Home /News /lifestyle /

High Blood Pressure : હાઈ બ્લડપ્રેશરના કારણે આંખોને થઈ શકે છે નુકસાન

High Blood Pressure : હાઈ બ્લડપ્રેશરના કારણે આંખોને થઈ શકે છે નુકસાન

બ્લડપ્રેશર વધવાને કારણે રેટિનાની બ્લડ વેસલ્સ ડેમેજ થઈ શકે છે. બીપી વધવાને કારણે આંખમાં અનેક પ્રકારની બિમારીઓ થઈ શકે છે. બીપી વધવાથી આંખોમાં કયા કયા પ્રકારની સમસ્યા થઈ શકે છે, તે વિશે અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

બ્લડપ્રેશર વધવાને કારણે રેટિનાની બ્લડ વેસલ્સ ડેમેજ થઈ શકે છે. બીપી વધવાને કારણે આંખમાં અનેક પ્રકારની બિમારીઓ થઈ શકે છે. બીપી વધવાથી આંખોમાં કયા કયા પ્રકારની સમસ્યા થઈ શકે છે, તે વિશે અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

    Eye Problems Due To High Blood Pressure: હાઈ બ્લડપ્રેશર (high Blood pressure)ના કારણે શરીરના અંગો પર અસર થાય છે. હાર્ટ, કિડની તથા અન્ય અંગો પર હાઈ બીપીની અસર જોવા મળે છે. શું તમને ખબર છે કે, હાઈ બીપીના કારણે આંખો પર પણ ખરાબ અસર થાય છે? બ્લડપ્રેશર વધવાને કારણે રેટિનાની બ્લડ વેસલ્સ ડેમેજ થઈ શકે છે. બીપી વધવાને કારણે આંખમાં અનેક પ્રકારની બિમારીઓ થઈ શકે છે. બીપી વધવાથી આંખોમાં કયા કયા પ્રકારની સમસ્યા થઈ શકે છે, તે વિશે અહીં વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

    હાઈ બીપીથી આંખને થતી સમસ્યા


    આંખોની રોશની ઓછી થવી (Low Vision)


    હાઈપરટેંશનને કારણે આંખોની રોશની ઓછી થતી જાય છે. બ્લડપ્રેશર વધવાને કારણે મગજમાં પ્રેશર વધી જાય છે, જેના કારણે મગજની નસો પર પ્રેશર વધવા લાગે છે. આ પ્રેશર એટલી હદે વધારે હોય છે કે, આંખના પડદા સુધી કોઈ આકૃતિ બની શકતી નથી અને પેશન્ટને કંઈપણ દેખાતું નથી. જે પેશન્ટનું બ્લડપ્રેશર વધારે રહે છે, તેમણે પોતાની આંખોની નિયમિતરૂપે તપાસ કરાવતા રહેવું જોઈએ.

    હાઈપરટેંસિવ રેટિનોપેથી (Hypertensive Retinopathy)


    જે લોકોને વધુ સમય સુધી હાઈપરટેંશનની સમસ્યા હોય છે, તે વ્યક્તિઓને હાઈપરટેંસિવ રેટિનોપેથીની સમસ્યા થાય છે. આ બિમારીમાં લોહીની નસો ડેમેજ થઈ જાય છે, જેના કારણે રેટિનામાં સોજો આવી જાય છે. ઉપરાંત આંખોમાં લોહીની નસો વધતી જાય છે, જેના કારણે આંખોની રોશની પર ખરાબ અસર થાય છે.

    આ પણ વાંચો -જો તમારું બાળક વરસાદમાં ભીંજાય તો તેને લાગી શકે છે ચેપ, આ રીતે બાળકને કરો સુરક્ષિત

    આંખોમાં બ્લડ સ્પોટ (Blood Spot in Eye)


    આંખોમાં બ્લડ સ્પોટ થવાને કારણે હાઈ બીપીની સમસ્યા થઈ શકે છે. વૃદ્ધ વ્યક્તિઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. જેને સબ્સકંડક્ટિવલ હેમરેજ તરીકે ઓળખવામાં આવે છે. આ બિમારી હાઈ બીપીનો સંકેત આપે છે. સુગર લેવલ વધી જવાની સમસ્યા અને હાઈપરટેંશનની સમસ્યામાં આ લક્ષણ જોવા મળે છે.

    જો તમને સતત માથામાં દુખાવો રહ્યો છે, તો તે આંખો નબળી પડવાનું એક સામાન્ય લક્ષણ છે. જો તમને હાઈ બીપીની સમસ્યા હોય તો તમારે આંખોની તપાસ જરૂરથી કરાવવી જોઈએ.

    આ પણ વાંચો -બાળકને વધુ હેડકી આવે છે? અહી જાણો તેને રોકવાના અસરકારક ઉપાય

    (નોંધ- અહીં આપવામાં આવેલ જાણકારીઓ ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. આ ઉપાય અપનાવતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો અને તેમની સલાહ લેવી.)
    First published:

    Tags: Blood pressure

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन