દરરોજના ખોરાકમાં આટલી વસ્તુઓ કરો સામેલ, તબિયત રહેશે ટનાટન

Image Credit : Pixabay

કોરોના મહામારીના કારણે લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધી છે. લોકો પોતાની જાતને તંદુરસ્ત અને ફીટ રાખવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. હવે આરોગ્યને લઇને લોકો કોઈપણ જાતની બેદરકારી દાખવવા માંગતા નથી

  • Share this:
Healthy Meal Plans For Summer : કોરોના મહામારીના કારણે લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધી છે. લોકો પોતાની જાતને તંદુરસ્ત અને ફીટ રાખવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. હવે આરોગ્યને લઇને લોકો કોઈપણ જાતની બેદરકારી દાખવવા માંગતા નથી. આવી સ્થિતિમાં તંદુરસ્ત રહેવા માટે આરોગ્યપ્રદ ખોરાક વધુ મહત્વનો માનવામાં આવે છે. પોષક તત્વોથી ભરપૂર ભોજન આપણને તંદુરસ્ત રાખવાની સાથે અનેક બીમારીઓથી પણ બચાવે છે. આપણા રસોડામાં પોષકતત્વથી ભરપૂર ઘણી એવી વસ્તુઓ છે, જેને આપણે ડાયટમાં સામેલ કરી શકીએ છીએ. તો ચાલો, રસોડામાં રહેલી કઈ વસ્તુઓનું દરરોજ સેવન કરવાથી આપણે ઉનાળાની ઋતુમાં ફિટ અને હેલ્ધી રઈ શકીએ? તે અંગે જાણીએ.

તંદુરસ્ત રહેવા આ વસ્તુઓનું સેવન કરો

બાજરો

સ્વાસ્થ્ય માટે બાજરો ખૂબ સારો માનવામાં આવે છે. તેમાં પ્રોટીન, ફાઇબર, વિટામિન અને મિનરલ્સનું પ્રમાણ ખૂબ વધુ હોય છે. વજન ઘટાડવા માટે અને તંદુરસ્ત રહેવા માટે બાજરો મદદરૂપ થઈ શકે છે. બાજરો લગભગ દરેક વ્યક્તિના ઘરમાં જોવા મળે છે.

દહીં

ઉનાળાની ઋતુમાં દહીંનું સેવન આરોગ્ય માટે ખૂબ સારું માનવામાં આવે છે. દહીંમાં કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિનમાં પણ મળી આવે છે. જો દહીંનું સેવન નિયમિતપણે કરવામાં આવે તો તે હાડકાઓ અને સ્નાયુઓને મજબૂત બને છે. તેમાં હાજર ગુડ બેક્ટેરિયા આંતરડાને સ્વસ્થ રાખે છે. જેના કારણે રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે.

આ પણ વાંચો - Explained: એક સમયના ઠંડાગાર સાઈબેરિયાનું તાપમાન પટના અને નાસિક જેટલું શા માટે થઈ ગયું?

દાળ

મોટા ભાગના ઘરમાં દાળનું સેવન દરરોજ થાય છે. દાળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં પ્રોટીન વિટામિન A, B, C અને મેગ્નેશિયમ તથા આયરનનું ભરપૂર પ્રમાણમાં હોય છે. આટલા બધા ગુણના કારણે દાળનું સેવન આપણા શરીરની તમામ જરૂરિયાતો પૂરી કરવા સક્ષમ છે.

હળદર

હળદરમાં એન્ટિસેપ્ટિક અને એન્ટીઇનફલામેશન ગુણ હોય છે. તેમજ બાયોએક્ટિવ કમ્પાઉન્ડ અને કરક્યુમિન પણ જોવા મળે છે. જેનાથી શરીર અનેક પ્રકારના વાયરસથી બચી જાય છે. હળદરને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

ઓટમિલ

જો નાસ્તામાં ઓટમીલનું સેવન કરવામાં આવે તો તેનાથી વજનને કન્ટ્રોલમાં રાખવા અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવામાં મદદ મળે છે. ઓટમિલમાં ઘણા પોષક તત્વો હોય છે જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

(Disclaimer: આ લેખમાં આપેલી માહિતી અને સૂચનો સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યૂઝ18 આની પુષ્ટિ કરતું નથી. તેનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતોનો સંપર્ક કરો.)
First published: