Home /News /lifestyle /Diabetes: આ લક્ષણો દેખાય તો સમજી લો ભયાનક લેવલે પહોંચી ગયું છે બ્લડ સુગર, જાણી લો કેટલું છે ડાયાબિટીસનુું નોર્મલ લેવલ

Diabetes: આ લક્ષણો દેખાય તો સમજી લો ભયાનક લેવલે પહોંચી ગયું છે બ્લડ સુગર, જાણી લો કેટલું છે ડાયાબિટીસનુું નોર્મલ લેવલ

હાઈ શુગરને સમયસર કંટ્રોલ ન કરી શકાય તો તે શરીરના ઘણા અંગોને નુક્શાન પહોંચાડે છે.

જો હાઈ શુગરને સમયસર કંટ્રોલ ન કરી શકાય તો તે શરીરના ઘણા અંગોને નુક્શાન પહોંચાડે છે. ડાયાબિટીસની સારવાર (Treatment Of Diabetes)માં આહારથી લઈને કસરત સુધીની દરેક બાબતમાં ધ્યાન આપવું જરૂરી છે, તો ચાલો જાણીએ કે શરીરમાં હાઈ બ્લડ શુગર એટલે કે હાઈપરગ્લાયકેમિયાના સંકેતો શું છે અને તેના જોખમો શું છે. તેમજ તેને સમયસર નિયંત્રણમાં કેવી રીતે લાવી શકાય.

વધુ જુઓ ...
    લાંબા સમય સુધી શરીરમાં બ્લડ શુગરનું વધેલું રહેવું એ ડાયાબિટીસનું કારણ બને છે, જેનો સંકેત આપણું શરીર ઘણા પ્રકારે આપે છે. ડાયાબિટીસ (Diabetes)માં શુગર લેવલ હાઈ રહેવું હાનિકારક માનવામાં આવે છે, જેનાથી હાયપરગ્લાઈકેમિયા (Hyperglycaemia)નો ખતરો પેદા થાય છે. હાયપરગ્લાઈકેમિયાટાઈપ 1 અને ટાઇપ 2 એમ બંને પ્રકારના ડાયાબિટીસ થવાનો ખતરો રહેલો છે.

    જો હાઈ શુગરને સમયસર કંટ્રોલ ન કરી શકાય તો તે શરીરના ઘણા અંગોને નુક્શાન પહોંચાડે છે. ડાયાબિટીસની સારવાર (Treatment Of Diabetes)માં આહારથી લઈને કસરત સુધીની દરેક બાબતમાં ધ્યાન આપવું જરૂરી છે, તો ચાલો જાણીએ કે શરીરમાં હાઈ બ્લડ શુગર એટલે કે હાઈપરગ્લાયકેમિયાના સંકેતો શું છે અને તેના જોખમો શું છે. તેમજ તેને સમયસર નિયંત્રણમાં કેવી રીતે લાવી શકાય.

    આ પણ વાંચો:  રાત્રે ઊંઘ નથી આવતી? તકિયા નીચે રાખો ફક્ત આ વસ્તુ, સવાર પડશે પણ ખબર નહીં પડે

    હહૈરગ્લાયસેમીયાના લક્ષણો (Symptoms Of Hyperglycemia)


    - અચાનક મોઢું સુકાવું અને લાળમાં ઘટાડો થવો
    - વધુ પ્રમાણમાં તરસ લાગવી
    - વારંવાર પેશાબ લાગવો
    - વધુ થાક લાગવો
    - અચાનક બધું ધૂંધળું દેખાવું
    - વજનમાં ઘટાડો થવો
    - માઉથ થ્રશ
    - યુરિન ઈન્ફેક્શન
    - વાઘેલાનો ઘા જલ્દી ન રુઝાવો

    કેટલું હોવું જોઈએ બ્લડ શુગર લેવલ? (What Should Be The Blood Sugar Level?)


    સીડીસી અનુસાર, સવારે માપવામાં આવેલું બ્લડ શુગર 99 મિલિગ્રામ/ડીએલ અથવા તેનાથી ઓછું હોવું સામાન્ય છે. 100થી 125 મિલિગ્રામ/ડીએલ હોવું એ સૂચવે છે કે તમને પ્રિડાયાબિટીસ છે અને 126 મિલિગ્રામ/ડીએલ અથવા તેથી વધુ હોય એ સૂચવે છે કે તમને ડાયાબિટીસ છે.

    આ પણ વાંચો:  સફેદ વાળમાં આ રીતે લગાવો મુલતાની માટી, ફટાફટ હેર કાળા થઇ જશે

    હાઈ બ્લડ શુગર લેવલનું કારણ (Cause Of High Blood Sugar Level)


    - એકલતા અથવા તણાવમાં રહેવું.
    - વધારે પડતું ખાવું અથવા હાઈ ગ્લાયસેમીક ફૂડનું સેવન કરવું.
    - એક્સરસાઇઝ ન કરાવી.
    - શરીરમાં પાણીની કમી અથવા ડીહાઇડ્રેશન.
    - કેટલીક દવાઓ લેવી, જેમ કે સ્ટીરોઈડ યુક્ત દવાઓ.

    ગંભીર હાઈપોગ્લાઈસેમિયા થવા પર તાત્કાલિક ઉપચાર


    જો સમયસર સારવાર ન કરવામાં આવે તો હાઈપોગ્લાયસેમિયા એક ગંભીર સ્થિતિ છે. જેથી જલ્દીથી તમારા શુગર લેવલને જલદીથી વધારી દો. જો વ્યક્તિ કંઈપણ ન ખાઈ શકે, તો તેને તરત જ ગ્લુકાગન ઈન્જેક્શન અથવા નસમાં ગ્લુકોઝ અથવા ગ્લુકોઝની બોટલ ચઢાવો, જેથી તેની સ્થિતિમાં તરત જ સુધારો આવે.

    Disclaimer: અહીં જણાવવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. વધુ જાણકારી માટે કોઈ વિશેષજ્ઞની સલાહ લેવી હિતાવહ છે.
    First published:

    Tags: Blood Sugar, Diabetes care, Health care, Health worker