લાઇફ સ્ટાઇલ ડેસ્ક: ઠંડીની સિઝન શરૂ થઇ છે ત્યાં અનેક લોકો સ્વાસ્થ્યને સારું રાખવા માટે અનેક ઘણી મહેનત તેમજ ખોરાકમાં બદલાવ લાવતા હોય છે. ખાસ કરીને દહીંથી લઇને ઘણી વસ્તુઓ એવી હોય છે જેનું સેવન કરવાથી અનેક લોકો બચતા હોય છે. ઘણાં લોકો માને છે કે શિયાળામાં દહીં ખાવાથી શરદી તેમજ બીજી તકલીફ થાય. પરંતુ શું ખરેખર શિયાળામાં દહીં ખાવાથી શરદી તેમજ હેલ્થને કોઇ નુકસાન થાય? એક્સપર્ટ અનુસાર દહીંની તાસીર ઠંડી હોય છે એ વાત સાચી પરંતુ એક વાત મહત્વની એક્સપર્ટ એ જણાવે છે કે શિયાળામાં દહીં ખાવાથી તમારી ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત થાય છે અને સાથે શરીરને પણ ફાયદો પહોંચે છે. તો જાણો તમે પણ તમે પણ શિયાળામાં દહીં ખાવાથી હેલ્થને થતા આ ફાયદાઓ વિશે.
શિયાળામાં તમે રોજ દહીં ખાઓ છો તો પાચન સંબંધીત સમસ્યાઓમાંથી રાહત મળે છે. દહીં ખાવાથી શરીરમાં પીએચ સ્તર વઘે છે. તમે શિયાળામાં પાચન શક્તિ મજબૂત બનાવવા ઇચ્છો છો તો રોજ બપોરના સમયે દહીં ખાઓ. આ વાતાવરણમાં દહીં ખાવાથી પાચન સારું થાય છે.
શિયાળામાં રોજ બપોર તમે દહીં ખાઓ છો તો હાડકા મજબૂત બને છે. દહીંમાં કેલ્શિયમનું પ્રમાણ સારું હોય છે જે હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે. આ સિવાય હાડકાઓમાં થતો દુખાવો ઓછુ થાય છે.
શિયાળામાં બેક્ટેરિયલ સમસ્યાઓ વધારે થાય છે. એવામાં જો તમે રોજ બપોરે જમતી વખતે દહીં ખાઓ છો તો તમે આ બીમારીઓથી બચી જાવો છો. દહીંમાં વિટામીન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન જેવા પોષક તત્વો હોય છે જે ઠંડીમાં થતી સમસ્યાઓને દૂર કરવાનું કામ કરે છે.
દહીં તમે રેગ્યુલર ખાઓ છો તો સ્કિન પર મસ્ત નિખાર આવે છે. દહીમાં મોઇસ્યુરાઇઝિંગ ગુણ હોય છે જે ત્વચા પર નિખાર લાવવાનું કામ કરે છે. આ સિવાય તમે રેગ્યુલર દહીં ખાઓ છો તો બ્લેકહેડ્સ જેવી સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. દહીં ખાવાથી સ્કિન મસ્ત નિખરી આવે છે.
તમારા વાળ બહુ ખરે છે તો તમે દહીંનું સેવન કરો. દહીંમાં કેલ્શિયમનું પ્રમાણ સારું હોય છે જે ખરતા વાળ બંધ કરવાનું કામ કરે છે.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર