Home /News /lifestyle /

આ 4 સરળ ટિપ્સ જે પથરીની સમસ્યાથી આપશે છુટકારો

આ 4 સરળ ટિપ્સ જે પથરીની સમસ્યાથી આપશે છુટકારો

પ્રતિકાત્મક તસવીર

કિડનીમાં પથરી, દુઃખાવો, સોજો કે પછી ઇન્ફેક્શન જેવી સમસ્યા ધરાવતા લોકોએ સૌથી પહેલાં તો તમારે દિવસનું 7-8 લિટર પાણી પીવાની ટેવ અપનાવી લેવી જોઇએ.

    ન્યૂઝ18ગુજરાતીઃ ઘણી વખત ખાવા-પીવાની ખોટી ટેવ (Eating habits) અને વ્યસ્ત લાઇફ સ્ટાઇલને (busy lifestyle) કારણે કિડનીમાં પથરી (Beds in the kidneys), દુઃખાવો, સોજો કે પછી ઇન્ફેક્શન જેવી સમસ્યા ઉદભવતી હોય છે. આવી સમસ્યા ધરાવતા લોકોએ સૌથી પહેલાં તો તમારે દિવસનું 7-8 લિટર પાણી પીવાની ટેવ અપનાવી લેવી જોઇએ. અહીં ચાર એવી સરળ ટિપ્સ (Health Tips) આપેલી છે. જેનાંથી તમારી કિડનીની સમસ્યા દૂર થશે અને પથરીની (kidney stone pain ) સમસ્યામાં પણ રાહત મળશે.

    પીપળા અને લીમડાંની છાલનો ઉપાયઃ- પીપળાની છાલ 10 ગ્રામ અને લીમડાંની છાલ 10 ગ્રામ લઇ ત્રણ ગ્લાસ પાણીમાં તેને ઉકાળો જ્યારે પાણીનું માપ અડધું થઇ જાય ત્યાં સુધી ઉકાળો બાદમાં તેને ઠંડુ પડવા દઈ તેને ગાળી લો. આ પાણીનાં ચાર ભાગ કરી લો અને દિવસમાં ચાર વખત આ પાણી પીઓ. તેનાંથી કિડનીને લગતી સમસ્યામાં રાહત મળશે.

    આ પ ણ વાંચોઃ-કપિલ શર્માના શૉમાં કૃષ્ણાએ ગોવિંદાની જ ઉડાવી મજાક, કહ્યું 'અહીં તો પોતાનો મામો..'

    કાસની છોડનો ઉપાયઃ- કિડનીનાં આયુર્વેદિક ઉપચારમાં કાસની નામનો છોડ અક્સીર ઇલાજ પુરો પાડે છે. તેનું સેવન ફક્ત કિડની જ પણ ડાયાબિટીસ, લીવર અને મસાંની સમસ્યામાં પણ લાભદાયી છે. આ છોડ કોઇ નર્સરીમાં તમને મળી જશે. તેનાં પાન કાચા જ ચાવી જવા તેનાંથી તમને રાહત મળશે.

    આ પણ વાંચોઃ-આ 4 સરળ ટિપ્સ જે પથરીની સમસ્યાથી આપશે છુટકારો

    ગોખરુંનો ઉપાયઃ-  ચાર લીટર પાણીમાં 250 ગ્રામ ગોખરુનાં કાંટા ઉકાળી લો. જ્યારે આ પાણી એક લીટર રહે ત્યારે તેને ગાળી લો અને ચોખ્ખી બોટલમાં ભરી લો. હવે સવાર સાંજ આ 100 ગ્રામ ખાલી પેટે લેવો. અને કાઢો પીધાનાં એક કલાક સુધી કાંઇ ન ખાવું. જે વ્યક્તિને ડાયાલિસિસ ચાલી રહ્યું હોય કે કિડીની ટ્રાન્સપ્લાન્ટની ડૉક્ટરે સલાહ આપી હોય તેમણે આ ઉપાય અવશ્ય એક વખત આજમાવવો જોઈએ. સતત બે અઠવાડિયા બાદ તમને જરૂરથી ફરક જોવા મળશે.

    આ પણ વાંચોઃ-ડાયટિંગ કર્યા વગર જ ઓછું થશે વજન, આ બાબતોનું નિયમિત રીતે પાલન કરો

    કળથીન ઉપાયઃ- કળથી એક કઠોળ જેવો ખોરાક છે. તે દેખાવે કથ્થઇ રંગની છે અને તેનાં દાણા મગનાં દાણા જેટલા કદનાં છે. આપ આ કળથીને દરરોજ મગની જેમ બાફીને કે સ્વાદ અનુસાર મસાલો કરી વઘારીને ખાઇ શકો છો. દરરોજ નિયમિત તેનું સેવન કરો. તેનાંથી પથરી તુટવા લાગશે અને તે મૂત્રવાટે બહાર નીકળી જશે.
    Published by:ankit patel
    First published:

    Tags: Health Tips

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन