Home /News /lifestyle /

Child care: માત્ર ચાર વર્ષના બાળકને આવ્યો હાર્ટ અટેક! જો તમારા બાળકમાં પણ દેખાય આ લક્ષણ તો થઈ જાઓ સાવધાન!

Child care: માત્ર ચાર વર્ષના બાળકને આવ્યો હાર્ટ અટેક! જો તમારા બાળકમાં પણ દેખાય આ લક્ષણ તો થઈ જાઓ સાવધાન!

માત્ર ચાર વર્ષના બાળકને આવ્યો હાર્ટ અટૈક! જાણો શું હતા લક્ષણો?

Heart Strock in Children: ટાઇટલ વાંચીને આપને કદાચ જરુર નવાઈ લાગી હશે કે માત્ર ચાર વર્ષના બાળકને હાર્ટ સ્ટ્રોક આવ્યો, પરંતુ આપને જણાવી દઈએ કે આ કિસ્સો હકીકતમાં બની ચૂક્યો છે. આ પીડિત બાળકને જન્મની સાથે જ હ્રદય સબંધિત બીમારી હતી (heart dieases in children). આજે આ લેખમાં આપને આ બીમારીને વિસ્તારથી સમજવાનો પ્રયાસ કરીશું અને તેના કારણ અને લક્ષણો વિશે ચર્ચા કરીશું...

વધુ જુઓ ...
  આજકાલ હ્રદય રોગ સબંધિત બીમારીઓ અને તેનાથી થતાં ગંભીર નુકસાનના કિસ્સાઓ સામાન્ય થઈ ગયા છે. લોકો નાની ઉમરમાં પણ હ્રદય રોગના શિકાર બને છે અને ઘણા લોકો તેને લઈને ગંભીર પરિણામો પણ ભોગવે છે. તાજેતરના એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે થોડા વર્ષો અગાઉ જ US ના મિશિગનમાં જન્મેલા મેક્સ વિગલ નામના એક બાળકને હ્રદય સબંધિત બે બીમારીઓ હતી. આ માસૂમ બાળક જન્મની સાથે જ એટ્રીયલ સેપ્ટલ ડિફેક્ટ (Atrial septal defect, ASD)નામની બીમારી પોતાની સાથે લઈને આવ્યો હતો. આપને જણાવી દઈએ આ બીમારીમાં હ્રદયના ઉપલા ચેમ્બરમાં એક છેદ હોય છે. જેના કારણે ડાબી બાજુનું નિલય ફેલ થીય જાય છે જેને લેફ્ટ વેંટ્રીકુલર નોન કંપેક્શન કાર્ડિયોમાયોપથી કહેવાય છે.

  આજતકના એક અહેવાલ પ્રમાણે જ્યારે મેક્સે 2019માં હાર્ટ સર્જરી કરાવી ત્યારે તે 4 વર્ષનો હતો. સર્જરી બાદ જ્યારે તેને ઘરે લઈ જવામાં આવ્યો ત્યારે તેનું વર્તન સામાન્ય કરતાં કઈક અલગ જોવામાં આવ્યું હતું. ત્યાર બાદ જ્યારે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યારે ડોક્ટરોએ જણાવ્યું કે તેને સ્ટ્રોક આવ્યો છે. સ્ટ્રોક બાદ તેના અડધા શરીરે કામ કરવાનું બંધ કરી દીધું હતું. પરંતુ ડોક્ટરોનું કહેવું છે કે તે હવે સામાન્ય જીવન જીવી રહ્યો છે અને તેની ઉંમર 7 વર્ષની છે.

  આ પણ વાંચો: Monsoon office wear: ચોમાસામાં આઉટફિટની પસંદગીને લઈને અનુભવો છો મુંઝવણ? તો ફોલો કરો ટિપ્સ

  ઘણા બાળકોને હૃદય સંબંધિત સમસ્યાઓ જન્મજાત હોય છે, જો સમયસર તેને શોધી કાઢવામાં આવે તો યોગ્ય સારવાર થઈ શકે છે. આ બધી સ્થિતિ એટ્રીયલ સેપ્ટલ ડિફેક્ટ (ASD)ને કારણે થઈ હતી. એએસડી શું છે? તેના લક્ષણો શું છે? અને જો બાળકોમાં કોઈ લક્ષણો જોવા મળે તો ડૉક્ટરને ક્યારે મળવું જોઈએ ? ચાલો આ બધા જ પ્રશ્નોની આગળ ચર્ચા કરીએ....

  Mayoclinic  મુજબ, હૃદયમાં ચાર ચેમ્બર અને ચાર વાલ્વ હોય છે, જે એકબીજા સાથે જોડાયેલા હોય છે. એટ્રીઅલ સેપ્ટલ ડિફેક્ટ્સ (ASD) એ હૃદયના ઉપલા ચેમ્બર (જમણે અને ડાબા એટ્રિયા) ની દિવાલમાં છિદ્રો છે. સરળ શબ્દોમાં સમજીએ તો ASD એ હૃદયને લગતી જન્મજાત ખામી છે. ASD માં, હૃદયના ચેમ્બરની દિવાલમાં એક છિદ્ર છે. આ દિવાલમાં છિદ્ર હોવાને કારણે, બંને ચેમ્બરમાં હાજર લોહી એકબીજા સાથે ભળવા લાગે છે.

  આ પણ વાંચો: Monsoon Do's and Don'ts: માણો ચોમાસાનો ભરપૂર આનંદ, પણ ક્યારેય ન કરશો આ ભૂલો

  આ સમસ્યા જન્મથી જ થાય છે. નાના ASD દુર્લભ છે અને જોખમ ઊભું કરતા નથી. આ છિદ્રો વય સાથે બંધ થાય છે. પરંતુ હૃદયમાં મોટું કાણું હોવાથી હૃદય અને ફેફસાંને નુકસાન થાય છે. ASDને સુધારવા માટે સર્જરી જરૂરી છે.

  એટ્રીઅલ સેપ્ટલ ખામીના લક્ષણો (Atrial septal defects Symptoms)


  ASD ધરાવતા ઘણા બાળકોમાં શરૂઆતમાં લક્ષણો નથી હોતા પરંતુ સમય જતાં તેઓ અહી દર્શાવેલા લક્ષણો બતાવી શકે છે. Mayoclinic ના જણાવ્યા અનુસાર, જો તમારું બાળક નીચેનામાંથી કોઈપણ લક્ષણો દર્શાવે છે, તો તરત જ ડૉક્ટરની સલાહ લો.

  - હાંફ ચઢવી
  - રમતી વખતે શ્વાસ લેવામાં તકલીફ
  - થાકી જવું
  - પગ અથવા પેટમાં સોજો
  - હૃદયની રિધમ ધીમી અથવા ઝડપી
  - હાર્ટ રેટ તેજ રહેવી
  - ધબકતું હૃદય

  આ પણ વાંચો: Obesity side effect: વધુ વજનના કારણે નાની ઉંમરે ઘૂંટણના રિપ્લેસમેન્ટનું પ્રમાણ વધ્યું : જાણો બચવાના ઉપાયો

  એટ્રીઅલ સેપ્ટલ ખામીના પ્રકાર (Types of atrial septal defects)


  સાઇનસ વેનોસસ (Sinus venosus) : આ એક દુર્લભ પ્રકારનો ASD છે જે સામાન્ય રીતે હૃદયના ચેમ્બરને અલગ કરતી દિવાલના ઉપરના ભાગમાં થાય છે.

  કોરોનરી સાઇનસ (Coronary sinus) : આ દુર્લભ પ્રકારનો ASD કોરોનરી સાઇનસ વચ્ચેની દિવાલમાં થાય છે.

  સેકન્ડમ (Secundum): આ એએસડીનો સૌથી સામાન્ય પ્રકાર છે. તે હૃદયના ઉપલા ચેમ્બર (એટ્રીયલ સેપ્ટમ) ની વચ્ચે દિવાલની મધ્યમાં સ્થિત છે.

  પ્રિમમ (Primum) : આ પ્રકારનો ASD એટ્રીઅલ સેપ્ટમના નીચેના ભાગને અસર કરે છે અને તે જન્મજાત હોઈ શકે છે.

  એટ્રીઅલ સેપ્ટલ ખામીના કારણો (Atrial septal defects Causes)


  કહેવાય છે કે જ્યારે બાળક ગર્ભમાં હોય છે તે દરમ્યાન તેનું હ્રદય વિકાસ પામતું હોય છે, ત્યારે ASD એ હૃદયની રચનાની સમસ્યા છે જે તે સમયે થાય છે. કેટલાક કિસ્સાઓમાં તે આનુવંશિક સમસ્યા પણ હોઈ શકે છે. આ સિવાય કેટલીક તબીબી પરિસ્થિતિઓ, દવાઓનો ઉપયોગ, જીવનશૈલી, ધૂમ્રપાન અથવા વધુ પડતા આલ્કોહોલનો ઉપયોગ પણ આ સ્થિતિનું કારણ બની શકે છે.

  આ પણ વાંચો: Health: 65 ટકા પુરુષો પોતાને બીજા કરતાં તંદુરસ્ત માને છે, પોતાના કરતાં અન્યના સ્વાસ્થ્યને આપે છે પ્રાથમિકતા

  એટ્રીયલ સેપ્ટલ ખામીને કારણે સમસ્યાઓ


  જો કોઈના હૃદયમાં મોટું કાણું હોય તો તે ખતરનાક બની શકે છે અને પછીથી આ સમસ્યાઓનું કારણ બની શકે છે.

  - જમણા હૃદયની નિષ્ફળતા
  - હૃદયની લય નિષ્ફળતા
  - સ્ટ્રોક
  - વહેલું મૃત્યુ
  - હાઈ બ્લડ પ્રેશર
  - ફેફસાને નુકસાન, વગેરે.
  Published by:Rahul Vegda
  First published:

  આગામી સમાચાર