MonSoon Hygiene: આ સમયમાં સ્વચ્છતાનું રાખો વિશેષ ધ્યાન, કામ લાગશે આ ખાસ હેલ્થ ટિપ્સ

Image Credit : shutterstock

બેઝિક હાઈજીન મેઈન્ટેઈન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાથી બચી શકાય છે. ચોમાસામાં કેવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેની અહીં જાણકારી આપવામાં આવી છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને સીઝનલ બીમારીથી બચી શકાય છે.

  • Share this:
Maintain Hygiene In Monsoon Season: ચોમાસાની ઋતુ એટલે બીમારીની ઋતુ. આ ઋતુમાં આપણે ગરમીથી રાહત મેળવી લઈએ છીએ, પરંતુ વાતાવરણમાં બેક્ટેરિયા ફેલાવા લાગે છે. આ ઋતુમાં બૈક્ટીરિયાને પ્રજનન માટે યોગ્ય તાપમાન મળી રહે છે. જે જગ્યાએ જર્મ્સને ગંદગી મળે છે, તે સ્થળ પર તેઓ કલાકો સુધી રહે છે. રસોડામાં વાસી ખોરાક અને ભીના કપડાના કારણે મચ્છર આસપાસ ફરવા લાગે છે. ચોમાસાની ઋતુ (Monsoon Season) માં બીમારીઓની ચપેટમાં આવવાથી બચવા માટે કેટલીક ખાસ હાઈજીન (Maintain Hygiene) ટીપ્સને ફોલો કરવાની જરૂરિયાત છે. બેઝિક હાઈજીન મેઈન્ટેઈન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાથી બચી શકાય છે. ચોમાસામાં કેવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેની અહીં જાણકારી આપવામાં આવી છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને સીઝનલ બીમારીથી બચી શકાય છે.

વરસાદના પાણીમાં પલળવું ન જોઈએ- વરસાદના પાણીમાં પલળવાથી ફંગસ, ખંજવાળ, રેશિઝ જેવી અન્ય ત્વચા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે વરસાદના પાણીથી બચવું જોઈએ. વરસાદના પાણીમાં પલળી ગયા બાદ ઘરે આવીને ગરમ પાણીથી નાહી લેવું જોઈએ અને તે કપડા ધોઈ નાંખવા જોઈએ. આ પ્રકારે સાવચેતીના પગલા લેવાથી ફંગલ તથા અન્ય ત્વચા સંબંધિત સમસ્યાથી બચી શકાય છે.

વારંવાર હાથ ધોતા રહો- હાથ અને નખની મદદથી બેક્ટેરિયા મોંઢા અને ચહેરા સુધી આવી જાય છે અને અનેક બીમારીઓ થવાનું કારણ બની જાય છે. ઘરે આવ્યા બાદ સાબુથી હાથ ધોઈ લો. કોરોના મહામારીના સમયમાં દરેક વ્યક્તિ હાથ ધોવાના મહત્વને ખૂબ જ સારી રીતે સમજી ગઈ છે. ચોમાસાની ઋતુમાં સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.

ખાનપાનનું ધ્યાન રાખો- ચોમાસાની ઋતુમાં ઘરનું ભોજન જ ખાવું જોઈએ, બને ત્યાં સુધી બહારનું ભોજન ટાળવું જોઈએ. આ ઋતુમાં તળેલા ભોજનનું વધુ સેવન ન કરવું જોઈએ અને સાત્વિક તથા સુપાચ્ય ભોજનનું સેવન કરવું જોઈએ. સુપાચ્ય ભોજનનું સેવન કરવાથી પાચનની સમસ્યાથી બચી શકાય છે અને પેટમાં કોઈપણ પ્રકારનું ઈન્ફેક્શન થતું નથી.

ઉકાળેલા પાણીનું સેવન કરો- ઘરે રહીને ઉકાળેલા પાણીનું સેવન કરો. તમે આરઓ વોટર પ્યોરિફાયરનો ઉપયોગ કરી શકો છો. બહાર જતી વખતે ઘરનું પાણી સાથે લઈને જવું જોઈએ. બહારનું પાણી પીવાથી ડાયેરિયા થવાની સંભાવના રહે છે.

પાણી ભેગુ ના થવા દો- કોઈપણ જગ્યા પર પાણી ભેગુ ના થવા દો. કૂલરમાં પાણી બદલતા રહો. કૂલરમાં બે દિવસ બાદ પાણી ના બદલવાથી તે પાણીમાં ડેન્ગ્યૂ, મેલેરિયા, ચિકનગુનિયાના મચ્છર ઉત્પન્ન થઈ શકે છે. (નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
First published: