આરોગ્ય માટે ચણા છે ફાયદાકારક, આવા મળે છે જબરજસ્ત લાભ

આરોગ્ય માટે ચણા છે ફાયદાકારક, આવા મળે છે જબરજસ્ત લાભ
ચણાને ગાર્બેંઝો બીન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે પ્રોટીન, વિટામિન, ખનિજો, ફાઇબરથી ભરપુર હોય છે

ચણાને ગાર્બેંઝો બીન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે પ્રોટીન, વિટામિન, ખનિજો, ફાઇબરથી ભરપુર હોય છે

 • Share this:
  નવી દિલ્હી : આપણે ઘણીવાર ભોજનમાં સ્વાદિષ્ટ ચણાનો આનંદ માણ્યો હશે. પરંતુ આપણે એ નથી જાણતા કે ન્યુટ્રીશનની વાત આવે ત્યારે આકારમાં નાના આ ચણા ન્યુટ્રીશન સૂચકાંક માટે એટલા પણ નાના નથી. ચણાને ગાર્બેંઝો બીન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે પ્રોટીન, વિટામિન, ખનિજો, ફાઇબરથી ભરપુર હોય છે. ચણા એ માંસ માટે એક વિચિત્ર વિકલ્પ છે. જે લગભગ દરેક ઘરની એક લોકપ્રિય વાનગી- ચણાનો એક કપ (28 ગ્રામ) એક પુખ્ત વયના વ્યક્તિને પ્રોટીન આવશ્યકતાઓનો ત્રીજા ભાગ પૂરો પાડવા માટે સક્ષમ છે.

  બ્લડ પ્રેશરનું નિયમન કરે છે  ચણા બ્લડ પ્રેશર કંટ્રોલ માટે લાભકારક છે. હાઈ બ્લડ પ્રેશર રોજિંદા અને પૂરતા પ્રમાણમાં પોટેશિયમના સેવનથી મેનેજ કરી શકાય છે, જે લગભગ 4700 મિલિગ્રામ જેટલું છે. ચણાના 1 કપમાંથી તમને 474 મિલિગ્રામ પોટેશિયમ મળે છે.

  હૃદયનું આરોગ્ય સુધારે છે

  ચણાનો બીજો ફાયદો એ છે કે તમે તેના સેવનથી તમારા હ્રદયને પર્યાપ્ત પોષણ આપી શકો છો. જેમ કે તે સેલેનિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન બી, ફાઇબર, આયર્નથી ભરેલું છે. ચણા તમારા હૃદયના જોખમોની આપમેળે કાળજી લે છે, ઉપરાંત તે LDL કોલેસ્ટરોલ ઘટાડે છે.

  આ પણ વાંચો - ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ચાર્જ કરાવવા પર પેટ્રોલના મુકાબલે કેટલા રૂપિયા લાગશે? જુઓ લિસ્ટ

  બ્લડ શુગરને નિયંત્રણમાં રાખે છે

  ડાયાબિટીસના વધઘટને નિયંત્રણમાં રાખવા માટે ચણા ખુબ મહત્વના છે. 1 કપ ચણામાં 12.5 ગ્રામ ફાઇબર હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે. તેના ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછા હોવાને કારણે અને સ્ટાર્ચ એમાયલોઝની હાજરીને લીધે શરીર ચણાને ધીમે ધીમે શોષીને પચાવે છે. આમ, તે લોહીમાં ઇન્સ્યુલિન સ્પાઇક્સ અટકાવે છે.

  હાડકાના સ્વાસ્થ્ય અને હિમોગ્લોબિનને વધારે છે

  આયર્ન, કેલ્શિયમ, વિટામિન સી, એ, ઈ, ફોલેટ, એન્ટીઓકિસડન્ટ અને અન્ય પોષક તત્ત્વોનો ઉત્તમ સ્રોત હોવાને કારણે, ચણા હાડકાની જાળવણીમાં મોટું યોગદાન આપે છે અને શરીરની આયર્ન શોષણ ક્ષમતામાં વધારો કરે છે. તેથી, ચણાના સેવન સાથે ઓસ્ટિઓપોરોસિસ અને એનિમિયાની કાળજી લઈ શકાય છે.

  પાચન સુધારે છે

  ચણામાં રેફિનોઝ નામનું દ્રાવ્ય આહાર ફાઈબર હોય છે, જે પાચન પ્રક્રિયામાં આંતરડાને મદદ કરે છે. તે પાચનતંત્રને તંદુરસ્ત રાખે છે અને ઝેરી પદાર્થોને બહાર કાઢે છે. એકંદરે આંતરડાની તંદુરસ્તી મેળવવા માટે તેના ફાયદાઓનો પૂર્ણ રીતે ફાયદો ઉઠાવો.

  ચણા બધા આવશ્યક પોષક તત્વોથી ભરેલા છે, જે તમારી આહાર યોજનામાં સરળતાથી એક સ્વાદિષ્ટ સ્થિતિને સુરક્ષિત કરી શકે છે.
  Published by:Ashish Goyal
  First published:February 04, 2021, 18:18 pm

  ટૉપ ન્યૂઝ