Home /News /lifestyle /

30થી 40ની ઉંમરના સ્ત્રી-પુરૂષોએ અપનાવવી જોઈએ આ હેલ્થી ડાઇટિંગ હેબિટ, જાણો શું કહે છે એક્સપર્ટ

30થી 40ની ઉંમરના સ્ત્રી-પુરૂષોએ અપનાવવી જોઈએ આ હેલ્થી ડાઇટિંગ હેબિટ, જાણો શું કહે છે એક્સપર્ટ

30થી 40ની ઉંમરના સ્ત્રી-પુરૂષોએ અપનાવવી જોઈએ આ હેલ્થી ડાઇટિંગ હેબિટ

Healthy Diet Tips: જ્યારે પ્રોટીનના વિકલ્પોની વાત આવે છે, ત્યારે વિવિધ પ્રકારના પ્રોટીનની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે, જેમાં માંસ, ચિકન, સીફૂડ અને છોડ આધારિત ખોરાક, જેમ કે કઠોળ, વટાણા અને સોયા ઉત્પાદનોનો સમાવેશ કરવો જોઈએ.

  Healthy Dieting Habit: દરેક વ્યક્તિએ પોતાનું યોગ્ય સ્વાસ્થ્ય અને તંદુરસ્તી જાળવવા માટે સંતુલિત આહાર લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેમ જેમ આપણી ઉંમર વધે છે, તેમ-તેમ પૌષ્ટિક અને આરોગ્યપ્રદ ખોરાક લેવો ખૂબ જરૂરી છે. કારણ કે તે લાંબી બીમારીઓને રોકવામાં મદદ કરી શકે છે. આ સાથે તે દરેક દિવસની દોડધામ માટે વ્યક્તિની એનર્જિ જાળવી રાખવામાં પણ મદદ કરે છે. 30થી 40 વર્ષની ઉંમર એવી છે, જ્યાં તમારે તમારા આહારનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ, જેથી ભવિષ્યમાં તમે શારીરિક રીતે ફિટ રહી શકો.

  આવો જાણીએ ઉંમરના આ તબક્કે ખોરાક શું હોવો જોઈએ, કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને કઈ ન ખાવી જોઈએ?


  આપણા ખોરાકમાં શું શુ હોવું જોઈએ?


  ફોર્ટિસ એસએલ રાહેજા હોસ્પિટલ (માહિમ, મુંબઈ)ની એચઓડી-ડાયટેટીક્સ રાજેશ્વરી વી શેટ્ટી કહે છે કે, જ્યારે તમે તમારા 30થી 40ના દાયકાની ઉંમરમાંથી પસાર થઈ રહ્યા હોવ, ત્યારે યોગ્ય પૌષ્ટિક ખોરાક લેવો અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે તમને સમગ્ર દિવસ દરમિયાન ઊર્જાની જરૂર હોય છે, અને તે ઉર્જા ભોજનથી જ મેળવી શકો છો. સારો ખોરાક મનને બળ આપે છે અને માનસિક અને શારીરિક ક્ષમતાઓનો સંપૂર્ણ લાભ લેવામાં મદદ કરે છે. આ વય જૂથ અનુસાર કેટલી કેલરીની જરૂર છે, તે વજન, ઊંચાઈ, સ્નાયુ સમૂહ અને તમારા કામના સ્તર પર આધારિત છે.

  આ પણ વાંચો: વધુ પડતી ખુશી વખતે આંખમાંથી આંસુ કેમ નીકળે છે? જાણો તેની પાછળનું રોચક વિજ્ઞાન

  ખોરાક પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો


  તંદુરસ્તી આપનાર ખોરાકની પસંદગી કરો:


  રાજેશ્વરી વી. શેટ્ટી કહે છે કે, જ્યારે પ્રોટીનના વિકલ્પોની વાત આવે છે, ત્યારે વિવિધ પ્રકારના પ્રોટીનની પસંદગી કરવી મહત્વપૂર્ણ છે, જેમાં માંસ, ચિકન, સીફૂડ અને છોડ આધારિત ખોરાક, જેમ કે કઠોળ, વટાણા અને સોયા ઉત્પાદનોનો સમાવેશ કરવો જોઈએ.

  તમારા આહારમાં ફેટ કે ચરબીનું પ્રમાણ ઓછું કરો:


  ઉચ્ચ ચરબીવાળા માંસ, સંપૂર્ણ ચરબીવાળા ડેરી ઉત્પાદનો અને તળેલા ખોરાકમાંથી મળતી સંતૃપ્ત ચરબી ખતરનાક બની શકે છે. ખાસ કરીને જ્યારે દૈનિક ધોરણે સેવન કરવામાં આવે છે. તેના બદલે હૃદયને તંદુરસ્તી આપનાર જેતૂનનું તેલ, ચોખામાંથી બનતું બ્રાન તેલ લેવું જોઈએ. બદામ અને બીજવાળા સુકામેવા આપણા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે એકંદરે સારા છે. પુરૂષો અને સ્ત્રીઓ બંનેએ આખા અનાજ, ફળો, શાકભાજી, ઓછી ચરબી અથવા ચરબી રહિત ડેરી અને સંપૂર્ણ પ્રોટીન સહિતવાળા ખાદ્ય જૂથોમાંથી વિવિધ પ્રકારના ખોરાકનો સમાવેશ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

  સંતુલિત આહાર લેવો:


  અલગ અલગ પ્રકારના રોગોના જોખમને ઘટાડવા માટે પોષણથી ભરપૂર વિવિધ ખાદ્ય ખોરાકો નો સમાવેશ કરવો મહત્વપૂર્ણ છે. લિંગને ધ્યાનમાં લીધા વિના, પુરુષો અને સ્ત્રીઓ બંનેએ એવા ખોરાક ખાવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જે પર્યાપ્ત માત્રામાં વિટામિન્સ, મિનરલ્સ, ડાયેટરી ફાઇબર્સ અને ફાયટોન્યુટ્રિઅન્ટ્સ પ્રદાન કરે છે. સ્વસ્થ આહારમાં અનાજ, બ્રાઉન રાઇસ, ઓટ્સ, ઓછી ચરબીવાળા અથવા ચરબી રહિત ડેરી ઉત્પાદનોનો સમાવેશ થાય છે. તેમાં દૂધ, દહીં, ચીઝ, કેલ્શિયમ-ફોર્ટિફાઇડ સોયા દૂધ, પ્રોટીનયુક્ત ખોરાક જેવા કે માંસ, મરઘાં, માછલી, સીફૂડ, ઇંડા, કઠોળ, ટોફુ, મોસમી ફળો અને શાકભાજી સાથે બદામ જેવા સુકામેવા અને બીજનો સમાવેશ થાય છે.

  આયર્નથી ભરપૂર ખોરાક અવશ્ય લેવું :


  વ્યક્તિના ઉત્તમ સ્વાસ્થ્ય માટે આયર્ન ખૂબ જ જરૂરી છે. જોકે, સ્ત્રીઓ માટે આયર્નનું સેવન તેમના જીવનના વિવિધ તબક્કાઓ અનુસાર ગોઠવવું જરૂરી છે, જેમ કે સગર્ભાવસ્થા દરમિયાન આયર્નની વધુ જરૂરિયાત અને મેનોપોઝ પર પહોંચ્યા પછી ઓછી માત્રામાં કેટલાક ખોરાક કે જે આયર્ન પ્રદાન કરે છે, તેમાં લાલ માંસ, ચિકન, ટર્કી,માછલી,પાલક,સોયાબીન અને કઠોળનો સમાવેશ થાય છે. ઉપરાંત, છોડ આધારિત સ્ત્રોતોમાંથી આયર્ન, જ્યારે વિટામિન-સી ખોરાક સાથે ખાવામાં આવે છે, ત્યારે તે શરીર દ્વારા સરળતાથી પચી જાય છે.

  કેલ્શિયમ અને વિટામિન ડી શામેલ કરો:


  તંદુરસ્ત હાડકાં અને દાંત માટે સ્ત્રીઓ અને પુરુષોને દરરોજ વિવિધ પ્રકારના કેલ્શિયમયુક્ત ખોરાકની જરૂર હોય છે. કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવે છે અને ઓસ્ટીયોપોરોસીસનું જોખમ ઘટાડે છે (એક હાડકાનો રોગ જેના કારણે હાડકાં નબળા પડી જાય છે અને સરળતાથી તૂટી જાય છે).

  કેટલાક કેલ્શિયમ-યુક્ત ખોરાકમાં ઓછી ચરબીવાળું અથવા ચરબી રહિત દૂધ, દહીં, ચીઝ, ટોફુ, સોયાબીન, તલ, લીલા પાંદડાવાળા શાકભાજી અને કેલ્શિયમ-ફોર્ટિફાઇડ ખોરાક અને પીણાંનો સમાવેશ થાય છે, જેમ કે છોડ આધારિત દૂધના વિકલ્પ અને અનાજ. જેમ જેમ સ્ત્રીઓની ઉંમર વધે છે, તેમ તેમ કેલ્શિયમ અને વિટામિન ડી બંનેની જરૂરિયાત વધે છે. તેથી ચરબીયુક્ત માછલી, જેમ કે સૅલ્મોન, ઇંડા અને ફોર્ટિફાઇડ ખોરાક અને પીણાં જેવા કે દૂધ અને કેટલાક છોડ આધારિત દૂધના વિકલ્પ, વિટામિન ડી અને દહીંનો સમાવેશ કરવો જોઈએ.

  ખાંડ, સેચુરેટેડ ફેટ કે ચરબી અને દારૂ નું સેવન ઓછું કરો:


  પ્રોસેસ્ડ ફૂડ અને આલ્કોહોલનું પ્રસંગોપાત સેવન કરવું ઠીક છે, પરંતુ તે સમજવું અગત્યનું છે કે તે તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે, ખાસ કરીને જ્યારે નિયમિતપણે તેનું સેવન કરો. એટલે દારૂ કે સેક્યુરેટેડ ફેટવાળા ખોરાક બને ત્યાં સુધી ટાળવા જોઈએ.

  કેલરીનું સેવન સંતુલિત કરો.


  સ્ત્રીઓમાં સામાન્ય રીતે સ્નાયુનું પ્રમાણ ઓછું હોય છે, શરીરમાં ચરબીનું પ્રમાણ વધુ હોય છે અને પુરુષોની સરખામણીએ ઊંચાઈ ઓછી હોય છે, તેથી તેઓએ યોગ્ય શરીરનું વજન અને પ્રવૃત્તિનું સ્તર જાળવી રાખવું જોઈએ અને તે માટે ઓછી કેલરીની જરૂર પડી શકે છે.

  આ પણ વાંચો: Photos: 41ની થઇ શ્વેતા તિવારી, ઘટાડ્યું 10 કિલો વજન, જાણો તેની વેઇટ લોસ જર્ની વિશે

  એક્ટિવ રહો:


  ​​શારીરિક રીતે સક્રિય રહેવું અને કસરત કરવી મહત્વપૂર્ણ છે. સ્નાયુઓની મજબૂતી, સંતુલન, લચીલાપણું અને તણાવ દૂર રાખવા માટે નિયમિત શારીરિક પ્રવૃત્તિ જરૂરી છે. આવી સ્થિતિમાં અઠવાડિયામાં ઓછામાં ઓછી 180 મિનિટની કસરત કરવાની સલાહ આપવામાં આવે છે.
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Lifestyle, આરોગ્ય

  આગામી સમાચાર