Home /News /lifestyle /કેટલા પેગ શરાબ પીનારા લોકોને હેવી ડ્રિંકર માની શકાય? ક્યાંક તમે તો આવું કરતા નથી ને? અહીંયા કરી લો ચેક
કેટલા પેગ શરાબ પીનારા લોકોને હેવી ડ્રિંકર માની શકાય? ક્યાંક તમે તો આવું કરતા નથી ને? અહીંયા કરી લો ચેક
શરાબ પીવાથી હેલ્થને કોઇ ફાયદો થતો નથી.
Alcohol Heavy Drinking: આજનાં આ સમયમાં ડ્રિંક કરવું એ એક ફેશન બની ગઇ છે. ડ્રિંક કરતા લોકો અનેક વાર ભાન ભૂલી જતા હોય છે. પરંતુ તમને એક વાત એ જણાવી દઇએ કે ડ્રિંક કરવાથી હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે. તો જાણો આ વિશે વધુમાં તમે પણ..
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજનાં જમાનામાં ડ્રિંક કરવું એ એક લોકોનો શોખ બની ગયો છે. મોટી સંખ્યામાં યુવા વર્ગ સાથે બેસીને ડ્રિંક કરવાની મજા માણતા હોય છે. ખુશીનો મોકો હોય તો શરાબ પીનારાઓની સંખ્યા વધી જાય છે. આ વર્ષે ન્યૂ યરના જશ્નમાં દિલ્હીમાં શરાબની બોટલોનું વેચાણ એક કરોડથી પણ વધારે થયુ. ઘણાં લોકો શરાબ ઓછી માત્રામાં પીતા હોય છે, તો કોઇ વધારે માત્રામાં...આ સાથે જ ઘણાં લોકો મન ભરીને ડ્રિંક કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો તો કેટલું ડ્રિંક કરતા લોકોને હેવી ડ્રિંકર માનવામાં આવે છે? તો આજે અમે તમને હેવી ડ્રિંકર (Heavy Drinker) અને આનાથી સ્વાસ્થ્યને થતા નુકસાન વિશે જણાવીશું.
સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર જે પુરુષો એક અઠવાડિયામાં 15 ડ્રિંક્સ કે પછી એના કરતા વઘારે શરાબ પીવે છે એમને હેવી ડ્રિંકર માની શકાય છે. મહિલાઓની વાત કરવામાં આવે તો એક અઠવાડિયામાં 8 થી વઘારે ડ્રિંક્સ જે મહિલાઓ લે છે એને હેવી ડ્રિંકર માની શકાય છે.
સરળ ભાષામાં કહીએ તો દરરોજ 1 તેમજ 2 ડ્રિંક્સથી વઘારે શરાબ જે લોકો પીવે છે એમને હેવી ડ્રિંકર માની શકાય છે. સામાન્ય રીતે લગભગ એક ડ્રિંકમાં 30ml શરાબ હોય છે. બીયરમાં લગભગ 5 ટકા આલ્કોહોલ અને શરાબમાં 12 ટકા આલ્કોહોલ હોય છે. આમ, અલગ-અલગ બ્રાન્ડમાં આ માત્રા ઓછી વધતી હોઇ શકે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) નાં રિપોર્ટ અનુસાર કોઇ પણ માત્રામાં શરાબ પીવું એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોતુ નથી. શરાબના એક ટીપાથી પણ હેલ્થને નુકસાન થાય છે. શરાબ પીવાથી બ્રેસ્ટ કેન્સર, બોવલ કેન્સર સહિત 7 રીતના કેન્સરનો ખતરો વઘી જાય છે. શરાબમાં આલ્કોહોલ હોય છે જે હેલ્થ માટે ઘણું ટોક્સિક માનવામાં આવે છે.
શરાબમાં રહેલા તત્વો શરીરમાં જઇને આપણાં શરીરના અંગો પર અસર કરે છે. આનાથી ફિઝિકલ અને મેન્ટલ હેલ્થને અનેક રીતે નુકસાન થાય છે. ઘણાં રિસર્ચમાં એ વાત સામે આવી છે કે શરાબ લાંબા સમય સુધી પીવાથી આપણાં મગજની કેમિસ્ટ્રી બદલાઇ જાય છે અને એની સાઇઝ પણ નાની થઇ જાય છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર