નવી દિલ્હી. દેશમાં સૌથી વધુ માર્ગ અકસ્માત (Road Accident)માં મોત ટૂ-વ્હીલર વાહનના અકસ્માતમાં થાય છે અને તેમાં પણ મોટાભાગના કિસ્સાઓમાં મરનાર વ્યક્તિએ હેલ્મેટ (Helmet) નથી પહેરેલી હોતી. એવામાં જો સમગ્ર દેશમાં એવા ટૂ-વ્હીલર (Two Wheelers) આવી જાય જે હેલ્મેટ પહેર્યા વગર સ્ટાર્ટ જ ન થાય, તો કદાચ માર્ગ અકસ્માતમાં મરનાર લોકોની સંખ્યા અંકુશમાં લાવી શકાશે. આજે અમે આપને આવી જ એક હેલ્મેટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેને તમે જ્યાં સુધી પોતાના માથા પર નહીં પહેરો ત્યાં સુધી આપનું વાહન સ્ટાર્ટ નહીં થાય. આવો જાણીએ આ ખાસ હેલ્મેટ વિશે...
બીટેક (BTech)ના સ્ટુડન્ટ હિમાંશુ ગર્ગ (Himanshu Garg)એ એક એવી ખાસ હેલ્મેટ બનાવી છે જેને પહેર્યા વગર બાઇક સ્ટાર્ટ થશે જ નહીં. હેલ્મેટને ઉતારતા જ એન્જિન ઓટોમેટિક બંધ થઈ જશે. બલ્કેશ્વરના લોહિયા નગર નિવાસી હિમાંશુ ગર્ગ આરબીએસ કોલેજનો સ્ટુડન્ટ છે. તેણે જણાવ્યું કે માર્ચ 2014માં તેની માતા જયમાલાનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. તેમણે હેલ્મેટ નહોતી પહેરી. ત્યારબાદથી જ હિમાંશુએ વિચારી લીધું કે તે કંઇક એવું કરી બતાવશે જેનાથી લોકોની જિંદગી બચાવી શકાય. એક વર્ષના પ્રયોગ બાદ તેણે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ અને પલ્સ સેન્સરથી સજ્જ એક હેલ્મેટ તૈયાર કરી છે.
હિમાંશુએ જણાવ્યું કે, હેલ્મેટના એક ડિવાઇસને બાઇક અને સ્કૂટરના એન્જિન સાથે જોડ્યા બાદ આ કામ કરવા લાગે છે. હેલ્મેટ પહેરતાં જ બાઇક સ્ટાર્ટ થશે. જો વાહન સ્ટાર્ટ થયા બાદ હેલ્મેટ ઉતારી દેશો તો એન્જિન જાતે જ બંધ થઈ જશે. આ ઉપરાંત હેલ્મેટજમાં એવી ટેકનોલોજી પણ છે જેના માધ્યમથી દારૂ પીધો હશે તો પણ વાહન સ્ટાર્ટ નહીં થાય. મોબાઇલ ચાર્જ પણ કરી શકાશે. જો આ ટેક્નોલોજીનો ઉપયોગ ટૂ-વ્હીલર બનાવવામાં કરવામાં આવે તો લોકોને ઘણો ફાયદો થશે.
હિમાંશુ ગર્ગે પોતાની ટેક્નોલોજીને મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી હતી. ઉત્તર પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી અખિલેશ યાદવે તેને પ્રોત્સાહન તરીકે પાંચ લાખ રૂપિયાની રકમ આપી હતી. હાલમાં હિમાંશુ એક શૉક પ્રૂફ સ્ટેબીલાઇઝર પર કામ કરી રહ્યો છે, જે શોર્ટ સર્કિટ થવાથી બચાવશે. આ સ્ટેબીલાઇઝરને લગાવ્યા બાદ AC, TV, Freeze માટે અલગ સ્ટેબીલાઇઝર લગાવવાની જરૂર નહીં પડે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર