Home /News /lifestyle /હિલ્સ પહેર્યા પછી પગમાં બહુ થાય છે દુખાવો? તો આ રીતે હેર ડ્રાયરનો ઉપયોગ કરો, કોઇ તકલીફ નહીં થાય

હિલ્સ પહેર્યા પછી પગમાં બહુ થાય છે દુખાવો? તો આ રીતે હેર ડ્રાયરનો ઉપયોગ કરો, કોઇ તકલીફ નહીં થાય

હિલ્સ પહેરતા પહેલાં અજમાવો આ ટ્રિક

Heels Pain Relief Trick: દરેક છોકરીઓને હિલ્સ પહેરવાનો શોખ હોય છે. પરંતુ હિલ્સ પહેર્યા પછી અનેક લોકોને પગમાં અને એડીમાં દુખાવો થતો હોય છે. પગમાં દુખાવાને કારણે અનેક ઘણી તકલીફો પડતી હોય છે. પરંતુ તમે હિલ્સ પહેર્યા પહેલા આ બાબતોનું ધ્યાન રાખો છો તો કોઇ તકલીફ થતી નથી.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ફેશનની દુનિયામાં અનેક છોકરીઓ હિલ્સ પહેરતી હોય છે. હિલ્સ પહેરવાની મજા પણ કંઇક અલગ જ આવતી હોય છે. હિલ્સ પહેરવાથી લુક બદલાઇ જાય છે અને આપણી પર્સનાલિટી પણ મસ્ત પડે છે. પર્સનાલિટીમાં વધારો કરવા માટે અનેક લોકો હિલ્સ પહેરતા હોય છે. જો કે હિલ્સ પહેરતા પહેલાં અને પછી અનેક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે હિલ્સ પહેરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો છો તો તમને પગમાં દુખાવો થતો નથી અને ચાલવામાં પણ કોઇ તકલીફ પડતી નથી. પરંતુ તમને એક વાત જણાવી દઇએ કે કોઇ પણ વ્યક્તિએ રૂટિનમાં હિલ્સ પહેરવી જોઇએ નહીં. રૂટિનમાં હિલ્સ પહેરવાથી સ્વાસ્થ્યને અનેક ઘણું નુકસાન થાય છે. તો જાણો તમે પણ હિલ્સ પહેરો ત્યારે શું ધ્યાન રાખશો.

    આ પણ વાંચો: આ ઘરેલું ઉપાયોથી ઉઠતાંની સાથે જ પેટ સાફ થઇ જશે

    આ ટ્રિક ફોલો કરશો તો દુખાવો નહીં થાય


    તમે જ્યારે પણ હિલ્સ પહેરો ત્યારે હેર ડ્રાયરથી  ડ્રાય કરી લો. આમ કરવાથી હિલ્સ પહેર્યા પછી પગમાં દુખાવો થતો નથી. આ સાથે જ ચંપલ અંદરની સાઇડ વાગતા પણ નથી. બીજુ ખાસ ધ્યાન એ રાખો કે હિલ્સ પહેર્યા પછી જ્યારે તમે ચંપલ ઉતારો ત્યારે થોડી સેકન્ડ માટે તમારા પગને સ્ટ્રેચ કરો. આમ કરવાથી પગમાં દુખાવો થતો હશે તો રાહત થઇ જશે.

    ઉપર જણાવ્યા બાદ તમે ત્રીજી વાત એ ધ્યાનમાં રાખો કે તમે હિલ્સ પહેરો એ પહેલા તમે તમારી ત્રીજી અને ચોથી આંગળીને કોઇ ટેપથી કવર કરી લો. આમ કરવાથી નસોમાં દબાણ આવે છે એને પગમાં દુખાવો થતો નથી. આમ કરવાથી તમે બહુ રિલેક્સ ફિલ કરો છો.

    આ પણ વાંચો: આ ખોરાકમાં ભરપૂર પ્રમાણમાં મળે છે વિટામીન બી

    હિલ્સ પહેરતા રાખો આ ધ્યાન


    હાઇ હિલ્સ પહેરતી વખતે ખાસ ધ્યાન એ રાખો કે તમારા પગનો આકાર યોગ્ય હોય. આ માટે હિલ્સની ખરીદી કરતા પહેલા તમાર પગના શેપ પર ધ્યાન આપો.



    તમારા પગની સાઇઝ પહોળી છે તો તમારે બંધ ટેપવાળી હિલ્સ ક્યારે પણ પહેરવી જોઇએ નહીં. જો તમને બહુ ઉંચી હિલ્સ ફાવતી નથી તો તમે પહેરવાનું બંધ કરી દો. આમ કરવાથી તમારા પગમાં દબાણ આવે છે અને તકલીફ થાય છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Health Tips, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन