કોબીજના પાનનો ઉપયોગ તમે આ 5 રીતે પણ કરી શકો છો

 • Share this:
  લીલાં અને પત્તેદાર શાકભાજીમાં ઘણાં પોષકતત્વો હોય છે. તેમજ તેનું શાક પણ યોગ્ય રીતે અને યોગ્ય મસાલા ઉમેરીને બનાવવામાં આવે તો તેના સ્વાદમાં પણ બમણો વધારે થઈ જાય છે. તોવી જ રીતે કોબીજ પણ એક એવું શાક છે જે ઘણું ગુણકારી છે. તેમાં પાણી વધારે રહેલું હોવાથી સલાડમાં કોબીજનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવે તો પેટ પણ જલદી ભરાઈ જાય છે અને વજન ઉતારવામાં પણ ઘણું ફાયદાકારક સાબિત થાય છે. તો ચાલો આજે આપને જણાવીએ કે કોબીજનો ઉપયોગ તમે કેવી કેવી રીતે કરી શકો છો..

  કોબીજના પાનનો ઉપયોગ તમે આ રીતે પણ કરી શકો છો

  • ઉપમા બનાવતી વખતે તેમાં ઝીણી સમારેલી કોબીજ નાખવાથી ઉપમા વધુ સ્વાદિષ્ટ અને હેલ્ધી બની જશે.

  • કોબીજના પાનને બાફીને તેને સમારીને તેમાં ચણાનો લોટ, મીઠું, મરચું, હળદર ઉમેરી તેને તળીને મિક્સરમાં તેની ગ્રેવી બનાવી તેમાં આ ભજિયા નાખવા. કોબીના કોફ્તા તૈયાર થશે.

  • કોબીના પાનનો ઉપયોગ વેજીટેબલ રોલ્સ બનાવવા કરી શકાય.

  • સ્વાદિષ્ટ રાયતું બનાવવા માટે સલાડમાં કોબીજને ઝીણી સમારીને તેમાં વલોવેલું દહીં, મીઠું, મરચું, શેકેલો જીરું પાવડર નાખી સર્વ કરો.

  • દૂધીના થેપલા કે મૂઠીયા બનાવવામાં ઝીણી સમારેલી કોબીજ ઉમેરી તેનાં પરાઠા કે મુઠિયા બનાવી શકાય.

  Published by:Bansari Shah
  First published: