Home /News /lifestyle /માત્ર વ્રતમાં જ ખાવામાં કામ નથી આવતું સિંધવ મીઠું, આ વસ્તુઓ માટે પણ છે ઉપયોગી

માત્ર વ્રતમાં જ ખાવામાં કામ નથી આવતું સિંધવ મીઠું, આ વસ્તુઓ માટે પણ છે ઉપયોગી

સિંધાલૂણનાં આ ઉપાય જાણવાં જેવાં છે

શું તમે ભોજન સિવાય અન્ય કોઇ કામ માટે સિંધવ મીઠાનો ઉપયોગ કર્યો છે? જો નહીં, તો આજે અમે આપને જણાવશું કે વાનગીઓ સિવાય અન્ય વસ્તુઓ માટે પણ સિંધવ મીઠાનો ઉપયોગ કરી શકાય છે. આવો જાણીએ સિંધવ મીઠાના આવા અન્ય ઉપયોગો વિશે.

    કોઇ પણ વ્રતમાં ઉપવાસ (Fast) દરમિયાન ફરાળની વાનગીઓમાં મોટા ભાગે સિંધવ મીઠા(Rock Salt)નો ઉપયોગ(Use) કરવામાં આવે છે. જ્યારે ઘણા લોકો એવા પણ છે જેઓ પોતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી સિંધવ મીઠાનો ઉપયોગ રોજીંદા જીવનમાં પણ કરે છે. પરંતુ શું તમે ભોજન સિવાય અન્ય કોઇ કામ માટે સિંધવ મીઠાનો ઉપયોગ કર્યો છે? જો નહીં, તો આજે અમે આપને જણાવશું કે વાનગીઓ સિવાય અન્ય વસ્તુઓ માટે પણ સિંધવ મીઠાનો ઉપયોગ કરી શકાય છે. આવો જાણીએ સિંધવ મીઠાના આવા અન્ય ઉપયોગો વિશે.

    તાંબા-પિત્તળના વાસણો ચમકાવવા

    ઘણી વખત આપણે જોઇએ છીએ કે તાંબા અને પિત્તળના વાસણો સતત વપરાશ દરમિયાન કાળા થવા લાગે છે. આવા કાળા થઇ ગયેલા આ વાસણોને એકદમ ચમકદાર બનાવવા તમે લીંબુના રસમાં સિંધવ મીઠું નાખીને વાસણને ઘસવાથી નવા હોય તેમ ચમકી ઉઠશે.

    બળી ગયેલા વાસણ સાફ કરવા

    બળેલા વાસણોને સાફ કરવામાં પણ તમે સિંધવ મીઠાનો ઉપયોગ કરી શકો છો. તે માટે તમે એક ચમચી સિંધવ મીઠાને સ્ક્રબર દ્વારા બળી ગયેલા વાસણો પર ઘસો. તમે જોશો કે વાસણ એકદમ સાફ થઇ જશે.

    ડાઘાઓ દૂર કરવા

    ઘણી વખત રસોડાનાં રસોઇ બનાવતી સમયે ડાઘ પડી જાય છે. તેને સાફ કરવા માટે તમે એક ચમચી લિક્વિડ ડિટરજન્ટમાં સિંધવ મીઠું ઉમેરી આ ડાઘ પર ઘસો. થોડી જ વારમાં તમામ ડાઘ સાફ થઇ જશે.

    હાથને નરમ રાખવા

    જો તમારા હાથની સ્કિન શુષ્ક અને ડલ થઇ ગઇ હોય તો તમે અડધી ચમચી સિંધવ મીઠાને ઓલિવ ઓઇલમાં મિક્સ કરી હાથની માલિશ કરો. તેનાથી તમારા હાથ મુલાયમ અને રિંકલ ફ્રી થઇ જશે.

    તણાવ દૂર કરવા

    તમને જાણીને આશ્ચર્ય થશે, પરંતુ તણાવ દૂર કરવામાં પણ સિંધવ મીઠું ઉપયોગી નીવડે છે. તે માટે તમે ન્હાતી વખતે એક ચમચી સિંધવ મીઠું પાણીમાં મિક્સ કરી દો. આ પાણીથી ન્હાવાથી તમારો સ્ટ્રેસ દૂર કરવામાં ખૂબ મદદ મળશે.

    પગના સોજા અને થાક દૂર કરવા

    ઘણી વખત વધુ ચાલવાથી કે વધુ કામ કરવાથી પગમાં સોજો આવી જાય છે અને થાક પણ અનુભવાય છે. આ સમસ્યાથી આરામ મેળવવા માટે તમે બે ચમચી સિંધવ મીઠાને નવશેકા પાણીમાં મિક્સ કરો. બાદમાં તે પાણીમાં પગ રાખી 15 મિનિટ સુધી બેસો. પગનો સોજો અને થાક દૂર થશે.
    First published:

    Tags: BenefitS, Health Tips, Lifestyle, Rock Salt