Home /News /lifestyle /

Weight loss tips: સ્ત્રીઓએ પેટની ચરબી વધારતી આ પાંચ વસ્તુઓથી દૂર રહેવું

Weight loss tips: સ્ત્રીઓએ પેટની ચરબી વધારતી આ પાંચ વસ્તુઓથી દૂર રહેવું

વજન ઉતારવાં અપનાવો આ આસાન પાંચ ટિપ્સ

Health And Life: ઊંઘના અભાવને કારણે પેટની કુલ ચરબીમાં 9 ટકા અને પેટની વિઝેરલ ફેટમાં 11 ટકાનો વધારો થાય છે. ઓછી ઊંઘ લેવી એ આહારના સેવનમાં વધારા સાથે સંકળાયેલું છે, જે પેટની ચરબીના વધવા પાછળ ભૂમિકા ભજવી શકે છે. માટે મહિલાઓએ પૂરતી ઊંઘ લેવી જ જોઈએ.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઘણી મહિલાઓ પેટની ચરબી (Stomach fat)થી પરેશાન છે. પેટની ચરબી તેમના સ્વાસ્થ્ય (Health) પર ખરાબ અસર કરી શકે છે અને સુંદરતા (Beauty)ને પણ ઝાંખપ લગાડે છે. જેના કારણે તેઓ સ્લિમ રહેવા માંગે છે.

    ચરબીના પ્રકાર- ચરબીના મુખ્ય બે પ્રકાર છે. આંતરડા અને સબક્યુટેનિયસ. આંતરડાની ચરબીમાં લીવર આસપાસની ચરબી અને પેટના અન્ય અવયવોની ચરબીનો સમાવેશ થાય છે. આંતરડાની ચરબીનું હાઈ લેવલ હોવાને કારણે મેટાબોલિક સિન્ડ્રોમ, ટાઇપ 2 ડાયાબિટીસ, હૃદયરોગ અને કેટલાક પ્રકારના કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ વધી જાય છે બીજી ચરબીને સબક્યુટેનિયસ કહેવાય છે. જે ત્વચાની નીચે હોય છે. આ ચરબી સ્વાસ્થ્ય માટે ઓછી હાનિકારક છે. તે તમારા અવયવો માટે રક્ષણના કવચ તરીકે તેમજ શરીરના તાપમાનને નિયંત્રિત કરવા માટે ઇન્સ્યુલેશન માટે કામ કરે છે. મહિલાઓના પેટ પર શા માટે ચરબી જામે છે અને તે રોકવા શું કરી શકાય? તે અંગે ન્યૂટ્રિશન કંપની હેલ્થ હેચની એક્સપર્ટ નિહારિકા બુધવાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર માહિતી શેર કરી છે

    કેલરી સરપ્લસ- જરૂર કરતાં વધુ કેલેરીનું સેવન કરવાથી ચરબી વધે છે. જેના કારણે પેટ મોટું લાગવા લાગે છે.

    તણાવના કારણે- વ્યક્તિ લાંબો સમય તણાવમાં રહે તો પણ ચરબી વધે છે. તણાવના કારણે કોર્ટિસોલ નામનું હોર્મોન રિલીઝ થાય છે. જે પેટની ચરબી વધારે છે. તણાવના કારણે કાર્બ ધરાવતો ખોરાક ખાવાનું મન થાય છે. જેથી આપણે ચોકલેટ અને આઈસ્ક્રીમ જેવા ફૂડ તરફ આકર્ષાઈએ છીએ. પરિણામે ચરબી વધે છે.

    આ પણ વાંચો- જુઓ લોટ બાંધવાની સાચી રીત, જેનાથી રોટલી બનશે નરમ અને સ્વાદિષ્ટ

    કોર્ટિસોલના લેવલમાં વધારો- કોર્ટિસોલ વધવાનું એકમાત્ર કારણ સ્ટ્રેસ નથી, વધુ પ્રમાણમાં સ્ટેરોઇડ્સ લેવાથી અમુક પ્રકારનું ટ્યુમર તમારા કોર્ટિસોલનું સ્તર વધારે છે. જેના કારણે ચરબીમાં ધરખમ વધારો થાય છે.

    આ પણ વાંચો- પીરિયડ્સમાં દુ:ખાવાથી પરેશાન છો? વિટામિન Cનું સેવન આપશે રાહત

    પૂરતી ઊંઘ ન લેવી- ઊંઘના અભાવને કારણે પેટની કુલ ચરબીમાં 9 ટકા અને પેટની વિઝેરલ ફેટમાં 11 ટકાનો વધારો થાય છે. ઓછી ઊંઘ લેવી એ આહારના સેવનમાં વધારા સાથે સંકળાયેલું છે, જે પેટની ચરબીના વધવા પાછળ ભૂમિકા ભજવી શકે છે. માટે મહિલાઓએ પૂરતી ઊંઘ લેવી જ જોઈએ.



    ધૂમ્રપાન- સિગારેટ પીવાથી મેદસ્વીપણામાં વધારો થતો હોવાનું તાજેતરના કેટલાક અભ્યાસો સૂચવે છે. સંશોધકો ભલે સ્મોકિંગને પેટની ચરબીનું સીધું કારણ ન માનતા હોય, પરંતુ તેઓ તેને રિસ્ક ફેક્ટર માને છે
    First published:

    Tags: Fat, Lifestyle, Smoking, Women Health, આરોગ્ય

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन