Shivangi joshi admitted to hospital: યે રિશ્તા..ફેમ શિવાંગી જોશી હાલમાં હોસ્પિટલમાં દાખલ છે. કિડની ઇન્ફેક્શનથી પીડિત છે. આ જાણકારી શિવાંગીએ સોશિયલ મીડિયા પર આપી છે. જો કે આ વાત સાંભળીને ફેન્સ નારાજ થઇ ગયા છે.
Shivangi joshi admitted to hospital: શિવાંગી જોશી ઉર્ફે નાયરા ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. શિવાંગી જોશીના ફેન્સ માટે એક દુખદ સમાચાર છે. શિવાંગી જોશીને કિડનીમાં ઇન્ફેક્શન થતા હોસ્પિટલમાં દાખલ છે. શિવાંગી જોશીએ સોશિયલ મિડીયામાં એક પેસ્ટ શેર કરી છે જે ચાહકોને ચિંતામાં મુકી દીધા છે. આ તસવીરમાં શિવાંગી હોસ્પિટલના બેડ પર જોવા મળી રહી છે. આ સાથે જ એને લખ્યુ છે કે કિડની ઇન્ફેક્શનથી પીડિત છે. આ તસવીરમાં શિવાંગી જોશીના ફેસ પર સ્માઇલ દેખાય છે. આમ વાત કરવામાં આવે તો કિડની ઇન્ફેક્શન ખતરનાક સાબિત થઇ શકે છે. આ માટે કિડનીને ડેમેજ થતી બચાવવી ખૂબ જરૂરી છે. તો જાણો અને લક્ષણો અને બચાવો વિશે..
કિડની શરીરમાં બ્લડ પ્રેશરને રેગ્યુલર કરવા અને રક્ત કોશિકાઓનું નિર્માણ કરવાની સાથે શરીરનું પીએચ લેવલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. કિડનીમાં કોઇ પણ પ્રકારે પ્રોબ્લેમ્સ થાય તો અનેક બીમારીઓનો સામનો કરવો પડે છે. આ સાથે જ લક્ષણો તમને દેખાઇ આવે છે. આમ, તમને પણ શરીરમાં આ લક્ષણો દેખાય તો તમે ઇગ્નોર કરશો નહીં.
કિડની ઇન્ફેક્શનના લક્ષણો અને સંકેતો
ચહેરા-પગ અને આંખોમાં સોજા
કિડનીનું મુખ્ય કામ ખરાબ પદાર્થોને શરીરમાંથી બહાર નિકાળવાનું છે. પરંતુ જ્યારે કિડની સારી રીતે કામ કરવાનું બંધ કરી દે ત્યારે ખરાબ પદાર્થો બહાર નિકળતા નથી જેના કારણે ચહેરા, પગ અને આંખોમાં સોજા આવવા લાગે છે.
કિડની લાલ રક્ત કોશિકાઓનું નિર્માણ કરે છ જેની કમીને કારણે એનિમીયા થઇ શકે છે. કિડની મસ્તિષ્ક અને માંસપેશિઓ સુધી પહોંચાડતી ઓક્સિજન અને પોષક તત્વોમાં અનેક તકલીફ ઉભી કરી શકે છે જેના કારણે તમને થાક વધારે લાગે છે.
યુરિનમાં બદલાવ
કિડનીમાં કોઇ પણ પ્રકારની સમસ્યા થાય ત્યારે યુરિનમાં બદલાવ જોવા મળે છે. સામાન્ય રીતે કિડની બ્લડને ફિલ્ટર કરવામાં મદદ કરે છે જેના કારણે મુત્રનું ઉત્પાદન થાય છે જેના માધ્યમથી શરીરમાં અપશિષ્ટ બહાર નિકળે છે. આ કારણે કિડની પ્રોપર વર્ક કરી શકતી નથી અને યુરિનનો રંગ બદલાઇ જાય છે.
કિડની આપણાં શરીરમાં ફ્લૂઇડને બેલેન્સ કરવાનું કામ કરે છે. કિડનીમાં તકલીફ થવાને કારણે ફેફસામાં ફ્લૂઇડ જમા થવા લાગે છે જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
કિડનની સમસ્યામાંથી બચાવની રીત
હેલ્ધી ડાયટ લો.
વજન કંટ્રોલ કરો.
મીઠાનો ઉપયોગ ઓછો કરો.
નિયમિત એક્સેસાઇઝ કરો.
પ્રવાહી વધારે પીઓ
શરાબનું સેવન કરશો નહીં.
સિગારેટ-તંમાકુ છોડો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર