Home /News /lifestyle /World Tuberculosis Day: શું ટીબીના વ્યક્તિને અડવાથી ચેપ લાગી શકે? જાણો શરીરને અંદરથી કેવી રીતે નુકસાન કરે છે
World Tuberculosis Day: શું ટીબીના વ્યક્તિને અડવાથી ચેપ લાગી શકે? જાણો શરીરને અંદરથી કેવી રીતે નુકસાન કરે છે
છીંક અને ઉઘરસ આવે ત્યારે ખાસ ધ્યાન રાખો
World tuberculosis day: ટીબી એક સંક્રમક બીમારી છે. આ બીમારીની સમય પર સારવાર ના થાય તો શરીર અંદરથી ખોખલુ થઇ જાય છે. ટીબીની બીમારીને લઇને લોકોના મનમાં અનેક ઘણાં સવાલો થતા હોય છે. તો જાણો આ વિશે વધુમાં તમે પણ
World Tuberculosis Day: 24 માર્ચના રોજ વર્લ્ડ ટીબી ડે મનાવવામાં આવે છે. ટીબી બેક્ટેરિયાને કારણે થાય છે, જે સૌથી મોટા પ્રમાણમાં ફેફસાંને અસર કરે છે. આમ વાત કરવામાં આવે તો ફેફસા સિવાય બ્રેન, યૂટરસ, મો, લિવર, ગળામાં ટીબી થઇ શકે છે. આ એક એવી બીમારી છે જે કોઇ પણ વ્યક્તિને થઇ શકે છે. સમય પર સારવાર કરવામાં આવે તો જલદી રિકવરી મળે છે. પરંતુ ઘણાં લોકો ટીબીના લક્ષણોને ઇગ્નોર કરતા હોય છે. આ બીમારીની જાગરુકતા વધારવા માટે અને ટીબીની મહામારીમાંથી બહાર આવવા માટે 24 માર્ચના રોજ ટીબી ડેનાં રૂપમાં મનાવવામાં આવે છે.
ટીબી બેક્ટેરિયાથી થતી એક બીમારી છે, જે હવાના માધ્યથી એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. સામાન્ય રીતે ફેફસામાંથી શરૂ થાય છે. સૌથી કોમન ફેફસાંના ટીબી હોય છે. ખાંસી અને છીંક દરમિયાન મોં અને નાકમાંથી ઝીણાં છાંટાથી આ ઇન્ફેક્શન ફેલાઇ શકે છે.
શું ટીબીના વ્યક્તિને અડવાથી ચેપ લાગી શકે?
અનેક લોકોનું કહેવુ છે કે ટીબીના દર્દીઓને અડવાથી ફેલાઇ શકે છે. ટીબી સંક્રમિત વ્યક્તિના કપડા, લિનન તેમજ વાસણોથીક ક્યારે ફેલાતુ નથી. એક સંક્રમિત ગર્ભવતી મહિલાથી એના બાળકને ટીબી થઇ શકે છે. આ સાથે જ એડ્સથી પીડાતા લોકોને વધારે થઇ શકે છે, કારણે ઇમ્યુનિટી બેક્ટેરિયા સામે લડવામાં તાકાત ઘરાવતી નથી. આમ, જ્યારે તમે ટીબીના દર્દી પાસે બેસીને વાત કરો છો અને એ ખાંસી કે છીંક ખાય છે તો થવાનું જોખમ વધી જાય છે.
ટીબી એક ખતરનાક બીમારી સાબિત થઇ શકે છે. આ બીમારીનો સમયસર ઇલાજ ના થાય તો શરીર ખરાબ થઇ શકે છે. આમ, તમે વિચારતા હશો કે શરીરને કેવી રીતે નુકસાન કરે. તો આજે અમે તમને જણાવી દઇએ કે ટીબીના બેક્ટેરિયા શરીરના જે ભાગમાં હોય છે. એના ટિશ્યૂ પૂરી રીતે નષ્ટ થઇ જાય છે. રિપોર્ટ્સનું માનીએ તો ફેફસામાં ટીબી થાય છે તો ધીરે-ધીરે ખરાબ થઇ જાય છે.
આ રીતે ટીબીની બીમારીમાંથી બચો
ઇમ્યુનિટી સ્ટ્રોંગ રાખો
પ્રોટીન ડાયટ લો
ભીડવાળી જગ્યામાં જશો નહીં
ગંદી જગ્યાઓમાં જવાનું ટાળો
ટીબીના દર્દીઓથી દૂર રહો
ટીબીના દર્દીઓ માસ્ક પહેરીને રાખો
ખાંસી અને છીંક આવે ત્યારે મોં કવર કરી લો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર