ઘઉંના જવારાનો રસ પીવાથી તબિયત રહે છે ટનાટન, સોજા ઉતારવા અને પાચન માટે છે ફાયદાકારક

પ્રતિકાત્મક તસવીર

6થી 8 ઇંચ લાંબા જવારાને પીસીને તેનો રસ કાઢીને પીવામાં આવે છે. તેમાં મેગ્નેશિયમ, ક્લોરોફિલ, કેલ્શિયમ, આયોડિન, સેલેનિયમ, જસત, આયર્ન, ફાઇબર, વિટામિન કે, વિટામિન બી, સી અને ઈ જેવા પોષક તત્વો હોય છે.

 • Share this:
  લાઈફસ્ટાઈલ ડેસ્કઃ ઘઉંને (wheat) જમીનમાં વાવ્યા બાદ જે ઘાસ ફૂટી નીકળે છે, તેને ઘઉંના જવારા કહેવાય છે. જેનું જ્યુસ પીવાથી શરીરને અનેક ફાયદા થાય (wheat grass juice benefits) છે. આ વ્હીટ ગ્રાસનું વૈજ્ઞાનિક નામ ટ્રિટિકમ એસ્ટિઅસિયમ (Triticum estiasium) છે. 6થી 8 ઇંચ લાંબા જવારાને પીસીને તેનો રસ કાઢીને પીવામાં આવે છે. તેમાં મેગ્નેશિયમ, ક્લોરોફિલ, કેલ્શિયમ, આયોડિન, સેલેનિયમ, જસત, આયર્ન, ફાઇબર, વિટામિન કે, વિટામિન બી, સી અને ઈ જેવા પોષક તત્વો હોય છે. તેના ખૂબ ફાયદા હોવાથી લોકો તેને ઘરે વાસણો અને લોનમાં ઉગાડે છે. ઘઉંના જવારાનો રસ પીવાના અગણિત ફાયદા છે.

  ઘઉંના જવારાનો રસ પીવાના ફાયદા

  એનિમિયાથી બચાવે છે
  ઘઉંના જવારાને પીસીને રસ કાઢી તે પીવાથી લોહીની ઉણપ દૂર થાય છે. આ રસ પીવાથી વ્યક્તિને એનિમિયાનો ખતરો રહેતો નથી.

  મેદસ્વીપણાથી છૂટકારો
  અત્યારે મેદસ્વિતાની તકલીફ ધરાવતા લોકોની સંખ્યા ખૂબ વધુ છે. ઘઉંના જવારાનો રસ મેદસ્વીપણું દૂર કરે છે. ઘઉંના જવારામાં કેલરીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. ફાઇબર વધુ માત્રામાં હોય છે. આ રસ પીવાથી શરીરને પોષક તત્વો તો મળે જ છે સાથે પેટ પણ ભરેલા જેવું રહે છે.

  આ પણ વાંચોઃ-આયેશાની આખી કહાની! કોણ છે પતિ આરિફ ખાન જેના માટે આયેશાએ હસતાં મોંઢે મોતને વ્હાલું કર્યું

  આ પણ વાંચોઃ-પતિએ ફરી શરું કર્યો MBAનો અભ્યાસ, યુવતી સાથે થયું 'લફરું', એક્સ્ટ્રા ક્લાસના બહાને રાત્રે જતો હતો પ્રેમિકા પાસે, પત્નીએ આવી રીતે પકડ્યો

  પાચનમાં મદદ
  ઘઉંના જવારાના રસના સેવનથી પાચન પ્રક્રિયા બરાબર થાય છે. તેમાં ઘણા પ્રકારનાં એન્જાઈમ્સ મોટા પ્રમાણમાં જોવા મળે છે. જે શરીરને ખોરાકને પચાવવામાં મદદ કરે છે.

  હૃદય રોગનું જોખમ ઘટાડે છે

  ઘઉંના જવારાના રસનો વપરાશ ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. જેના કારણે હૃદયરોગનું જોખમ ઓછું હોય છે.

  આ પણ વાંચોઃ-દુકાનમાં કામ કરતા યુવકને માલિકે ઘરે જમવા બોલાવ્યો, માલિકની પત્ની સાથે યૌન સંબંધ ઇચ્છતો હતો યુવક, ઇન્કાર કરતા કરી હત્યા

  આ પણ વાંચોઃ-રાજકોટઃ 'ઘર કંકાસના કારણે આપઘાતનું પગલું ભર્યું છું', ડોક્ટરના પુત્રએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

  સોજામાં રાહત આપે
  ઘઉંના જવારાના રસનું સેવન કરવાથી શરીરને સોજામાં રાહત મળે છે, તેની સાથોસાથ આંતરડાના સોજા પણ ઘટાડે છે. અલ્સરેટિવ કોલાઈટીસ થવાનો ખતરો પણ ઓછો થઈ જાય છે.

  બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે
  ઘઉંના જવારાનો રસ પીધા પછી બ્લડ પ્રેશર સામાન્ય રહે છે. હાઈ બ્લડ પ્રેશર ઘટાડવા માટે જાણીતા એટ્રોવાસ્ટેટિન જેવી જ અસરો ઉત્પન્ન કરે છે.

  ઘઉંના જવારાનો રસ પીવાથી થતા નુકસાન

  બેચેની
  ઘઉંના જવારાના રસનું સેવન કરવાથી ઘણી વખત લોકો બેચેન થઈ જાય છે. તેથી જવારાનો રસ લેતા પહેલા તમારે તબીબની સલાહ લેવી જોઈએ અથવા ઓછી માત્રામાં સેવન કરવું જોઈએ.

  એલર્જી
  કેટલાક લોકોને એલર્જીની તકલીફ હોય છે, આવા લોકોએ એલર્જીનો ખતરો ટાળવા રસ લેતા પહેલા પરીક્ષણ કરાવવું જોઈએ.

  ઝાડાનું જોખમ
  આ રસના સેવનથી કોઈને પણ ઝાડાની સમસ્યા થઈ શકે છે. તેથી તેનું સેવન ખૂબ વધુ પ્રમાણમાં ન કરવું જોઈએ.  ગભરામણ
  આ રસ પીવાથી ગભરામણ થઈ શકે છે. જોકે આ રસના સેવનના પ્રારંભે થાય છે અથવા ભૂખ્યા પેટે તેનું સેવન કરવાથી થાય છે. (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચના સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. News18 આની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
  Published by:ankit patel
  First published: