સ્ટડી અનુસાર જે લોકો હૃદયની સમસ્યાથી (Heart Related Issues) પીડાઈ રહ્યા છે, તેમનો ટેસ્ટ કરવાથી જે દર્દીઓને કોવિડ-19 (Covid-19)ની ગંભીર અસર થવાની સંભાવના છે તે દર્દીઓની ઓળખ કરવામાં મદદ થઈ શકે છે. SARS-CoV-2 વાયરસ મુખ્યત્વે શ્વસનપ્રણાલી પર અસર કરે છે. ઉપરાંત હૃદય સંબંધિત સમસ્યા સર્જાય છે અને કોરોનરી સિન્ડ્રોમ (coronary syndromes) પણ ઉત્પન્ન થાય છે.
ઈટલીમાં સાલેર્નો યુનિવર્સિટીના સંશોધનકર્તાઓની ટીમે 1,401 દર્દીઓની તપાસ કરી હતી. જેમને કોવિડ-19ના નિદાનની જરૂરિયાત હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
લગભગ 226 (16.1 ટકા) લોકોએ હોસ્પિટલમાં દાખલ થયાના 48 કલાકમાં ટ્રાન્સથોરાસિક ઈ-કાર્ડિયોગ્રાફી કરાવી અને 68 (30.1 ટકા) લોકોના હોસ્પિટલમાં જ મૃત્યુ થયા હતા.
હોસ્પિટલમાં જે લોકોના મૃત્યુ થયા તેમાં લૉ લેફ્ટ વેન્ટીક્યુલર ઈજેક્શન ફ્રેક્શન (LVEF), લૉ ટ્રીક્યુસ્પિડ એન્યુલર પ્લેન સિસ્ટોલિક એક્સર્સન એન્ડ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ જોવા મળ્યા હતા.
સાર્લેનો યુનિવર્સિટીના લેખક એન્જેલો સિલ્વેરિયોએ જણાવ્યું કે, ક્લિનિકલ અને ઈકાર્ડિયોગ્રાફિક પેરામીટરની મદદથી જે દર્દીઓ પર કોવિડ-19થી મૃત્યુ થવાનું જોખમ રહેલું છે, તે દર્દીઓની ઓળખ કરી શકાય છે.
આ રિસર્ચ યુરોપિયન જર્નલ ઓફ ક્લિનિકલ ઈન્વેસ્ટીગેશનમાં પ્રકાશિત કરવામાં આવી હતી.
સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે જે લોકોને કોવિડ-19ની ગંભીર અસર થઈ શકે છે, તેવા દર્દીઓની LVEFની મદદથી જલ્દી ઓળખ કરી શકાય છે. હૃદય સંબંધિત સમસ્યા ધરાવતા દર્દીઓ પર કોવિડ-19ની ગંભીર અસર થવાનું જોખમ રહેલું છે.
રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે હાયપરટેન્શન, ડાયાબિટીસ અને હૃદય સંબંધિત સમસ્યા ધરાવતા વ્યક્તિને એકવાર કોરોના થયા બાદ ગંભીર લક્ષણો જોવા મળે છે અને તેમણે વધુ સમસ્યાનો સામનો કરવો પડે છે.
" isDesktop="true" id="1116866" >
સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ (Coronavirus Cases) વધી રહ્યા છે. હાલ કોરોનાની ત્રીજી લહેરથી બચવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કોરોનાને કારણે મૃત્યુઆંક વધે નહીં તે માટે અનેક રિસર્ચ કરવામાં આવી રહી છે. ત્યારે આ સંશોધન અનુસાર કહેવામાં આવ્યું છે કે, હૃદય સંબંધિત રિપોર્ટ કરવાથી કોવિડ-19ના દર્દીઓમાં મૃત્યુના જોખમ વિશે જાણકારી મેળવી શકાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર