Home /News /lifestyle /

healthTips: સાંજે 7 વાગ્યા પહેલા જમવાથી થશે આ ફાયદા, બદલી જશે તમારી લાઈફ

healthTips: સાંજે 7 વાગ્યા પહેલા જમવાથી થશે આ ફાયદા, બદલી જશે તમારી લાઈફ

પ્રતિકાત્મક તસવીર

બને તો સાંજે 7 વાગ્યા પહેલા જમી લેવાની કોશિશ કરો. અને જો તમે આવું કરી શકો છો તો તમને આપો આપ તમારા શરીરમાં થતા ચમત્કાર જોવા મળશે. જેમ કે ઉંઘ વ્યવસ્થિત થવી, વજન ઓછો થવો, આગળના દિવસે એનર્જી બનેલી રહે.

    લાઈફ સ્ટાઈલઃ બધા લોકો એવું ઇચ્છતા હોય કે તેઓ હેલ્ધી રહે. પરંતુ તમારી દિનચર્યા પર તમારી તંદુરસ્તી આધાર રાખે છે. (lifestyle) જેથી સવારે નાસ્તાથી લઈને રાતના જમવા (Food habbit) સુધીનું પ્લાનિંગ કરો. (healthtips) બને તો સાંજે 7 વાગ્યા પહેલા જમી લેવાની કોશિશ કરો. અને જો તમે આવું કરી શકો છો તો તમને આપો આપ તમારા શરીરમાં થતા ચમત્કાર જોવા મળશે. જેમ કે ઉંઘ વ્યવસ્થિત થવી, વજન ઓછો થવો, આગળના દિવસે એનર્જી બનેલી રહે. આવો એવા જ કેટલાક પોઈન્ટ્સ પર નજર કરીએ જેનાથી તમારી તંદુરસ્તી જળવાયેલી રહેશે.

    થશે આટલા બધા ફાયદા

    • વજન ઓછો કરવા માટે સાંજે 7 વાગ્યા પહેલા જમી લેવું, ધ્યાન રાખવું કે રાત્રે કંઈ હેવી ચીજ ન ખાવી. એક્સ્ટ્રા કેલેરિઝ તમારી તંદુરસ્તીને નુકસાન પહોંચાડી શકે છે.

    • સાંજે વહેલા જમવાથી એસીડીટી અને છાતીમાં થતી બળતરા દુર થશે.

    • આગળના દિવસે એનર્ઝિટક ફીલ કરવા માટે સાંજે વહેલા જમવું ફાયદાકારક છે.

    • પેટમાં હળવાસ અનુભવવી હોય તો સાંજે વહેલું જમી લેવું.

    • આગળના દિવસની શરૂઆત સારી રીતે કરવી હોય તો સાંજે 7 વાગ્યા પહેલા જમવું બેસ્ટ વિકલ્પ છે.

    • દિવસ દરમિયાન થાકી ગયા બાદ આપણને આપણો બેડ જ દેખાતો હોય છે એવામાં તમે સાંજે વહેલા જમીને સુઈ જાવ તો ઉંઘ ખુબ સરસ રીતે આવી જશે.

    • કહેવાય છે કે જમ્યા પછી તરત જ ન સુવુ જોઈએ. કારણ કે તેનાથી આપણું જમવાનું વ્યવસ્થિત પચી શકતું નથી. જેના કારણે તમે બિમાર પડી શકો છો.

    • આથી સાંજે વહેલા જમી લેવું જોઈએ. જેથી પાચન વ્યવસ્થિત રીતે થાય.

    • જમવાનું વ્યવસ્થિત પચી જાય તો તમારૂ હાર્ટ પણ હેલ્ધી રહેશે.

    • પેટની બિમારીનું સૌથી મોટું કારણ છે મોડી રાત્રે જમવું. જો તમે સાચા સમયે જમવાનું લો છો તો તમને પેટની બિમારીઓથી છુટકારો મળી શકે છે.

    Published by:ankit patel
    First published:

    Tags: Dinner, HealthTips

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन