Home /News /lifestyle /શરીરમાં રહેલી ગંદકીને બહાર કાઢવા પીઓ આ ચા, પછી ક્યારેય નહીં ચઢવા પડે દવાખાનાના પગથિયાં

શરીરમાં રહેલી ગંદકીને બહાર કાઢવા પીઓ આ ચા, પછી ક્યારેય નહીં ચઢવા પડે દવાખાનાના પગથિયાં

શરીરને ડિટોક્સ કરવાની રીત

tea for detox body: શરીરને ડિટોક્સ કરવું ખૂબ જરૂરી છે. જો તમે સમય પર શરીરને ડિટોક્સ કરો છો તો તમારી હેલ્થ સારી રહે છે અને સાથે તમને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. શરીરને ડિટોક્સ કરવાથી તમે હેલ્ધી રહો છો અને સાથે અનેક બીમારીઓથી પણ દૂર રહો છો.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: સમય-સમય પર શરીરને ડિટોક્સ કરવું ખૂબ જરૂરી છે. શરીરને તમે ડિટોક્સ કરતા નથી તો અંદરથી બગડવા લાગે છે અને સાથે અનેક ઘણું નુકસાન થાય છે. ડિટોક્સ કરવાથી શરીરમાં રહેલી બધી જ ગંદકી બહાર નિકળી જાય છે. શરીરમાંથી જ્યારે ગંદકી નિકળી જાય ત્યારે તમે લાંબા સમય સુધી સ્વસ્થ રહો છો. આ સિવાય તમને વજન ઓછુ કરવામાં પણ મદદ મળે છે. શરીરને ડિટોક્સ કરવાથી અનેક બીમારીઓનું જોખમ ઘટી જાય છે અને સાથે સ્કિન ગ્લો કરે છે. અનેક ઘણાં લોકો શરીરને ડિટોક્સ કરવા માટે દવાઓ લેતા હોય છે, પરંતુ આ દવા લાંબા ગાળે સ્વાસ્થ્યને નુકસાન થાય છે. તો જાણી લો તમે પણ આ હોમમેડ ટી વિશે જે શરીરને સ્વસ્થ રાખે છે.

    આ પણ વાંચો: ઘરમાં પડેલી આ નેચરલ વસ્તુથી મેક અપ રિમૂવ કરો

    તજમાંથી ટી તૈયાર કરો


    તજ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. આ ટી બનાવવા માટે તમે એક ગ્લાસ પાણી લો અને એને ઉકાળી લો. આ પાણી ઉકળી જાય એટલે એમાં તજના 3 થી 4 ટુકડા નાંખો અને ઉકાળી લો. ત્યારબાદ આ ચા પી લો.

    આ પણ વાંચો: સર્જરી વગર આ ઘરેલું ઉપાયોથી હોંઠને બનાવો એટ્રેક્ટિવ

    આ ચામાં તમે એક લીંબુનો રસ નીચોવી લો અને આ ચા પી લો. આ ચા પીવાથી શરીર મસ્ત રીતે ડિટોક્સ થઇ જાય છે. આ ચા તમારા શરીરના બેડ કોલેસ્ટ્રોલને પણ નિયંત્રિત કરે છે. આ ચા ડાયાબિટીસના દર્દીઓ પણ પી શકે છે.

    હળદર ચા


    તમે હળદરની ચા પણ પી શકો છો. આ ચા તમારી ઇમ્યુનિટી મજબૂત કરવામાં મદદ કરે છે. આ સાથે જ હળદરની ચા શરીરને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. હળદરની ચા પીવાથી પાચન તંત્ર પણ મજબૂત થાય છે.



    આ ચા બનાવવા માટે સૌ પ્રથમ એક કપ પાણીને ઉકાળી લો. ત્યારબાદ આ પાણીમાં ¼  હળદર અને આદુનો નાન ટુકડો નાંખો. 3 થી 5 મિનિટ માટે ઉકાળો અને પછી ગળણીથી ગાળી લો. તો તૈયાર છે હળદરની ચા. હળદરમાં રહેલા ગુણો તમારા શરીરને ડિટોક્સ  કરવામાં મદદ કરે છે. હળદરની આ ચા તમે રોજ પીઓ છો તો સ્કિન પણ ગ્લો કરે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Health care tips, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन