Health tips: ડાયટિંગમાં સ્ટ્રીટ ફૂડ ખાધા વગર રહેવાતું નથી? આ વસ્તુઓ ખાઈ શકાય છે

સ્ટ્રીટ ફૂડ પ્રતિકાત્મક તસવીર

Street Foods during dieting: સ્ટ્રીટ ફૂડમાં ઓઇલ અને કેલરીનું પ્રમાણ વધુ પડતું હોય છે. જેથી ડાયટિંગ કરનાર લોકોને સ્ટ્રીટ ફૂડથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. પણ સ્ટ્રીટ ફૂડ ખાવાની ઇચ્છા સતાવે છે.

  • Share this:
These Street Foods You Can Eat During Dieting : લારી, રેકડી કે દુકાનમાં ખુલ્લામાં વેચવામાં આવતા ખાદ્ય પદાર્થો સ્વાસ્થ્ય પર જોખમ ઉભું કરી શકે છે. આવા સ્થળોએ ફૂડ ના ખાવું જોઈએ તેવું બાળપણથી શીખવવામાં આવે છે. પરંતુ સ્ટ્રીટ ફૂડ (Street Food) ખાવાની ઈચ્છા પર કાબુ મેળવી શકાતો નથી. સ્ટ્રીટ ફૂડમાં ઓઇલ અને કેલરી (Calorie)નું પ્રમાણ વધુ પડતું હોય છે. જેથી ડાયટિંગ (Dieting) કરનાર લોકોને સ્ટ્રીટ ફૂડથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. પણ સ્ટ્રીટ ફૂડ ખાવાની ઇચ્છા સતાવે છે. જેથી આજે આપણે કેલેરી ઓછી હોય, ડાયટિંગ દરમિયાન ખાઈ શકાય અને ખાવાથી સ્વાસ્થ્ય પર અસર પણ ન થાય તેવા સ્ટ્રીટ ફૂડ અંગે ચર્ચા કરીશું.

ભેળપુરી
ભેળપુરીમાં તેલ મસાલાનો પ્રયોગ થતો નથી. ભેળપુરીમાં મમરા, ડુંગળી, સેવ, ટામેટા, આમલીની ચટણી, ફુદીનાની ચટણી, લીંબુનો રસ હોય છે. ભેળપુરી મહારાષ્ટ્રની સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ વાનગી છે. જેમાં કેલરીનું પ્રમાણ ઓછું હોય છે. જેથી તમે ડાયટિંગ સમયે ખાઈ શકો છો.

શક્કરિયાની ચાટ
આ વાનગી પણ ડાયટિંગમાં લઇ શકાય છે. જોકે, ગુજરાતમાં મળવી મુશ્કેલ છે. ઉત્તર ભારતમાં શક્કરીયાની ચાટ ખૂબ જ લોકપ્રિય છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક સ્ટ્રીટ ફૂડ છે. તેમાં બાફેલા શક્કરિયાને કાપીને, તેના પર મસાલા અને લીંબુ ભભરાવીને આપવામાં આવે છે. આ લિજ્જતદાર સ્ટ્રીટ ફૂડમાં તમારી સામે લીંબુનો રસ, ચાટ મસાલા, જીરું પાવડર, કાળા મીઠું નાખવામાં આવે છે.

આ પણ વાંચોઃ-મહિલાઓએ દરરોજ ખાવું જોઈએ એક કેળું, આટલા છે ફાયદા

આ પણ વાંચોઃ-આંખોની રોશની વધારવા માટે પીઓ આ 3 હોમમેડ જ્યુસ, જાણો તેના નામ

પનીર કે સોયા ટીક્કા
ડાયટિંગ દરમિયાન તમે તંદુરી પનીર કે સોયા ટીક્કા ખાઈ શકો છો. તેમાં ભરપુર પ્રમાણમાં પ્રોટીન હોય છે. પનીર ટીક્કામાં તેલનું પ્રમાણ નહિવત હોય છે. તેને ગ્રીલ અને તંદુર પર બનાવવામાં આવે છે. આ ઉપરાંત તેમાં દહીં સહિતની વસ્તુઓનો ઉપયોગ થતો હોવાથી શરીર માટે ફાયદાકારક છે.

મગની દાળના ચીલા
આ વાનગીને મૂંગલેટ પણ કહેવાય છે. મૂંગલેટ બનાવવા મગની દાળ પલાળીને પીસવામાં આવે છે. ત્યારબાદ ડુંગળી, ટામેટા, શિમલા મરચા અને મસાલા નાખવામાં આવે છે.(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા નિષ્ણાંતનો સંપર્ક કરો.)
First published: