Home /News /lifestyle /જાણો શું છે ઝોમ્બી વાયરસ, શું ખરેખર આ વાયરસ માણસો માટે ખતરનાક સાબિત થશે?
જાણો શું છે ઝોમ્બી વાયરસ, શું ખરેખર આ વાયરસ માણસો માટે ખતરનાક સાબિત થશે?
જાણો ઝોમ્બી વાયરસ વિશે
Zombie virus: ઝોમ્બી વાયરસની હાલમાં ચારેબાજુ ચર્ચાઓ ચાલી રહી છે. કોરોના પછી હાલમાં લોકો આ વાયરસની ચર્ચાઓ કરી રહ્યા છે. ઝોમ્બી વાયરસ શું છે અને માણસોને એટેક કરી કે નહીં એ વિશે જાણો તમે પણ.
Zombie virus news: કોરોના વાયરસ પછી અચાનક ઝોમ્બી વાયરસ પર વાત શરૂ થઇ ગઇ છે. જો કે આ વાયરસ બરફથી ભરેલા સાઇબેરિયા વિસ્તારમાં 48500 વર્ષથી દબાયેલુ હતુ અને હવે એ બહાર આવી ગયો છે. આ જળવાયુ પરિવર્તનને કારણે બહાર આવ્યુ છે. વૈજ્ઞાનિકોનું માનવુ છે કે જળવાયુ પરિવર્તનને કારણે ગરમી વધી રહી છે અને આનાથી બરફ પીગળે છે જેના કારણે આપોઆપ જ આ વાયરસ બહાર આવી રહ્યો છે. પરંતુ સવાલ એ થાય છે કે આનું નામ ઝોમ્બી વાયરસ કેમ છે અને આ વાયરસ આપણાં માટે ખતરનાક સાબિત થાય કે નહીં? તો જાણો આ વિશે તમે પણ વધુમાં..
શોધકર્તાઓનું માનીએ તો ઝોમ્બી વાયરસ અમીબા જેવા પરજીવી સાથે જોડાયેલો હોઇ શકે છે જે માણસો માટે સંક્રામક વાયરસની શ્રેણીમાં રાખી શકાતો નખી. પરંતુ આ અમીબામાં સંક્રમણનું કારણ બની શકે છે અને આને લઇને વૈજ્ઞાનિકોનું પણ કહેવુ છે કે આ જાનવરો અને ફુલ-છોડમાં કોઇ પણ પ્રકારના સંક્રમણને કારણે રહ્યા હશે.
શું માણસોને આ વાયરસથી નુકસાન થાય?
એક તરફ વૈજ્ઞાનિકો આને ફુલ-છોડ અને જૂના જાનવરોની બીમારીઓ અને સંક્રમણ સાથે જોડાયેલ હોય એમ જોઇ રહ્યા છે. જ્યારે આગળ વાત કરીને માણસોની કરીએ તો એ પ્રભાવિત કરી શકે છે.
આ સાથે જ કેટલાક વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે આ સ્મોલપોક્સનું એક જેનેટિક સ્ટ્રક્ચર જેવા છે જેને લઇને અનુમાન કરવામાં આવે છે કે આ બરફમાં દબાયેલા હતા. જ્યારે બરફ પીગળી છે ત્યારે આ બહાર આયા છે અને ઝાડ-પાન તેમજ પક્ષીઓમાં ફેલાઇ શકે છે અને આગળ વધીને સંક્રમણનું કારણ પણ બની શકે છે.
શું વાયરસથી ચિંતા કરવી જોઇએ?
માણસો આ વાયરસને લઇને હાલમાં કોઇ ચિંતા કરવાની જરૂર નથી. તમને જણાવી દઇએ કે આ વાયરસ માણસને સીધી રીતે એટેક કરતુ નથી, પરંતુ આગળ વધીને કોરોનાની જેમ પક્ષીઓમાંથી ફેલાવીને ઝૂનોટિક વાયરસ બની શકે છે અને પછી માણસો સુધી પહોંચી શકે છે, પરંતુ આ વિશે માણસોને હાલમાં કોઇ ચિંતા કરવાની જરૂર નથી. આ માણસોથી હજુ ઘણો દૂર છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર