Home /News /lifestyle /High blood sugar: ખાંડ ખાવાથી ડાયાબિટીસ નથી થતું, ડાયાબિટીસ અંગે 5 ગેરમાન્યતાઓની આવી છે હકીકત

High blood sugar: ખાંડ ખાવાથી ડાયાબિટીસ નથી થતું, ડાયાબિટીસ અંગે 5 ગેરમાન્યતાઓની આવી છે હકીકત

પ્રતિકાત્મક ફોટો

Diabetes myths and facts: હાઈ બ્લડ સુગર અથવા ડાયાબિટીસને ગંભીર બિમારી ગણવામાં આવે છે. ડાયાબિટીસના કારણે શરીરમાં ઘણી બધી તકલીફો ઊભી થાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર, વિશ્વભરમાં લગભગ 422 મિલિયન લોકો ડાયાબિટીસથી પીડાય છે. આ પીડિતોમાં મોટાભાગના ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં રહે છે.

વધુ જુઓ ...
 • News18 Gujarati
 • Last Updated :
 • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
  Diabetes myths and facts: હાઈ બ્લડ સુગર અથવા ડાયાબિટીસને ગંભીર બિમારી ગણવામાં આવે છે. ડાયાબિટીસના કારણે શરીરમાં ઘણી બધી તકલીફો ઊભી થાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર, વિશ્વભરમાં લગભગ 422 મિલિયન લોકો ડાયાબિટીસથી પીડાય છે. આ પીડિતોમાં મોટાભાગના ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં રહે છે.

  વધુ માહિતી મુજબ દર વર્ષે 1.5 મિલિયન મૃત્યુ ડાયાબિટીસને કારણે છે. આમ તો ડાયાબિટીસ આરોગ્ય પર મોટું જોખમ છે, પણ હાઈ બ્લડ સુગરના કારણે અન્ય બીમારીઓ પણ મોઢું ફાડે છે. આંખો અને કિડની જેવા અવયવોને નુકસાન થાય છે. જીવનશૈલીમાં ફેરફાર કરીને ડાયાબિટીસ પર અંકુશ મેળવી શકાય છે. જોકે, ડાયાબિટીસ બાબતે ઘણી ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે.

  આ પણ વાંચો :  લારી પર મળે એવું સ્પાઇસી 'વેજ મન્ચુરિયન' આ રીતે ઘરે બનાવો, નોંધી લો આ રેસિપી

  zeenewsના અહેવાલ મુજબ મીરા રોડની વોકહાર્ટ હૉસ્પિટલ્સના કન્સલ્ટન્ટ ઇન્ટરનલ મેડિસિન ડૉ. અનિકેત મુલ કહે છે કે, ડાયાબિટીસ સાથે ઘણી બધી ગેરમાન્યતા સંકળાયેલી છે. આવી માન્યતાઓને સામાન્ય રીતે હકીકતો ગણવામાં આવે છે. ત્યારે ડાયાબિટીસને સરળતાથી નિયંત્રિત કરવા અને તંદુરસ્ત જીવન જીવવા માટે નિષ્ણાત પાસે તમારી બધી શંકાઓનું નિવારણ કરાવવું જરૂરી છે.

  હાઈ બ્લડ સુગર અંગે ગેરમાન્યતાઓ અને હકીકતો


  ડૉ. અનિકેત મુલ જણાવે છે, ડાયાબિટીસ દીર્ઘકાલીન રોગ છે, ડાયાબિટીસના કારણે શરીર લોહીમાં ગ્લુકોઝ (શર્કરા) મેળવી શકતું નથી. ડાયાબિટીઝથી પીડાતા લોકો ઘણીવાર શું કરવું અને શું ટાળવું તે અંગે મૂંઝવણમાં હોય છે. ડાયાબિટીસ વધુ પડતી ખાંડ ખાવાને કારણે થતો હોવાનું અને ડાયાબિટીસ થયા પછી ખાંડને સંપૂર્ણપણે ટાળવી જોઈએ તેવી માન્યતા છે.

  ગેરમાન્યતા: ડાયાબિટીસ ગંભીર નથી


  હકીકત: તમને ડાયાબિટીસ હોય તો તમારે ખૂબ કાળજી લેવી જરૂરી છે. ડાયાબિટીઝ એ જીવનશૈલીનો રોગ છે. ડાયાબિટીસમાં તાત્કાલિક મેનેજમેન્ટની જરૂર હોય છે. અનિયંત્રિત ડાયાબિટીસ સ્ટ્રોક, કાર્ડિયોવાસ્ક્યુલર રોગો, કિડની અને લીવરની સમસ્યાઓને આમંત્રણ આપી શકે છે. તેમજ ગેંગ્રીન તરફ પણ દોરી શકે છે. ડાયાબિટીસ જીવન પર સીધી અસર કરતું હોવાથી સાવચેત રહેવું જોઈએ.

  ગેરમાન્યતા: વધુ ખાંડ ખાવાથી ડાયાબિટીસ થાય


  હકીકત: આનુવંશિકતા, આહારની ખરાબ આદતો, શારીરિક પ્રવૃત્તિનો અભાવ, તણાવ અને મેદસ્વીપણું એ ડાયાબિટીસના જોખમી પરિબળો છે. ખાંડ ખાવાથી ડાયાબિટીસ નહીં થાય. પરંતુ તમારે મીઠાઈઓ અને શુગર ધરાવતા પીણાં ટાળવા જોઈએ.

  ગેરમાન્યતા: ઇન્સ્યુલિન લેતા હોય તે દર્દીએ લાઈફસ્ટાઈલમાં કોઈ ફેરફાર કરવાની જરુર નથી


  હકીકત: ડાયાબિટીસમાં બ્લડ શુગરને આહાર, કસરત અને દવાઓ દ્વારા નિયંત્રિત કરી શકાય છે. જા કે, કેટલાક લોકોના કિસ્સામાં આ પદ્ધતિઓ અસરકારક ન પણ હોઈ શકે અને તેમને રક્તમાં શુગરનાં સ્તરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થવા માટે ઇન્સ્યુલિનનાં ઇન્જેક્શનની જરૂર પડી શકે છે. પરંતુ, કોઈ વ્યક્તિ ઇન્સ્યુલિન પર હોય, ત્યારે પણ તેણેએ યોગ્ય આહાર અને કસરતના રૂટિનને વળગી રહેવું જોઈએ.

  ગેરમાન્યતા: ડાયાબિટીસ ધરાવતી મહિલાઓ ગર્ભધારણ કરી શકતી નથી


  હકીકત: ડાયાબિટીસને નિયંત્રણમાં રાખતી મહિલાઓ ગર્ભધારણ કરી શકે અને તંદુરસ્ત બાળકને જન્મ આપી શકે છે.

  આ પણ વાંચો:  શિયાળામાં આ 5 રીતે બેબીની કેર કરો, સ્કિન મુલાયમ રહેશે અને શરદી-ખાંસી પણ નહીં થાય

  ગેરમાન્યતા: ડાયાબિટીસ ધરાવતા લોકોએ કસરત કરવાનું ટાળવું જોઈએ કારણ કે તે સુરક્ષિત નથી


  હકીકત: આ વાત સંપૂર્ણપણે ખોટી છે. હકીકતમાં લોહીમાં શુગરના સ્તરને નિયંત્રિત કરવા માટે દર્દીએ દરરોજ કસરત કરવી જોઈએ. કસરત ઇન્સ્યુલિન પ્રત્યે શરીરની સંવેદનશીલતાને વધારવામાં મદદ કરે છે. અઠવાડિયામાં ઓછામાં ઓછા 5 દિવસ દરરોજ એક કલાક કસરત કરવી જોઈએ. કઈ કસરત તમારા માટે યોગ્ય છે તે અંગે તમે કોઈ નિષ્ણાતની મદદ લઈ શકો છો. તદુપરાંત તમે ચાલવા પણ જઈ શકો છો.
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन