Home /News /lifestyle /

વેજીટેબલ સ્વીટ કૉર્ન સૂપ હોય છે પેટ માટે ખૂબ જ ફાયદાકરક

વેજીટેબલ સ્વીટ કૉર્ન સૂપ હોય છે પેટ માટે ખૂબ જ ફાયદાકરક

  આદકાલ અમેરિકન મકાઈ તો બારે મહિના મળતી જ હોય છે. અને એમાં પમ જો વાત કરવામાં આવે સ્વીટ કૉર્ન સૂપની, તો એ તો બધાને જ ભાવતો હોય છે. તેમજ મકાઈ પેટની તકલીફો માટેનો રામબાણ ઈલાજ હોય છે. તો ચાલો શીખી લઈએ સ્વીટ કૉર્ન સૂપ બનાવવાની Recipe...

  સ્વીટ કૉર્ન સૂપ બનાવવા માટેની સામગ્રીઃ

  1/4 કપ ઝીણું સમારેલું ગાજર, ફણસી, ફલાવર
  1/4 કપ મકાઈના દાણા
  2 કપ પાણી
  2 ચમચી કૉર્ન ફ્લોર
  2 ચમચી ખાંડ
  1/4 ચમચી ગાર્લિક પાઉડર
  મીઠું સ્વાદ અનુસાર
  1 ચમચી તેલ/ઑલિવ ઑઇલ

  સ્વીટ કૉર્ન સૂપ બનાવવાની રીત : સૌ પ્રથમ એક કડાઈમાં તેલ લઈ ગરમ થાય એટલે શાક ઉમેરીને એક મિનિટ સાંતળવું. મકાઈના દાણા ઉમેરીને એક મિનિટ સાંતળવું. પછી તેમાં પાણી અને કૉર્ન ફલોરને મિક્સ કરી ઉમેરો. 5 મિનિટ સતત હલાવતા રહો. પછી તેમાં જરૂર પ્રમાણે પાણી, ખાંડ, મીઠું અને ગાર્લિક પાઉડર ઉમેરી, મિક્સ કરી 2 મિનિટ ઉકાળી લો. તો તૈયાર છે ગરમા ગરમ સ્વીટ કૉર્ન સૂપ. તેને સર્વિંગ બાઉલમાં કાઢી ગરમા ગરમ જ સર્વ કરો.
  Published by:Bansari Shah
  First published:

  Tags: Kitchen, ખોરાક, રેસીપી

  આગામી સમાચાર