શિયાળોમાં શરદી અને ખાંસીથી દૂર રહેવા જરૂર અપનાવો આ ટિપ્સ

પ્રતિકાત્મક તસવીર

ત્યારે નીચે અમે તમને આવી જ કેટલીક ટિપ્સ આપી છે જેનું રોજ સેવન કરવાથી તમે તમારી ઇમ્યૂનિટી સારી કરી શકો અને સ્વસ્થ પણ રહી શકશો.

 • Share this:
  કોરોના કાળમાં એક તરફ જ્યાં ઠંડી અને તાપમાન ઘટી રહ્યું છે ત્યારે શિયાળામાં શરદી અને ખાંસીથી પોતાની જાતને બચાવવી ખૂબ જ જરૂરી છે. આવા સમયે સ્વાસ્થયનું ધ્યાન રાખવા માટે તમારે કેટલાક ઘરેલુ ઉપચારની મદદ લઇ શકો છો. જે તમને શરદી અને ખાંસીથી દૂર રાખશે. ત્યારે નીચે અમે તમને આવી જ કેટલીક ટિપ્સ આપી છે જેનું રોજ સેવન કરવાથી તમે તમારી ઇમ્યૂનિટી સારી કરી શકો અને સ્વસ્થ પણ રહી શકશો.

  હળદરનું દૂધ
  શિયાળામાં હળદરવાળું દૂધ પીવાથી કફ છૂટો થાય છે. અને શરદી અને ખાસીમાં પણ રાહત રહે છે. વળી તેનું રોજ સેવન કરવાથી કેલ્શિયમ, પ્રોટીન જેવા મહત્વના સોર્સ પણ તમને મળે છે. માટે જો તમારે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારવી હોય તો દૂધ અને હળદર વાળા દૂધનો ઉપાય તમે કરી શકો છો.

  બીટા કેરોટીન
  આનું પર્યાપ્ત માત્રામાં સેવન કરવાથી બ્લડ પ્રેશર, હાર્ટ અટેકની ચિંતા ઓછી રહે છે. આ સિવાય બિટા કેરોટીન આંખ અને શ્વાસ સંબંધિત રોગોથી લડવા માટે પણ સહાયક સાબિત થાય છે. તે થાઇરોઇડ ગ્રંથિઓને સંક્રિય રાખે છે અને તેનાથી રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે.
  હાઇડ્રેટેડ રહો

  શરીરમાં પાણીની પૂર્તિ યોગ્ય માત્રામાં હોવી જરૂરી છે. શરીરને ડિટોક્સ કરવા માટે પણ આ ખૂબ જ જરૂરી હોય છે. ત્યારે હાઇડ્રેટેડ રહેવા માટે અને રોગથી લડવા માટે તમને આ મદદરૂપ સાબિત થઇ શકે છે. વળી બિમારી પછી રિકવર કરવામાં પણ નવસેકું પાણી પીવાથી લાભ રહે છે.

  શિયાળામાં આ સિવાય ગોળ ખાવો પણ ખૂબ જ લાભકારી સાબિત થાય છે. તેનાથી હિમોગ્લોબિનનું સ્તર પણ વધે છે. અને શરીરમાં આર્યનની કમી પણ બચે છે. ગોશનું સેવન અનેક રીતે શિયાળામાં કરવું લાભકારી છે.

  વધુુ વાંચો : બાળકોના અશ્લીલ વીડિયો બનાવીને પોર્ન સાઇટ્સ પર વેચનાર રામ ભવને, CBI તપાસમાં કહી આ વાત

  આ સિવાય નિયમિત કસરત કરો. ચોખ્ખી હવા લો. અને 30 મિનિટ વોક કરવાનું પણ રાખો આનાથી શરીર સ્ફૂર્તિલું રહે છે. વધુમાં શિયાળામાં શેરડીનો રસ પીવો પણ લાભકારી છે. તે લીવર માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તેનાથી શરીરને તાજગી મળે છે. અને ગળા માટે પણ ફાયદાકારક છે.

  સાથે જ તે ઇમ્યુનિટી પણ વધારે છે. Disclaimer : આ લેખમાં આપવામાં આવેલી તમામ જાણકારી સર્વ સામાન્ય સૂચના પર આધારીત છે. ન્યૂઝ 18 ગુજરાતી તેની પુષ્ટી નથી કરતું. આ પર અમલ કરતા પહેલા જાણકાર કે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
  Published by:Chaitali Shukla
  First published: