Home /News /lifestyle /

વેક્સિનથી ગભરાશો નહીં: શા માટે તમારે સમયસર વેક્સિન લેવી જ જોઇએ, તેના આ રહ્યાં 5 કારણ

વેક્સિનથી ગભરાશો નહીં: શા માટે તમારે સમયસર વેક્સિન લેવી જ જોઇએ, તેના આ રહ્યાં 5 કારણ

  નવી દિલ્લી: જુદી-જુદી વેક્સિન તબીબી વિજ્ઞાનની માનવજાતને મળેલી એક મહાન ભેટ છે. તેમને શીતળા અને પોલિયો સહિત સંખ્યાબંધ જીવલેણ રોગો નાબૂદ કરવામાં અથવા તેની અસરકારકતા મર્યાદિત કરવામાં મદદ કરી છે. સમયસર રસીકરણને આજે જીવલેણ રોગોના સામુદાયિક સંક્રમણની સામે પ્રાથમિક સુરક્ષા કવચ માનવામાં આવે છે અને વ્યક્તિગત આરોગ્યસંભાળના ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેની અસરકારકતા અને જરૂરિયાતોના સંખ્યાબંધ પુરાવા હાજર હોવા છતાં પણ અમુક લોકો હજુ તેની તરફ શંકાની નજરે જૂએ છે અને રસીકરણની ઉપયોગિતાને બદનામ કરે છે. અત્યારે ભારત કોવિડ-19 સંક્રમણની જીવલેણ બીજી લહેર સામે સંઘર્ષ કરી રહ્યું હોવાથી દરેક વ્યક્તિને રસી લેવા સમજાવવાની અને ભારતને ફરી બેઠું થવામાં મદદ કરવાની સૌથી વધુ જરૂરિયાત વર્તાઇ રહી છે. આથી જ અમે દરેક વ્યક્તિએ શા માટે રસીકરણથી ગભરાવવાની જરૂર નથી અને સહેજ પણ વિલંબ વગર શા માટે તાત્કાલિક વેક્સિન લેવી જોઇએ તેના 5 મહત્ત્વપૂર્ણ કારણો રજૂ કરી રહ્યાં છીએ.

  તબીબી સંભાળ શક્ય નથી ત્યાં વેક્સિન રોગો નિવારે છે
  ભારતની કોવિડ-19 કટોકટી દરમિયાન મહત્ત્વપૂર્ણ પડકાર પથારીઓ અને આરોગ્યસંભાળ સંસાધનોની અછતનો રહ્યો છે. સમયસર રસીકરણ કરાવવાથી વધારે ગંભીરતા ધરાવતાં દર્દીઓની સારવાર આંતરિક રીતે સુનિશ્ચિત કરીને દેશની આરોગ્યસંભાળ વ્યવસ્થા ઉપર સર્જાતું ભારણ ઘટાડી શકાય છે.

  વેક્સિન સ્નેહીજનો અને સમુદાયોનું રક્ષણ કરે છે
  અનેક લોકો કે જેઓ વેક્સિન લેતા નથી તેઓ જીવલેણ બીમારીઓના અજાણતાં જ વાહક બની જાય છે અને પોતાના સ્નેહીજનોનું જીવન જોખમમાં મૂકે છે. આ રોગ ફેલાવવાની એક રીત છે જે ખાસ કરીને કોવિડ-19 કટોકટી દરમિયાન વિશેષ જોવા મળી હતી, કારણ કે પરિવારના અનેક મોટી ઉંમરના સભ્યો લક્ષણો નહીં ધરાવતાં યુવાન પરિચિતોથી સંક્રમિત થયા હતા.

  વેક્સિન સારવારનો ખર્ચ ઘટાડે છે
  હકીકતો પરથી જોવા મળ્યુ છે કે વેક્સિન દેશની આરોગ્યસંભાળ વ્યવસ્થા ઉપરનું ભારણ ઘટાડે છે, આજ રીતે તે બીમારીઓની સારવારનો ખર્ચ પણ ઘટાડે છે. તેની સાથે સાથે તે બીજી અનેક અપ્રત્યક્ષ અસરો પણ ધરાવે છે, કારણ કે વધારે સ્વસ્થ વસ્તી સામાન્ય રીતે વધુ ઉત્પાદક અને સમૃદ્ધ હોય છે.

  વેક્સિન સરળતાથી આપી શકાય છે
  કોવિડ-19 સામે તમામ ભારતીયોનું રસીકરણ કરવાનું લક્ષ્ય ધરાવતાં Network18 ‘સંજીવની - એ શોટ ઓફ લાઇફ’ જેવા સામૂહિક રસીકરણ અભિયાનો દ્વારા વેક્સિન ઝડપથી મોટી સંખ્યામાં લોકોને આપી શકાય છે. વધુમાં, આરોગ્યસંભાળ અગ્રણીઓ વિશ્વના ગરીબ ભાગોમાં હજુ વધારે ઝડપથી વેક્સિન પૂરી પાડવાની રીતો શોધી રહ્યાં છે.

  વેક્સિન અન્ય રોગો થવાનું જોખમ ઘટાડે છે
  વેક્સિનની એક સારી આડઅસર તે છે કે તેઓ અન્ય સંકળાયેલી બીમારીઓની સામે પણ વ્યાપક પ્રમાણમાં રક્ષણ પૂરું પાડે છે. તે શરીરની રોગપ્રતિકારક વ્યવસ્થાને ફરીથી મજબૂત બનાવતી હોવાથી, જે વાઇરસ માટે વેક્સિન બનાવવામાં આવી હોય તેની સાથે સાથે વેક્સિન આવા જ સમાન પ્રકારના વાઇરસની સામે શરીરને વધારે મજબૂત બનાવે છે.

  આ જ કારણોસર જો દરેક ભારતીયો કોવિડ-19 વેક્સિન લઇ લે તો આપણે કોવિડ-19ને સંપૂર્ણપણે હરાવવા સક્ષમ બની જઇશું. આપણે વેક્સિનનો સહર્ષ સ્વીકાર કરવો જ જોઇએ અને દરેક નાગરિકો સુધી તેના વિશે સાચી માહિતી પહોચાડવી જોઇએ. ભારતના સૌથી વિશાળ રસીકરણ અભિયાન Federal Bankની વિશેષ CSR પહેલ Network18 'સંજીવની-એ શોટ ઓફ લાઇફ' પાછળનું આ જ વાસ્તવિક પ્રેરકબળ છે. ભારતના આરોગ્ય અને બીમારી સામેની લડાઇના આ અભિયાન સાથે જોડાઓ અને તમામ ભારતીયો સુધી કોવિડ-19 રસીકરણ અને માહિતી ફેલાવવામાં મદદ કરો.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Federal bank, Network18, Sanjeevani, Vaccine

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन