબમાં હૃદયરોગ તેમજ વધારે કોલેસ્ટ્રોલના કેસ વધુ સંખ્યામાં હોય તો તે કુટુંબનાં સંતાનોમાં પણ કોલેસ્ટ્રોલ વધારે જોવા મળે છે.

  • ભારે વજન ધરાવતા લોકોમાં કુલ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે જોવા મળે છે.

  • બેઠાડુ જીવન ધરાવતા લોકોમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હોય છે.
  • ચરબીયુક્ત ખોરાક એટલે ભરપૂર કોલેસ્ટ્રોલયુક્ત ખોરાક.

  • બીડી-સિગારેટનું વ્યસન કરવાથી પણ કોલેસ્ટ્રોલ વધે છે.

  •  હાઇ બ્લડપ્રેશર ધરાવતી વ્યક્તિમાં કોલેસ્ટ્રોલ વધારે જોવા મળે છે.


વજન અને કોલેસ્ટ્રોલને કાબુમાં રાખના માટે જાણવા જેવી છે આ વાત

કોલેસ્ટ્રોલને ઓછું રાખવા માટે :

મોસમી શાકભાજીને ડાયટમાં વધુ શામેલ કરો.
રોજ જુદાં જુદાં 2-5 શાકભાજી ખાવ.
શાકભાજીને બરોબર ધોઈને ખાવાની આદત પાડો.
કાકડી, બટાકા વગેરે સરખી સાફ કરીને છાલ સાથે ખાવાનો આગ્રહ રાખો.
કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે કસરત મહત્ત્વનો ભાગ ભજવે છે.
અઠવાડિયામાં અવશ્ય 4-5 દિવસ ફાસ્ટ ચાલવાનું રાખો.
અઠવાડિયામાં 3-4 દિવસ હેલ્ધી ખોરાક ખાવાની આદત પાડો.
બેલન્સ ડાયટ અને નિયમિત વર્કઆઉટથી વજન ઘટાડી હેલ્ધી રહી શકાય છે.
First published: June 2, 2019, 4:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading