Home /News /lifestyle /કાબુલી ચણાને ડાયટમાં સામેલ કરો, બ્લડ સુગર કંટ્રોલમાં રહેશે અને સાથે થશે આ 4 મોટા ફાયદાઓ
કાબુલી ચણાને ડાયટમાં સામેલ કરો, બ્લડ સુગર કંટ્રોલમાં રહેશે અને સાથે થશે આ 4 મોટા ફાયદાઓ
બ્લડ પ્રેશર કંટ્રોલ કરે
Chickpeas Health Benefits: ચણા હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. તમે રોજ સવારમાં એક મુઠ્ઠી ચણા ખાઓ છો તો અનેક બીમારીઓથી તમે દૂર રહો છો. આ ચણા અનેક બીમારીઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. તમારે એક મુઠ્ઠી ચણા બાળકોને પણ ખવડાવવા જોઇએ.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: શાકાહારી લોકો માટે કાબુલી ચણા કે કોઇ પણ ચણા પ્રોટીનનો સારામાં સારો સ્ત્રોત છે. ચણા ખાવાથી શરીરને અનેક પ્રકારના પોષક તત્વો મળી રહે છે. તમે સલાડ, શાક તેમજ બીજી અનેક રીતે ચણાનું સેવન કરી શકો છો. ચણા પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે. વાત ન્યુટ્રિએન્ટ્સની કરીએ તો કાબુલી ચણામાં વિટામીન્સ, મિનરલ્સ અને ફાઇબરથી ભરપૂર હોય છે. આ સાથે જ કાબુલી ચણાના અનેક હેલ્થ બેનિફિટ્સ છે. હેલ્થલાઇન અનુસાર ચણા તમે ડિશમાં આપો છો તો પણ મસ્ત લાગે છે. આ વીગન અને શાકાહારી લોકો માટે પ્રોટીનનો સૌથી સારો સ્ત્રોત છે. તો જાણો તમે પણ કાબુલી ચણા આહારમાં શામેલ કરવાથી હેલ્થને થતા આ ફાયદાઓ વિશે.
વેબએમડીનું માનીએ તો કાબુલી ચણામાં ગ્લિસેમિક ઇન્ડેક્સ હોય છે. આ સાથે જ આપણાં શરીરમાં ધીરે-ધીરે ડાયજેસ્ટ અને એબ્ઝોર્બ કરે છે. આ સાથે જ ચણામાં એક સ્ટાર્ચ હોય છે જે ધીરે-ધીરે ડાયજેસ્ટ થાય છે. આ બે વસ્તુથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે.
ચણામાં હાઇટ્રી ફાઇબરની માત્રા સારી હોય છે જેના કારણે ગુડ બેક્ટેરિયા બ્રેક ડાઉન થાય છે જેથી કરીને આપણી કોલન ડાયજેસ્ટ કરે છે. આ સાથે જ ચણાનું સેવન કરવાથી બોવેલ મુમેન્ટ પણ સારી રહે છે.
સોલ્યુબલ ફાઇબર ગટ હેલ્થ માટે સારું સાબિત થાય છે. આનાથી ટોટલ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ લો રહે છે જેના કારણે હાર્ટ ડિસીઝનું જોખમ ઓછુ રહે છે.
ચણા ખાવાથી શરીર શાર્ટ ચેન ફેટી એસિડ જેને બ્યુટાયરેટ (butyrate) કહેવામાં આવે છે જેને આ બનાવે છે. એવું માનવામાં આવે છે કે બ્યુટાયરેટ સિક અને નષ્ટ થયેલા સેલ્સમાંથી છૂટકારો મેળવવામાં મદદ કરે છે જેના કારણે કોલોરેક્ટલ કેન્સરનું જોખમ ઓછુ રહે છે.
ચણા ખાવાથી મેન્ટલ હેલ્થ બુસ્ટ થાય છે. આમાં કોલીન હોય છે જે એ ન્યુટ્રિએન્ટ છે જે મેમરી, મુડ, મસલ્સ કંટ્રોલ અને બીજા બ્રેન તેમજ નર્વસ સિસ્ટમ એક્ટિવિટી માટે જરૂરી કેમિકલ બનાવવામાં મદદ કરે છે. આ માટે દરેક લોકોએ દરરોજ એક મુઠ્ઠી ચણા ખાવા જોઇએ.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર