હાઈ બ્લડપ્રેશરની સમસ્યાથી રાહત અપાવે છે આ ફળ

News18 Gujarati
Updated: January 12, 2020, 5:01 PM IST
હાઈ બ્લડપ્રેશરની સમસ્યાથી રાહત અપાવે છે આ ફળ
હાઈ બ્લડપ્રેશરની સમસ્યાથી રાહત અપાવે છે આ ફળ

આ રિસર્ચમાં એમ પણ પુરવાર થયું કે પોલિફિનોલ્સ યુક્ત આહારનું સેવન કરવાથી કાર્ડિયોવાસ્ક્યુલર અને હૃદયના રોગોનું જોખમ પણ ઘટાડી શકાય છે.

  • Share this:
બ્લડ પ્રેશરની સમસ્યા એ પણ એક એવી સમસ્યા છે જે ઘણી વખત ખૂબ જ ચિતાજનક સાબિત થઈ જાય છે. પરંતુ આપણે આપણા આહાર અને યોગ્ય ખાનપાનની પસંદગી કરીને તેમાંથી રાહત મેળવી શકીએ છે. હાઈ બ્લડ પ્રેશરથી સ્વાસ્થ્યને અનેક પ્રકારનાં નુકસાન થાય છે. ક્રેનબેરી, બ્લૂબેરી, લિંગોબેરી સહિતની અનેક બેરીનાં જ્યૂસનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશરને ઓછું કરી શકાય છે. ફિનલેન્ડમાં થયેલાં રિસર્ચમાં આ વાત સામે આવી છે. ફિનલેન્ડની હેલસિન્કી યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલાં રિસર્ચમાં ક્રેનબેરી, લિંગોબેરી અને બ્લેક કરન્ટ જ્યૂસનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર કેટલું નિયંત્રણમાં રહે છે તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ રિસર્ચ કરવા માટે જિનેટિક રીતે હાઈ બ્લડ પ્રેશર ધરાવતાં લોકોને શામેલ કરવામાં આવ્યા. આ તમામ લોકોને 8થી 10 અઠવાડિયા સુધી વિવિધ બેરીનાં જ્યૂસનું સેવન કરવા માટે કહેવામાં આવ્યું હતું. રિસર્ચમાં લિંગોબેરીનાં જ્યૂસનું સેવન કરતા લોકોમાં હાઈ બ્લડ પ્રેશરનું ઓછું પ્રમાણ જોવા મળ્યું હતું. જ્યારે અન્ય જ્યૂસનું સેવન કરતા લોકોમાં રક્તવાહિનીનાં સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળ્યો હતો. વિવિધ બેરીમાં પોલિફિનોલ્સ (Polyphenols) નામના માઈક્રો ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે. પોલિફિનોલ્સમાં એન્ટિ ઓક્સિડન્ટ્સ રહેલા હોય છે. જા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી સાબિત થાય છે. આ રિસર્ચમાં એમ પણ પુરવાર થયું કે પોલિફિનોલ્સ યુક્ત આહારનું સેવન કરવાથી કાર્ડિયોવાસ્ક્યુલર અને હૃદયના રોગોનું જોખમ પણ ઘટાડી શકાય છે.

હારને પણ હરાવતી લક્ષ્મીની રીયલ સ્ટૉરી, સપના તૂટી ગયા હતા હિમ્મત નહીં

અહીં દીકરી સાથે લગ્ન કરી શકે છે પિતા, ઈરાનમાં છે આવા 5 વિચિત્ર નિયમો

આ રીતે બનાવો 'સુરતી ઊંઘિયું', આ રીતે તૈયાર કરો તેની સ્વાદિષ્ટ ગ્રેવી #Recipe

શરીર માટે ખૂબ લાભકારી છે 'ગુંદર ની પેંદ', જે શિયાળામાં ખાસ ખાવી જોઈએ
First published: January 12, 2020, 4:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading