Home /News /lifestyle /Heart attack: વાતાવરણને લીધે હાર્ટ એટેકના કેસ વધ્યાં સંશોધનમાં સામે આવી ચોંકાવનારી વિગતો

Heart attack: વાતાવરણને લીધે હાર્ટ એટેકના કેસ વધ્યાં સંશોધનમાં સામે આવી ચોંકાવનારી વિગતો

ફાઇલ તસવીર

Weather and heart attack: હવામાનને કારણે હૃદય સંબંધિત મોતનું જોખમ વધી રહ્યું છે. થોડા સમય પહેલાં જ થયેલા એક અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, અતિશય ઠંડી અથવા અતિશય ગરમી હૃદય સંબંધિત મૃત્યુનું કારણ બની રહી છે.

    Extreme weather linked to heart attack: છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના કેસોમાં એકાએક વધારો થયો છે. આજકાલ 25 વર્ષના યુવાનો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. હાર્ટ એટેક સાયલન્ટ કિલરની જેમ આવે છે અને ગુપ્ત રીતે વ્યક્તિને મારી નાખે છે. જેને કારણે લોકોમાં ગભરાટ છે કે, હાર્ટ એટેક કે હાર્ટ સંબંધિત બીમારીઓના કેસમાં આટલો વધારો કેમ થઈ રહ્યો છે. જો કે, મોટાભાગના કિસ્સાઓમાં હાર્ટ એટેકનું કારણ વ્યક્તિની પોતાની નબળી જીવનશૈલી હોય છે, પરંતુ તેને માટે અન્ય ઘણાં કારણો પણ જવાબદાર હોય છે. હવે એક નવા અભ્યાસે પુષ્ટિ કરી છે કે, અતિશય ઠંડુ અથવા ગરમ હવામાન પણ હાર્ટ એટેકનું કારણ બને છે. એટલે કે હવામાનની વિષમતા પણ હાર્ટ એટેકનું કારણ છે. ઠંડીમાં રક્તવાહિનીઓ સંકુચિત થઈ જાય છે અને તેને કારણે હૃદય પર બિનજરૂરી દબાણ આવે છે. જેથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. પરંતુ હવે અભ્યાસમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, માત્ર ઠંડી જ નહીં પણ વધુ પડતી ગરમી પણ હાર્ટ એટેકનું કારણ બની શકે છે.

    32 લાખ લોકોના મોતનો અંદાજ


    અમેરિકન હાર્ટ એસોસિયેશનની વેબસાઇટ અભ્યાસને આધારે એવો દાવો કરવામાં આવ્યો છે કે, અતિશય ઠંડી અને અતિશય ગરમીનો સીધો સંબંધ હૃદય સંબંધિત મોત સાથે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, હવામાનના સખત મારને કારણે ઇસ્કેમિક હાર્ટ ડિસીઝ, સ્ટ્રોક, હાર્ટ ફેલ્યોર, એરિથમિયા, હાર્ટ એટેક વગેરેનું જોખમ વધી રહ્યું છે. આ અભ્યાસ અમેરિકન હાર્ટ એસોસિએશન સાથે સંકળાયેલ જર્નલ સર્ક્યુલેશનમાં પ્રકાશિત થયો છે. અભ્યાસમાં છેલ્લા ચાર દાયકા દરમિયાન 3.2 મિલિયન હૃદય સંબંધિત મૃત્યુનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તેમાંના મોટાભાગના મૃત્યુ અતિશય ગરમી અથવા ઠંડીથી સંબંધિત હતા. મોટાભાગના હૃદય સંબંધિત મૃત્યુ હૃદયની નિષ્ફળતાને કારણે થયા હતા, જે અતિશય તાપમાનને કારણે થયા હતા.


    હાર્ટ ફેલ્યોરથી સૌથી વધુ મોત થયા


    અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, જે રીતે ક્લાઈમેટ ચેન્જ થઈ રહ્યું છે અને તેની અસર દરેક જગ્યાએ દેખાઈ રહી છે. આ સ્થિતિમાં હૃદય સંબંધિત કેસોમાં વધારો અને તાપમાન સાથે તેનો સંબંધ ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે. તેથી આ વિષય પર વધુ સંશોધન કરવાની જરૂર છે. સંશોધનમાં સામેલ ટીએચ ચાન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના ડો. બરાક અહેમદે જણાવ્યુ હતુ કે, 1960 પછી હૃદય સંબંધિત મૃત્યુમાં ઘટાડો થયો હતો. તેનું કારણ એ હતું કે, અમે હૃદય સંબંધિત મૃત્યુ માટે જવાબદાર પરિબળોને ઓળખ્યા હતા. જેમ કે, ટાઇપ 2 ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર વગેરે. પરંતુ આ વખતે પર્યાવરણ આપણા માટે એક પડકાર બની રહ્યું છે અને વાતાવરણમાં ફેરફારને કારણે હૃદય સંબંધિત જોખમો પણ વધી રહ્યા છે. અભ્યાસ પ્રમાણે, હૃદય સંબંધિત પ્રતિ એક હાજર મોતમાંથી સૌથી વધુ ગરમીમાં 2.2 ટકા લોકોના મોત નીપજ્યા છે. જ્યારે વધુ ઠંડીમાં 9.9 ટકા જેટલા લોકોના મોત નીપજ્યા છે. હાર્ટ એટેકની જટિલતાઓથી સંબંધિત તમામ મોતમાં હાર્ટ ફેલ્યોર થવાથી સૌથી વધુ મોત નીપજ્યા છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Eat Healthy, Health Tips, Heart attack

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन