Home /News /lifestyle /

સિંગલ ઈન્ડિયન ફાધરે શેર કરી સગર્ભા દીકરીની સંભાળની કહાની, એકદમ હૃદયસ્પર્શી છે

સિંગલ ઈન્ડિયન ફાધરે શેર કરી સગર્ભા દીકરીની સંભાળની કહાની, એકદમ હૃદયસ્પર્શી છે

પ્રતીકાત્મક તસવીર

Heart Melting : ટ્વિટર દ્વારા કર્નલ સંજય પાંડે પોતાની વાર્તા શેર કરતા લખ્યું કે, તેમની પત્નીનું નિધન એક વર્ષ પહેલાં જ થયું હતું.

પેરેંટિંગ એ એક પડકારજનક કામ બની જાય છે, જ્યારે તમે તમારા બાળકની સંભાળ રાખનાર એકલા વ્યક્તિ હોવ. સિંગલ પેરેન્ટ તરીકે બાળકને બધું જ પૂરું પાડવામાં આવે તેની ખાતરી કરવા માટે વ્યક્તિએ પિતા અને માતા બંનેની ફરજો નિભાવવી પડે છે. નિવૃત્ત કર્નલ સંજય પાંડે માટે પણ એક આવો જ અનુભવ રહ્યો છે. જેઓ તેમની પુત્રીના સિંગલ પેરન્ટ છે.

ટ્વિટર દ્વારા તેમણે પોતાની વાર્તા શેર કરતા લખ્યું કે, તેમની પત્નીનું નિધન એક વર્ષ પહેલાં જ થયું હતું. જ્યારે તેમને ખબર પડી કે, તેઓ પૌત્ર-પૌત્રીના આશીર્વાદ લેવાના છે. જોકે, કર્નલ સિંગલ ફાધર હોવાને કારણે ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીને પૂરી પાડવામાં આવતી કાળજી વિશે અજાણ હતા.

કર્નેલે લખ્યું કે, તેઓ તેમની પુત્રી માટે તેણીની ગર્ભાવસ્થાના દિવસોમાં "આસપાસનો સૌથી નકામો વ્યક્તિ" હોત અને તેમને બાળ સંભાળ વિશે પણ કોઈ જાણકારી ન હતી. જોકે, તેમણે કહ્યું કે, તેઓ ફાઇટર છે. "મેં મારી પુત્રીની 'મા' બનવાનું નક્કી કર્યું." કર્નલે તેમની પુત્રી માટે આહાર તૈયાર કર્યો. તેમણે યુ ટ્યુબ વિડીયો, પુસ્તકો, તેમના વડીલો અને પોતાની મહેનતથી સંશોધન કર્યું.



તેમણે પૌષ્ટિક લાડુ તૈયાર કર્યા, જે તેમની પુત્રી માટે ઓછામાં ઓછા 30 દિવસ સુધી ચાલશે. પરંતુ, તેમની પુત્રી યુકેમાં રહેતી હતી અને આટલે દૂર સુધી બગડી જાય એવો ખોરાક મોકલવો મુશ્કેલ હતું. જેથી કર્નલે લાડુને વેક્યૂમ-સીલ કરીને તેમની શેલ્ફ લાઇફ વધારવા માટે 96 કલાક માટે ફ્રીઝ કરી અને યુકે પાર્સલ કરી દીધા.



કર્નલે લખ્યું કે, "તેણી કંઈ ખાતી ન હતી, જેથી પહેલા લોટમાં મારી પુત્રીને સારો ખોરાક મળ્યો." કર્નેલે શેર કર્યું કે તેમણે પંદર દિવસ પછી લાડુનો બીજો લોટ મોકલ્યો અને ગર્ભાવસ્થા દરમિયાન એક માતાને જરૂરી તમામ આરોગ્યપ્રદ ખોરાક તેમની પુત્રીને પાર્સલ કરવાનું ચાલુ રાખ્યું.



જોકે કોવિડ-19 રોગચાળાના કારણે મુસાફરી પર પ્રતિબંધ હોવાથી કર્નેલે પૂરતા લાડુ મોકલ્યા હતા, જે તેની પુત્રીએ તેની નિયત તારીખ સુધી ખાધા હતા. તેમણે જણાવ્યું, "આખા આઠ મહિના તેણીને યુકેમાં ખોરાક આપવામાં આવ્યો હતો, બિલકુલ એવી જ રીતે જેમ ભારતમાં કરવામાં આવે છે."



બાળકની ડિલિવરી થઈ ગયા પછી કર્નેલે ડિલિવરી પછી માતાને ખવડાવવામાં આવતા ખોરાક માટે ફરીથી રિસર્ચ કર્યું. તેમણે બધી સામગ્રીઓ એકસાથે મેળવી લાડુ તૈયાર કર્યા અને તેને પાર્સલ કર્યા. કર્નલ તેમની પુત્રીને મળવા પણ ગયા અને ત્યાં પૂરતા પ્રમાણમાં ખોરાક બનાવ્યો હતો.



કર્નેલે કહ્યું કે તે લાડુ બનાવવામાં માહેર બની ગયા છે અને તેમણે પોતાની પુત્રી અને પૌત્રને પાર્સલ કરવાનું બંધ નથી કર્યું. તેમણે દાવો કર્યો હતો કે “તેમને 12થી વધુ પ્રકારના લાડુ બનાવતા આવડે છે, જે મહિલાઓને ગર્ભાવસ્થા માટે જરૂરી છે.







કર્નેલે લખ્યું કે તેમણે પોતાની પુત્રી માટે જે કંઈ કર્યું તેનો ગર્વ છે. તેમણે કહ્યું કે તેમની પુત્રી હવે અન્ય કોઈપણ વસ્તુ કરતાં તેમના દ્વારા બનાવેલા લાડુ વધુ પસંદ કરે છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ જાન્યુઆરી 2019થી આજ સુધી તેમની ફરજ તરીકે આ કાર્ય કરી રહ્યા છે. જે બાદ તેને ટ્વિટર પર શેર કરવાનું વિચાર્યું.

Colonel Sanjay Pande કર્નલ સંજય પાંડે , Single Indian Father સિંગલ ઇન્ડિયન ફાધર, Pregnant Daughter ગર્ભવતી પુત્રી
Published by:Kaushal Pancholi
First published:

Tags: Inspirational, OMG, Viral

આગામી સમાચાર