Home /News /lifestyle /જાડું લોહી પાતળુ કરવા આ 4 દેસી ઉપાયો છે અસરકારક, એક પણ દવા નહીં લેવી પડે
જાડું લોહી પાતળુ કરવા આ 4 દેસી ઉપાયો છે અસરકારક, એક પણ દવા નહીં લેવી પડે
જાડું લોહી પાતળુ કરો
Blood Thinner: આજનાં આ સમયમાં નાની ઉંમરના લોકોને પણ હાર્ટ એટેક આવે છે. જો કે હાર્ટ એટેક આવવા પાછળ અનેક કારણો જવાબદાર છે. હાર્ટ એટેકમાં મોટાભાગે લોહી જાડુ થઇ જતુ હોય છે જેેને પાતળુ કરવુ ખૂબ જરૂરી છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: સ્વસ્થ શરીર માટે હાર્ટને સારું રાખવું ખૂબ જરૂરી છે. આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન બરાબર રાખી શકતા નથી. શરીરમાં એક બીમારી એન્ટ્રી કરે એ પછી અનેક બીમારીઓને આમત્રંણ મળે છે. એમાંથી જો વાત કરીએ તો બ્રેન સ્ટોક તેમજ હાર્ટ એટેકનો ખતરો આજકાલ બહુ વધી રહ્યો છે. આજના આ સમયમાં નાની ઉંમરના લોકોને પણ હાર્ટ એટેક આવે છે. હાર્ટ એટેક આવવા પાછળ એક નહીં પરંતુ અનેક કારણો જવાબદાર છે. આ માટે દરેક વ્યક્તિએ હાર્ટને સારું રાખવુ ખૂબ જરૂરી છે. લોહી જાડુ થવાને કારણે ઓક્સીજન તમારા શરીરના અંગો સુધી પહોંચી શકતુ નથી જેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે. તો ઘરે બેઠા જાણો તમે પણ આ સમસ્યાનો ઇલાજ.
તજમાં કોમરિન નામનું તત્વ હોય છે જે લોહીને પાતળુ કરવાનો ગુણ ધરાવે છે. તજના સેવનથી પૂરા શરીરમાં બ્લડ સર્કુલેશનમાં સુધારો થાય છે. વધારે માત્રામાં કોમરિન લિવર પર અસર પહોંચાડી શકે છે. આ માટે જરૂરી છે કે તજનો ઉપયોગ પણ પ્રમાણમાં કરવો.
પાણી
ઘણાં લોકો દિવસ દરમિયાન બહુ ઓછુ પાણી પીતા હોય છે. ઓછુ પાણી પીવાની તમને પણ આદત છે તો તમારે આ બદલવાની જરૂર છે. દરેક વ્યક્તિએ દિવસમાં 1-2 લીટર પાણી પીવું જોઇએ. આપણાં શરીરનો મોટો ભાગ પાણીનો છે. બોડીને ડિટોક્સ કરવા માટે દરેક લોકોએ પર્યાપ્ત માત્રામાં પાણી પીવું જોઇએ.
લાલ મરચામાં સેલિસિલેટની માત્રા વધારે હોય છે જે શક્તિશાળી લોહીને પાતળુ કરવામાં મદદ કરે છે. આટલું જ નહીં, લાલ મરચાનું સેવન કરવાથી રક્તચાપ ઓછુ કરવામાં મદદ કરે છે જેના કારણે તમારું જાડુ લોહી પાતળુ થાય છે.
દ્રાક્ષ
દ્રાક્ષ અનેક ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. દ્રાક્ષમાં મળતુ સ્કંદન ગુણ આપણાં શરરીમાં રક્તના થક્કા બનતા રોકે છે. દ્રાક્ષના ઉપરના ભાગમાં રેસ્વરેટ્રોલ તત્વ હોય છે જે લોહીમાં પ્લેટલેટ્સમાં એક સાથે આવતા થક્કાને બનતા રોકે છે અને લોહીને પાતળુ કરે છે. આ માટે જ્યારે પણ તમને ખ્યાલ આવે કે તમારા શરીરમાં લોહી જાડુ થાય છે તો તમે તરત જ ડોક્ટરને બતાવો અને આ ઉપાયો પૂછીને પણ સ્ટાર્ટ કરો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર