Home /News /lifestyle /કિડનીને ફેલ થતી બચાવવી હોય તો ખાઓ આ Foods, હંમેશા હેલ્ધી રહેશો

કિડનીને ફેલ થતી બચાવવી હોય તો ખાઓ આ Foods, હંમેશા હેલ્ધી રહેશો

આ રીતે કિડનીની તકલીફોમાંથી બચો

Healthy Kidney tips: આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકોને કિડનીની તકલીફ થતી હોય છે. કિડનીની સમસ્યા થાય ત્યારે તમે ધ્યાન રાખતા નથી તો અનેક ઘણી તકલીફો શરીરમાં થવા લાગે છે. આમ, જો તમને કિડનીને લગતી કોઇ તકલીફ છે અથવા તો કિડનની સમસ્યામાંથી બચવા ઇચ્છો છો તો ડાયટમાં આ વસ્તુઓ એડ કરો.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ખોટી લાઇફ સ્ટાઇલને કારણે ડાયાબિટીસ, હાર્ટના રોગ અને કિડનીની સમસ્યાઓ ખતરો વધી ગયો છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર દુનિયામાં કિડનીના રોગોમાં સતત વધારો થઇ રહ્યો છે. શરીરમાં કિડની પણ નાની હોય પરંતુ કામ બહુ કરે છે. સારા સ્વાસ્થ્ય માટે કિડની સારી હોવી ખૂબ જરૂરી છે. જો કિડનીમાં કોઇ તકલીફ હોય તો શરીર ખરાબ થવા લાગે છે અને સાથે અનેક તકલીફોથી તમે કંટાળી જાવો છો. કિડની આપણાં શરીરમાં ફિલ્ટરનું કામ કરે છે. આમ, જો તમે તમારા ડાયટમાં આ વસ્તુઓને એડ કરો છો તો એમાંથી સોડિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસની માત્રા ઓછી હોય છે જે તમારી કિડનીને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. તો જાણો આ વિશે વધુમાં..

    આ પણ વાંચો: કોન્ડોમ વાપરતાં પહેલા ખાસ રાખો આ ધ્યાન

    સફરજન


    સફરજનમાં એન્ટી ઓક્સિડન્ટ્સ, ફાઇબર અને વિટામીન્સની માત્રા સારી હોય છે. આ કોલેસ્ટ્રોલને ઓછુ કરવામાં મદદ કરે છે. આ સિવાય સફરજન ખાવાથી કબજીયાત સંબંધીત તકલીફો પણ ઓછી થાય છે જેના કારણે કિડની સ્વસ્થ રહે છે. તમે સફરજનનો જ્યૂસ પણ પી શકો છો.

    ક્રેનબેરી


    એક સંશોધન અનુસાર ક્રેનબેરીમાં મળતા પોષક તત્વો કિડનીને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. તમે રૂટિનમાં ક્રેનબેરી ખાઓ છો તો યુરિન સંબંધીત તકલીફોમાંથી રાહત મળે છે. ક્રેનબેરી યુરિનમાં એસિડની માત્રા વધારે છે જેના કારણે શરીરમાં રહેલા બેક્ટેરિયા સરળતાથી નિકળી જાય છે. આ સિવાય ક્રેનબેરી કેન્સરના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.

    આ પણ વાંચો: યૂરિનમાં બળતરા થવી કિડની પ્રોબ્લેમનો છે સંકેત

    લાલ શિમલા મરચા


    લાલ શિમલા મરચામાં રહેલા અનેક ગુણો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. લાલ શિમલા મરચામાં પોટેશિયમની માત્રા સારી હોય છે. આ સિવાય વિટામીન એ, વિટામીન સી, બી6, ફોલિક એસિડ અને ફાઇબરની માત્રા સારી હોવાથી કિડની સંબંધીત તકલીફોને દૂર કરવાની તાકાત ધરાવે છે. તમે શિમલા મરચાને સલાડના રૂપમાં પણ ખાઇ શકો છો.

    લસણ


    લસણ કિડની સંબંધીત સમસ્યાઓને દૂર કરવા માટે લાભકારી છે. લસણમાં વિટામીન સી, વિટામીન બી-6ની માત્રા સારી હોય છે. આ સિવાય લસણમાં સલ્ફરનું પ્રમાણ સારું હોવાથી સોજો ઓછો કરવામાં મદદ કરે છે.



    લસણના પૌષ્ટિક તત્વો કિડનીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આમ, જો તમને કિડની સંબંધીત કોઇ તકલીફ છે તો ડોક્ટરને પૂછીને આ વસ્તુનું સેવન કરવું યોગ્ય છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Kidney, Life style

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन