Home /News /lifestyle /

Weight Loss: રસોડાની આ વસ્તુઓથી વજનમાં થશે ફટાફટ ઘટાડો

Weight Loss: રસોડાની આ વસ્તુઓથી વજનમાં થશે ફટાફટ ઘટાડો

    જેટલું સરળતાથી વજન વધી જાય છે તેટલી સરળતાથી ઉતરતું નથી. વજન ક્યારે વધી જાય છે તેની ખબર જ નથી પડતી. કેટલીક વાર તો શરીર વધારે ન ખાતા હોવ તો પણ વજન વધે છે. જો આજે આપણે જોઈએ કે રસોડાની વસ્તુઓથી કઈ રીતે વધતા વજન પર કાબૂ મેળવી શકાય છે.

    જે તમે ખાવ છો તે જ શરીરને મળે છે. હેલ્ધી ખાશો તો હેલ્ધી રહેશો. જો તમે હેલ્ધી જ ખાવ છો તો પણ તમારૂં વજન વધે છે તો ઘભરાશો નહીં. થોડા મસાલાને તમારા આહારમાં ઉમેરવાથી તમે વધતા વજનથી છૂટકારો મેળવી શકો છો.

    આ મસાલામાં એક છે કાળા મરી. કાળા મરી ઘણાં તીખા હોય છે જેનાથી પાચન ક્રિયાને સરળ બનાવે છે. આનાથી કેપસાઈસિન પદાર્થ ખરાબ કોલેસ્ટ્રોલને ઓછુ કરવામાં મદદ કરે છે.

    કહેવાય છે કે તજ સૌથી જલ્દી વજન ઘટાડે છે. તેમાં એન્ટિ ઓક્સિડેન્ટ અને એન્ટી ઈન્ફ્લેમેટ્રી જેવા ગુણ ધરાવે છે. સ્વાસ્થ્ય માટે તજ ઘણું ફાયદાકારક છે. રોજ લગભગ 3 ગ્રામ તજ પાઉડરનું સેવન કરવાથી વજન તો ઘટશે જ, સાથે મેટાબોલિઝમને લગતી
    બીમારીઓ પણ કંટ્રોલમાં રહેશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Tips for weight loss, Weight loss

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन