ખભામાં દુખાવો દૂર કરવા કરો આ સરળ આસન, જાણો તેને કરવાની યોગ્ય રીત

માર્જરાસનથી દૂર થશે ખભાનો દુખાવો , જાણો માર્જરાસન કેવી રીતે કરવું.. આ આસનનો નિયમિત ઉપયોગ કરવાથી ગળા, ખભા અને પીઠના દુખાવામાં રાહત થાય છે

News18 Gujarati
Updated: November 4, 2019, 12:17 PM IST
ખભામાં દુખાવો દૂર કરવા કરો આ સરળ આસન, જાણો તેને કરવાની યોગ્ય રીત
માર્જરાસનના લાભ
News18 Gujarati
Updated: November 4, 2019, 12:17 PM IST
માર્જરાસન: માર્જરાસન એ યોગની મુદ્રા છે જે ખભાના દુખાવા અને શરીરના દુખાવાથી રાહત આપે છે. આ આસનનો નિયમિત ઉપયોગ કરવાથી ગળા, ખભા અને પીઠના દુખાવામાં રાહત થાય છે ...

માર્જરાસન કરવાથી થતા લાભ: સતત સિસ્ટમમાં આંખ આડા કામ કરવાને કારણે ઘણી વખત ખભામાં દુખાવો, શરીરમાં ખેંચાણ અને કમરના દુખાવાની સમસ્યા આવે છે. ડેસ્ક જોબ કરનારા લોકોને ઘણીવાર ખભામાં દુખાવો અને જકડાઈ જવાની ફરિયાદ કરે છે. ઘણી વાર સતત કામ કરવાને કારણે ખાલી ચડવાની પણ સમસ્યા રહે છે. આવી સ્થિતિમાં, કોઈ પણ દવા ખાવી એ પીડાથી છૂટકારો મેળવવાનો એક સરળ પરંતુ સહેલો રસ્તો હોઈ શકે છે. પણ માર્જરાસન એ યોગની એ મુદ્રા છે દવા ખાધા વગર જ ખભાના દુખાવા અને શરીરના ખેંચાણથી રાહત આપે છે. આ આસનનો નિયમિત અભ્યાસ કરવાથી ગળા, ખભા અને પીઠમાં રાહત મળે છે. ચાલો જાણીએ માર્જરાસન કરવાની સાચી રીત.

માર્જરાસન કેવી રીતે કરશો? :

1. માર્જરાસન કરવા માટે, પ્રથમ જમીન પર ચટ્ટાઈ ફેલાવો અને તેના પર ઘૂંટણ ટેકવો. પછી આગળથી ઝૂકો અને હાથને જમીન પર મૂકો.
2. આ સ્થિતિમાં તમારા હાથ અને જાંઘને સીધા રાખો.
3. એક ઉંડો શ્વાસ ભરો, તમારી પીઠને અંદરની તરફ દબાવો અને આકાશ તરફ જુઓ.
Loading...

4. 3 સેકંડ માટે આ સ્થિતિમાં રહો. શ્વાસને ધીમેથી છોડો, પાછળનો ભાગ ઉંચો કરો અને પેટને સંકોચવાનો પ્રયત્ન કરો.
5. હવે તમે ઉપર નહીં નીચેની તરફ માથું ઝુકાવી નીચે જોઈ રહ્યા છો. આ મુદ્રામાં 3 સેકંડ રહો.
6. હવે ફરી તે જ મુદ્રામાં પાછા આવો જ્યાંથી તમે પ્રારંભ કર્યો છે.
7. તમે માર્જરાસનની આ પ્રક્રિયાની 5 થી 10 વાર કરી શકો છો.
8. આ સમયે ધ્યાન રાખજો કે માર્જરસન અથવા કોઈ પણ યોગ કરતા પહેલા કોઈ જાણકાર યોગ શિક્ષકની સલાહ અવશ્ય લેવી જ જોઇએ.

આ પણ વાંચો- કેટલી વખત સેક્સ માણવું યોગ્ય કહેવાય? આ ઉંમરે વધુ મણાય છે સેક્સ
આ પણ વાંચો-
 
 આ ચીજ મૂકવાથી અનાજ અને દાળના ડબ્બામાં નહીં પડે કીડા કે ધનેડાં
આ પણ વાંચો-  #કામની વાત: 40-50 વર્ષ પછી કેવી હોય છે સેક્સ લાઈફ?
આ પણ વાંચો-  રેખા ચહેરા પર લગાવે છે આ ચીજ, નહાય છે આ ચીજથી: રેખાની સુંદરતાનું સિક્રેટ
First published: November 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...