કલાકો સુધી કમ્પ્યુટર સામે બેસીને કામ કરનાર લોકો માટે આ છે મહત્વની Tips

News18 Gujarati
Updated: December 11, 2019, 10:51 PM IST
કલાકો સુધી કમ્પ્યુટર સામે બેસીને કામ કરનાર લોકો માટે આ છે મહત્વની Tips
પ્રતિકાત્મક તસવીર

આપના સ્નાયુને સ્ટ્રેચ થવા માટે દર 45 મિનિટ બાદ એક વખત જગ્યા પરથી ઉભા થઇ આંટો અવશ્ય મારશો. નહીંતર આપની પીઠ અને ગરનદનના દુઃખાવાની સમસ્યાનું સમાધાન ક્યારેય નહીં આવે.

  • Share this:
જો તમારી જોબ (Job) એવી છે કે તમે સતત કમ્પ્યુટરની (Computer) સામે બેસીને કામ કરો છો તો તમમને જરૂરથી પીઠ અને ગરદનમાં (Back and neck Pain) દુખાવાની સમસ્યા સતાવતી હશે. ત્યારે આ સમસ્યાનું સમાધાન અમે આપનાં માટે લઇને આવ્યા છીએ. આપની આ સમસ્યાનાં સમાધાન માટે આપે સૌથી પહેલાં તો નક્કી કરી લેવું પડશે કે આપ એક જગ્યા પર સતત બેસીને કામ નહીં કરો.

આપની પોઝિશન બદલશો. અને આપના સ્નાયુને સ્ટ્રેચ થવા માટે દર 45 મિનિટ બાદ એક વખત જગ્યા પરથી ઉભા થઇ આંટો અવશ્ય મારશો. નહીંતર આપની સમસ્યાનું સમાધાન ક્યારેય નહીં આવે. જો તમે બહાર ક્યાંય ન જઇ શકતા હોવ તો તમારે તમારી ડેસ્ક પર જ ઉભા થઇને તમારી જાતને સ્ટ્રેચ કરવી. તેનાંથી જરૂરથી તમને ફાયદો થશે. (Health Tips)

આ પણ વાંચોઃ-ઘરની સફાઈ કરતા કંટાળી ગયા છો ? આ Tipsથી ઓછી મહેનતથી થશે ઘર ચકાચક

સ્ટ્રેચિંગ અને યોગ (Stretching and yoga)
સામાન્ય રીતે વધુ કામનાં બોજા અને વર્ક પ્રેશરનાં કારણે બોડી પેઇનની સમસ્યા રહેતી હોય છે. જેમાં સૌથી વધુ દુખાવો ગરદનમાં સતાવે છે. જેનીસીધી અસર તમારા હાથ અને માથા પર પડે છે. હાથમાં દુખાવો વધે છે અથવા તો માથામાં દુખાવાની સમસ્યા સર્જાય છે. તેવામાં દરરોજ સવારે સ્ટ્રેચિંગ અને યોગની મદદથી તમે આખા દિવસનાં કામ માટે પોતાની જાતને તૈયાર કરી શકો છો.

આ પણ વાંચોઃ-સવારે વહેલા ઉઠવાથી થશે આ ફાયદો, આવું કરવાથી ફટાફટ ઉઠાશે વહેલાનેક સ્ટ્રેચ (Neck stretching)
પહેલા તમારી ગરદનને ડાબી તરફ સ્ટ્રેચ કરો પાંચ સેકન્ડ તે પરિસ્થિતિમાં રહો ત્યાર બાદ ફરી ૫ સેકન્ડ બાદ પોઝિશન બદલો. આ રીતે ડાબી અને જમણી બાજુ સ્ટ્રેચ કર્યા પછી આ ક્રિયા 10 વખત કરો. ગરદનનાં દુખાવવામાં ફાયદો થશે.

આ પણ વાંચોઃ-Tips: ખીલ હોય કે દિવાલ પરના ડાઘ હોય બધામાં અક્ષીર છે ટૂથપેસ્ટ

શોલ્ડર સ્ટ્રેચ (Shoulder Stretch)
તમારા ખભાને ઊંચા ઉઠાવીને ૫ સેકન્ડ સુધી તે જ પરિસ્થિતિમાં રહો, ત્યાર બાદ રિલેક્સ થાઓ અને ખભાને ધીમેથી નીચેની તરફ સ્ટ્રેચ કરીને આ પ્રક્રિયા ફરીથી કરો. આ એક્સરસાઇઝ કર્યા બાદ થોડીવાર આરામ કરો અને પ્રત્યેક સ્ટ્રેચની વચ્ચે ૨ થી ૫ મિનિટનો સમય રાખીને આરામ કરો. શોલ્ડરને ક્લોક અને એન્ટી ક્લોક વાઇઝ ફેરવો. તેનાંથી તમારી ગરદનનાં દુખાવામાં ફરક આવશે.

આઇસ પેક (Ice pack)
સામાન્ય રીતે પીઠ અને ગરદનનાં દુખાવાને સહન કરવો આસાન નથી હોતો. તેનાથી રાહત મેળવવા માટે તમે આઇસ પેકનો ઉપયોગ કરી શકો છો. તેને જે તે દુખાવાનાં ભાગ પર લગાવો. તેનાંથી તમને રાહત અવશ્ય મળશે.
First published: December 11, 2019, 10:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading