Heat Stroke Remedies: ટેક્સાસ યૂનિવર્ટીના પ્રોફેસરે જણાવ્યા લૂથી બચવા માટે ત્રણ ઉપાય

પ્રતિકાત્મક તસવીર

તાત્કાલિક મેડીકલ ટ્રીટમેન્ટ ના કરવાને કારણે લૂ લાગવી તે વધુ ઘાતક સાબિત થઈ શકે છે. રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્ર અનુસાર અમેરિકામાં દર વર્ષે લૂના કારણે 658 લોકોના મૃત્યુ થાય છે

 • Share this:
  ઘણી વાર લૂ (Heat Stroke) લાગવાને કારણે વ્યક્તિનું મૃત્યુ (Death) થઈ જાય છે. જ્યારે કોઈ વ્યક્તિના શરીરનું તાપમાન (Temperature) 104 ડિગ્રી ફેરનહીટ એટલે કે 40 ડિગ્રી સેલ્સિયસથી અધિક થઈ જાય છે ત્યારે લૂ લાગે છે. પર્યાવરણના અધિક તાપમાન અને આર્દ્રતાને કારણે શરીરમાં પરસેવો અને શ્વાસના માધ્યમથી વ્યક્તિ પોતાના શરીરને ઠંડુ કરી શકતો નથી. લૂ લાગવાને કારણે વ્યક્તિના ધબકારા વધી જાય છે અને તે જલ્દી જલ્દી શ્વાસ લેવા લાગે છે. વ્યક્તિને ચક્કર આવે છે, ઉબકા આવે છે અને ભ્રમનો અનુભવ થાય છે જેથી વ્યક્તિ પોતાનું ભાન ગુમાવી શકે છે.

  ટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સિટીમાં (A&M University Texas) ફેમિલી મેડિસિનના ક્લીનિકલ એસોસિએટ પ્રોફેસર ગેબ્રિયલ નીલે કોલેજ સ્ટેશન (અમેરિકા), 11 જુલાઈ (ધ કન્વર્સેશન) દરમિયાન જણાવ્યું કે એક ડોકટર હોવાના હિસાબથી તેમને ખ્યાલ છે કે, લૂ લાગવાને કારણે મોટી સંખ્યામાં લોકોને હોસ્પિટલમાં ભરતી કરાવવાની જરૂર પડે છે અને જેનાથી લોકોના મૃત્યુ થાય છે.

  તાત્કાલિક મેડીકલ ટ્રીટમેન્ટ ના કરવાને કારણે લૂ લાગવી તે વધુ ઘાતક સાબિત થઈ શકે છે. રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્ર અનુસાર અમેરિકામાં દર વર્ષે લૂના કારણે 658 લોકોના મૃત્યુ થાય છે. લૂ ની ચપેટમાં કોઈપણ વ્યક્તિ આવી શકે છે, પરંતુ મોટાભાગે વૃદ્ધ અને 70થી અધિક ઉંમર ધરાવતા લોકોને વધુ અસર થાય છે. ઉંમરની સાથે શરીરને ઠંડુ કરવાની ક્ષમતા પણ ઓછી થઈ જાય છે.

  બ્લડપ્રેશર, હ્રદયની સમસ્યા અને મનોવૈજ્ઞાનિક સમસ્યા માટે ઉપયોગમાં લેવાતી સામાન્ય દવાઓના કારણે શરીરના તાપમાનને નિયંત્રિત કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. જો કોઈ વૃદ્ધ વ્યક્તિને ખતરનાક લૂ વિશે જાણકારી ના હોય, ઘરમાં એયર કંડીશનર ના હોય, ઘરમાં કોઈ સારસંભાળ માટે ના હોય તો જોખમ વધી જાય છે.

  આ પણ વાંચો : Health Tips : પુરુષોએ આ 7 સુપરફૂડ્સ ખાવા જોઈએ, સેક્સ ડ્રાઇવ વધારવાથી લઈ ઘણા છે ફાયદા

  ઉંમર વધવાની સાથે લૂ લાગવાના જોખમને વધારતા અન્ય પરિબળમાં મેદસ્વીતા, ડાયાબિટીસ અને હ્રદય રોગ શામેલ છે. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટેના ત્રણ ઉપાય છે.

  પાણી વધુ પીવો

  ગરમીની ઋતુમાં વધુ માત્રામાં પાણીનું સેવન કરવું જોઈએ અને મીઠા પીણા તથા શરાબ ના પીવી જોઈએ. જો તમે હ્રદય સંબંધિત કોઈ સમસ્યા અથવા અન્ય કોઈ બીમારીને કારણે તમે દૈનિક પાણીનું સેવન ઓછું કરી દીધું છે તો તમારે નિયમિતરૂપે ડૉકટરના સંપર્કમાં રહેવું જોઈએ. જેથી લૂ થી બચી શકાય.

  આરામ કરો

  દિવસે જ્યારે વધુ ગરમી હોય ત્યારે વ્યાયામ ના કરવા જોઈએ. સવારના 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી કસરત ન કરવી જોઈએ. ઠંડા વાતાવરણમાં રહો. જો તમારા ઘર અથવા કારમાં એસીની સુવિધા નથી તો ઢીલા કપડા પહેરો. સૂર્યના સીધા કિરણોના સંપર્કમાં ના આવવું જોઈએ. શરીર પર પાણીના છાંટા નાખો અને પંખાની સામે બેસો, ઠંડા પાણીથી સ્નાન કરો, ગળુ, બગલ અને માથા પર ઠંડુ કપડું રાખો. સ્થાનિક સ્વાસ્થ્ય વિભાગ પાસેથી તાપ રાહત આશ્રય વિશે જાણકારી મેળવી લો.

  આ પણ વાંચો : World Population Day: કોન્ડોમ સિવાય આટલી ગર્ભનિરોધક પદ્ધતિઓનો વિશ્વમાં થાય છે ઉપયોગ

  લૂ થી બચવા માટે પંખો મદદગાર સાબિત થઈ શકે છે પરંતુ તેનાથી હવાનું તાપમાન ઓછુ થતું નથી. ત્વચા પર હવા લાગવાથી પરસેવો સૂકાઈ જાય છે અને શરીરનું તાપમાન ઓછું થઈ જાય છે. પંખા ઉપયોગી છે પરંતુ, એર કંડીશનર વધુ યોગ્ય છે જે શુષ્ક હવા ઉત્પન્ન કરે છે જેનાથી શરીર વધુ સરળતાથી ઠંડુ રહે છે. પોતાના શરીરને ઠંડુ રાખો અને શરીરમાં પાણીની કમી ના થવા દો.
  First published: