Home /News /lifestyle /Hair Care: અહીં જાણો અઠવાડિયામાં કેટલી વાર તમારા વાળ ધોવા જોઈએ

Hair Care: અહીં જાણો અઠવાડિયામાં કેટલી વાર તમારા વાળ ધોવા જોઈએ

વારંવાર શેમ્પૂના ઉપયોગથી આપણા માથાની સ્કાલ્પ ડ્રાય થઈ જાય છે.

ઘણી વખત મહિલાઓને સમયના અભાવે તેમના લાંબા વાળ (Long Hair)ની ​​યોગ્ય રીતે કાળજી (Hair Care) લેવાની તક મળતી નથી. આવી સ્થિતિમાં વાળની ​​સંભાળ માટે અઠવાડિયામાં કેટલી વાર વાળ ધોવા (Hair Wash) જોઈએ તે જાણવું પણ જરૂરી છે.

Hair Care Tips: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમના વાળ સ્વસ્થ (Healthy Hair) અને સુંદર દેખાય અને આ માટે તેઓ પોતાના વાળ સાથે અલગ-અલગ પ્રયોગો કરતા રહે છે. ખાસ કરીને મહિલાઓ માટે તેમના વાળનું સ્વાસ્થ્ય ખૂબ જ જરૂરી છે. મહિલાઓના લાંબા અને જાડા વાળ તેમની સુંદરતામાં વધારો કરે છે. તેથી જ મહિલાઓ તેમના વાળ પર વધુ ધ્યાન (Hair Care) આપે છે. આપણા બધાના વાળ વિવિધ પ્રકારના હોય છે. જેમ કેટલાક લોકોના વાળ સીધા હોય છે તો કેટલાક લોકોના વાળ વાંકડિયા હોય છે.

વાળની ​​કાળજી લેતી વખતે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે અઠવાડિયામાં વાળ ક્યારે કે કેટલી વાર ધોવા. વાળની ​​યોગ્ય કાળજીના અભાવે વાળ ઝડપથી ખરવા લાગે છે અથવા તો સફેદ થઈ જાય છે, તો આજે અમે તમને જણાવીએ છીએ કે તમે તમારા વાળને કેટલી વાર ધોઈ શકો છો.

વાળ ક્યારે ધોવા
જાડા અને વાંકડિયા વાળ ધરાવતા લોકો ભલે લાંબા સમય સુધી તેમના વાળ ન ધોતા હોય. આમ છતાં તેમના વાળ નિર્જીવ દેખાતા નથી, પરંતુ જો હળવા અને પાતળા વાળવાળા લોકો લાંબા સમય સુધી તેમના વાળ ધોતા નથી, તો તેમના વાળ નિર્જીવ અને નબળા દેખાવા લાગે છે. તો આવી સ્થિતિમાં, જો તમારા વાળ પણ વાંકડિયા છે, તો તમારે તેમને દરરોજ ધોવાની જરૂર નથી. તમે અઠવાડિયામાં એકવાર તમારા વાળને શેમ્પૂ કરી શકો છો.

આ પણ વાંચો - તાપને કારણે માત્ર ત્વચા જ નહીં પરંતુ વાળને પણ થાય છે નુકસાન, આ રીતે રાખો કાળજી

આ સિવાય જો કોઈના વાળ ઓઈલી હોય. તો અઠવાડિયામાં બે વાર વાળ ધોઈ શકે છે. તૈલી વાળ ધોવા માટે તમે ડ્રાય શેમ્પૂનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમારા વાળમાં હાજર વધારાનું તેલ પણ દૂર થશે અને તમારા વાળ સુંદર દેખાશે.

આ પણ વાંચો - તમારા સ્કીનકેર રુટિનમાં જરુર હોવું જોઈએ આ ટ્રેડિશનલ આયુર્વેદિક તેલ

રોજ કેમ ના ધોવા જોઈએ
આપણે બધા જાણીએ છીએ કે શેમ્પૂમાં કેમિકલ ભેળવવામાં આવે છે. તેથી જો આપણે દરરોજ શેમ્પૂ વડે વાળ ધોઈએ તો લાભને બદલે નુકસાન થવા લાગે છે. વારંવાર શેમ્પૂનો ઉપયોગ કરવાથી આપણા માથાની સ્કેલ્પ ડ્રાય થઈ જાય છે અને તેના કારણે વાળ નિર્જીવ દેખાવા લાગે છે. આ સાથે દરરોજ વાળ ધોવાથી માથામાં ત્વચાની અનેક પ્રકારની સમસ્યાઓ પણ થઈ શકે છે. (અસ્વીકરણ: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ન્યૂઝ18 તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો)
First published:

Tags: Hair Care tips, Health News, Healthy lifestyle, લાઇફ સ્ટાઇલ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો