Home /News /lifestyle /Workout Injury: પહેલી વાર વર્કઆઉટ કરો ત્યારે ફોલો કરો આ ટિપ્સ, નહીં થાય શરીરમાં કોઇ દુખાવો અને ઇજા

Workout Injury: પહેલી વાર વર્કઆઉટ કરો ત્યારે ફોલો કરો આ ટિપ્સ, નહીં થાય શરીરમાં કોઇ દુખાવો અને ઇજા

પહેલાં વાર્મ અપ કરો

Workout Injury: મોટાભાગનાં લોકો પહેલી વાર વર્ક આઉટ કરે ત્યારે અનેક ભૂલો કરી બેસતા હોય છે. આમ તમને જણાવી દઇએ કે જો તમે વર્ક આઉટ સમયે આ ભૂલો કરવાથી બચો છો તો દુખાવો ઓછો થાય છે અને સાથે ઇજા પણ થતી નથી.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજની આ ફાસ્ટ લાઇફમાં એક્સેસાઇઝ કરવી ખૂબ જરૂરી છે. તમે એક્સેસાઇઝ રેગ્યુલર કરો છો તો હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક થાય છે. આજનાં આ સમયમાં એક્સેસાઇઝ કરવા માટે અનેક લોકો જીમમાં જતા હોય છે. જીમમાં કસરત કરતી વખતે અનેક નાની-નાની બાબતોનું ખાસ ધ્યાન રાખવુ જોઇએ. જો તમે પ્રોપર ધ્યાન આપતા નથી તો હેલ્થને અનેક રીતે નુકસાન થાય છે. ઘણાં લોકો એક્સેસાઇઝ કરે ત્યારે એ શરીરને બળ આપીને પણ કરતા જ હોય છે. જો તમે પણ આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. આમ જ્યારે તમે પહેલી વાર એક્સેસાઇઝ કરો છો તો અનેક વસ્તુઓનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. તો જાણો આ વિશે વધુમાં..

આ પણ વાંચો:જાણી લો જીરું ખાવાના અઢળક ફાયદાઓ

વાર્મ અપ


એક્સેસાઇઝ કરતા પહેલાં વાર્મ અપ કરવુ ખૂબ જરૂરી છે. વાર્મ અપ એક મહત્વપૂર્ણ છે. વાર્મ અપ કરવાથી માંસપેશિઓ અને શરીરનું તાપમાન વધે છે. આ એક ખૂબ જરૂરી છે. વાર્મ અપ પછી ગરમ થયેલી માંસપેશિઓ લાંબા સમય સુધી વ્યાયામ કરવામા સક્ષમ થઇ શકે છે. આનાથી દુખાવો અને ઇજા થવાના ચાન્સિસ ઓછા થઇ જાય છે. વાર્મ અપ પણ અલગ-અલગ રીતે થાય છે. સામાન્ય રીતે કસરત શરૂ કરતા પહેલાં વાર્મ અપ કરવું ખૂબ જરૂરી છે. વાર્મ અપ તમારે 10 મિનિટ કરવુ જોઇએ.

આ પણ વાંચો:હિંગ અને કાળા મીઠાનું આ પાણી હેલ્થ માટે છે બેસ્ટ

વધારે પ્રયાસ ના કરો


વ્યાયામ શરૂ કરતા પહેલાં તમારી બોડીની ક્ષમતા કરતા વધારે કસરત કરશો નહીં. આમ કરવાથી તમને શરીરમાં દુખાવો થાય છે અને તમારી હેલ્થને અસર થાય છે. જ્યારે તમે પહેલી વાર વર્કઆઉટ કરો છો ત્યારે ખાસ કરીને થોડી-થોડી એક્સેસાઇઝ કરવાની આદત પાડો.


અઠવાડિયામાં એક વાર આરામ આપો


દરરોજ એક્સેસાઇઝ કરવી ખૂબ જરૂરી છે. આ વાત સાચી છે. પરંતુ તમને જણાવી દઇએ કે જ્યારે પણ તમે રૂટિનમાં એક્સેસાઇઝ કરો છો ત્યારે ખાસ કરીને અઠવાડિયામાં એક વાર શરીરને આરામ આપો. આમ કરવાથી બોડી રિલેક્સ થાય છે અને સાથે તમારા શરીરના દુખાવા પણ દૂર થાય છે. ઘણાં લોકો રોજ શરીર પર લોડ આપીને કસરત કરતા હોય છે. જો કે આ એક ખરાબ આદત છે.







 



 
First published:

Tags: Exercise Tips, Health care, Life style

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો