Women Health: મહિલાઓ માટે વજન ઘટાડવાની આ છે સૌથી સરળ ટિપ્સ, તમે પણ અપનાવી જુઓ
Women Health: મહિલાઓ માટે વજન ઘટાડવાની આ છે સૌથી સરળ ટિપ્સ, તમે પણ અપનાવી જુઓ
વજન ઘટાડવાં અપનાવી જુઓ આ ઉપાય
Women Health: આજે અમે તમને એક એવા ડાયટ પ્લાન વિશે જણાવીશું જે મહિલાઓને વજન ઘટાડવામાં (Weight Loss Tips ) મદદ કરી શકે છે. આ એવો ડાયટ પ્લાન છે જેને તમે લાંબા સમય સુધી ફોલો કરી શકો છો. આ ડાયટની મદદથી તમે લાંબા સમય સુધી એનર્જેટિક પણ રહી શકો છો.
લાઇફ સ્ટાઇલ: વધતી ઉંમર સાથે મહિલાઓમાં વારંવાર વજન વધવા (Weight Gain) ની સમસ્યા જોવા મળે છે, આવી સ્થિતિમાં જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો અને વજન ઘટાડવા (Weight Loss)નું વિચારી રહ્યા છો તો આજે અમે તમને એક એવા ડાયટ પ્લાન વિશે જણાવીશું જે મહિલાઓને વજન ઘટાડવામાં (Women Health) મદદ કરી શકે છે. આ એવો ડાયટ પ્લાન છે જેને તમે લાંબા સમય સુધી ફોલો કરી શકો છો. આ ડાયટની મદદથી તમે લાંબા સમય સુધી એનર્જેટિક પણ રહી શકો છો. સાથે જ તમારે ભૂખ્યા રહીને ડાયટિંગ કરવાની પણ બિલકુલ જરૂર નથી.
1. પૂરતા પ્રમાણમાં કરો પાણીનુ સેવન: જો તમે ભરપૂર માત્રામાં પાણીનું સેવન કરો છો, તો તે તમારા વજનને નિયંત્રિત કરવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. સાથે જ તમે હાઇડ્રેટેડ પણ રહો છો, તેથી દિવસ દરમિયાન ઓછામાં ઓછું 4-5 લિટર પાણી પીવાનો પ્રયાસ કરો.
2. નાસ્તામાં કરો પ્રોટિન યુક્ત પદાર્થોનુ સેવન: તમારે તમારા દિવસની શરૂઆત પ્રોટીનથી ભરપૂર વસ્તુઓથી કરવો જોઈએ. તે તમારા વજનને નિયંત્રિત કરવામાં ખૂબ જ અસરકારક છે અને સાથે જ તમને લાંબા સમય સુધી એનર્જેટિક પણ રાખે છે. તમે કઠોળ, રાજમા, ચણા અને અન્ય વસ્તુઓને ડાયટમાં સામેલ કરી શકો છો.
3. મર્યાદિત પ્રમાણમાં કરો ખાંડનુ સેવન: જો તમે વજનને નિયંત્રિત કરવા માંગો છો તો તમારે ખાંડનું સેવન ખૂબ ઓછું કરવું જોઈએ. જો તમે આહારમાં વધુ ખાંડવાળી વસ્તુઓનો સમાવેશ કરો છો તો તે તમારા સ્વાસ્થ્યને વિપરિત અસર કરે છે. વધુ પડતું વજન શરીર માટે હાનિકારક છે કારણ કે વધુ પડતા વજનને કારણે ડાયાબિટીસ, હૃદયને લગતી અનેક ગંભીર બીમારીઓનું જોખમ બે ગણું વધી જાય છે. તેથી ખાંડનું સેવન માત્ર સંયમિત માત્રામાં કરો.
4. પ્રોબાયોટિક્સનો કરો ઉપયોગ: જો તમે પ્રોબાયોટીક્સનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરો છો, તો તે તમારું વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. એટલું જ નહીં આ તમને સ્વસ્થ પણ રાખે છે અને સાથે જ તમને વારંવાર ભૂખ પણ નથી લાગતી. તેથી, જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો, તો તમારે આહારમાં પ્રોબાયોટીક્સ ધરાવતી વસ્તુઓનું સેવન કરવું જોઈએ.
5. રોજ કરો વ્યાયામ: જો તમે વજનને નિયંત્રિત કરવા માંગો છો, તો તમારે વર્કઆઉટ કરવું જોઈએ. જો તમે દરરોજ વર્કઆઉટ કરો છો તો તે તમારી કેલરી બર્ન કરવામાં ઘણી મદદ કરે છે. દરરોજ માત્ર વર્કઆઉટ કરવાને બદવે તમે યોગા પણ કરી શકો છો.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર