Healthy Food: મેથીના દાણા તમને મોટી બીમારીઓથી રાખશે દૂર, જાણો તેના ફાયદાઓ

સાંધાના દુખાવાને ઓછો કરવામાં મેથીના દાણા ખૂબ મદદ કરે છે. (તસવીર- Shutterstock)

Benefits of Fenugreek Seeds For Health: નાના-નાના મેથીના દાણા સ્વાસ્થ્ય માટે મોટા ફાયદાઓ કરી શકે છે અને તેને ખાવાથી તમે ઘણી બીમારીઓને રોકી શકો છો

  • Share this:
Benefits of Fenugreek Seeds For Health: કોઇ વાનગીનો સ્વાદ વધારવા માટે મેથી દાણા (Fenugreek Seeds)નું સેવન તમે ઘણી વખત કર્યુ હશે અને વાળ (Hair)ની સાર સંભાળ માટે પણ તેનો ઉપયોગ કર્યો હશે. પરંતુ શું તમે તમારા શરીરને તંદુરસ્ત (Healthy) રાખવા માટે મેથી દાણાનું સેવન કર્યુ છે? જો નહીં, તો આપને જણાવી દઇએ કે નાના-નાના મેથીના દાણા સ્વાસ્થ્ય માટે મોટા ફાયદાઓ કરી શકે છે અને તેને ખાવાથી તમે ઘણી બીમારીઓને રોકી શકો છો. હવે તમે વિચારી રહ્યા હશો કે કઇ રીતે? તો આવો જાણીએ.

સાંધાના દુખાવાથી આપશે રાહત

ઘણી વખત સાંધામાં દુખાવો અને સોજાની સમસ્યાઓ થાય છે. જેને અર્થરાઇટિસ (Arthritis) કહેવાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે તમે મેથી દાણામી મદદ લઇ શકો છો. મેથીમાં આયરન (Iron), કેલ્શિયમ (Calcium), ફોસ્ફરસ (Phosphorus), એન્ટી-ઇન્ફ્લેમેટરી (Anti-Inflammatory), એન્ટી-ઓક્સીડેન્ટ (Anti-Oxidant) જેવા ગુણ હોય છે. જે સાંધાના દુ:ખાવાથી છૂટકારો આપવામાં મદદ કરે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ

વજન ઘટાડવામાં પણ મેથીના દાણા ખૂબ ફાયદાકારક છે. મેથીમાં ઘણા પ્રકારના પોલીફેનોલ્સ (Polyphenols) હોય છે, જે વજન ઓછું કરવામાં કારગર છે. તેની સાથે જ મેથી શરીરમાં ફેટ એકઠું થતું રોકવામાં ખૂબ અસરકારક છે. મેથીમાં ફાઇબર પણ ખૂબ વધુ પ્રમાણમાં હોય છે, જે ખોરાક પચાવવાની સાથે ભૂખને કંટ્રોલ (Appetite Control) કરે છે.

આ પણ વાંચો, ચરબી ઘટાડવી હોય તો ખાઓ મખાના, ઝડપથી ઘટશે વજન: અહીં જાણો તેના ફાયદા

સોજો ઓછો કરવામાં મદદરૂપ

મેથી દાણા શરીરના સોજાને ઓછો કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. મેથી દાણામાં લિનોલેનિક અને લિનોલિક એસિડ પ્રચૂર માત્રામાં હોય છે. આ એસિડના પેટ્રોલિયમ ઇથર(Petroleum Ether)ના અર્કમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી એક્ટિવિટી હોય છે, જે સોજાથી છૂટકારો અપાવવામાં મદદરૂપ બને છે.

ડાયાબિટીસ કરશે કંટ્રોલ

મેથી દાણાના સેવનથી બ્લડમાં શુગર લેવલ (Blood Sugar Level)ને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. દાણામાં રહેલ હાઇપોગ્લેસેમિકના કારણે ડાયાબિટીસ (Diabetes)માં ફાયદો થઈ શકે છે. હાઇપોગ્લેસેમિકને બ્લડમાં શુગરની માત્રાને ઓછી કરવા માટે ઓળખવામાં આવે છે.

આ પણ વાંચો, Earn Money: લાખના બાર હજાર નહીં, 12 લાખ કરી આપ્યા આ સ્ટોકે, જાણો કઈ રીતે થયો રોકાણકારોને લાભ



કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે છે

શરીરમાં કોલેસ્ટ્રોલ(Cholesterol)ને કંટ્રોલ કરવામાં પણ મેથી દાણા મદદ કરે છે. મેથીના દાણામાં નારિંગેનિન નામક ફ્લેવોનોઇડ (Naringenin Flavonoid) હોય છે જે બ્લડમાં લિપિડના લેવલને ઓછું કરવામાં મદદ કરે છે. આ સાથે જ તેમાં એન્ટી-ઓક્સિડેન્ટ ગુણ પણ મળે છે જે વધેલા કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે.
First published: