HealthTips: દાંતનાં દુખાવાથી માંડી શરદી-ખાંસીની માટે અક્સીર છે આ વસ્તુ

News18 Gujarati
Updated: February 17, 2020, 11:06 PM IST
HealthTips: દાંતનાં દુખાવાથી માંડી શરદી-ખાંસીની માટે અક્સીર છે આ વસ્તુ
પ્રતિકાત્મક તસવીર

સામાન્ય લાગતા આ મસાલા આપણી ઘણી બીમારીઓને જડમૂળમાંથી હટાવવાની તાકાત ધરાવે છે. ત્યારે આજે આપણે વાત કરીએ રસોડામાં સહેલાઇથી મળી જતી લવિંગ વિશે.

  • Share this:
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આપણાં રસોડમાં (home remedis) જ એવી ઘણી વસ્તુઓ છે જે આપણી મોટાભાગની બીમારીઓનો રામબાણ ઇલાજ છે. જી હાં સામાન્ય લાગતા આ મસાલા આપણી ઘણી બીમારીઓને જડમૂળમાંથી હટાવવાની તાકાત ધરાવે છે. ત્યારે આજે આપણે વાત કરીએ રસોડામાં સહેલાઇથી મળી જતી લવિંગ (Clove) વિશે. health tips

આપનાવો આ રીત


  • જો પેટની કોઇપણ પ્રકારની સમસ્યા હોય તો તે લવિંગનાં સેવનથી દૂર થાય છે.
    પાચ ક્રિયા, ગેસની તકલીફ જેવી સમસ્યાને દૂર કરે છે લવિંગ

  • જો ગેસની સમસ્યા હોય તો એક કપ ઉકળતા પાણીમાં 2 લવિંગ ઉમેરો પાણી ઠંડુ થાય એટલે પી લો. આ પ્રક્રિયાથી આપને અવશ્ય ફાયદો થશે
  • દાંતમાં દુખાવો છે તો લીંબૂના રસમાં 2 લવિંગ વાટીને દુખનારા દાંત પર લગાવી દો. તેનથી દાંતનો દુખાવો દૂર થઈ જશે.

  • જો શરદી-ખાંસી કે તાવ આવતો હોય તો 1 ગ્લાસ હુફાળાં પાણીમાં લવિંગનો પાવડર મિક્સ કરીને પીવાથી ફાયદો થશે.

  • ખુબ ખાંસી આવતી હોય તો મોં માં લવિંગ રાખવાથી ખાંસી આવતી બંધ થઇ જશે.

  • જો મોઢામાં ચાંદા પડ્યા હોય તો લવિંગ રાખવાથી ફાયદો થશે

  • ગળાનો સોજો અને ગરદન પર દુખાવો થતા લવિંગના તેલનો ઉપયોગ કરો. તેનાથી આરામ મળશે.

  • લવિંગને તવા પર હલકા સોનેરી થતા સુધી સેકો અને ચાવો. તેનાથી મોઢાની દુર્ગંધ દૂર થઈ જશે.

First published: February 17, 2020, 11:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading