Home /News /lifestyle /ઓફિસનું કામ ઘરેથી કરો છો? તો આ બેસ્ટ ડાયટ પ્લાન ફોલો કરો, નહીં વધે વજન અને તંદુરસ્તી સારી રહેશે

ઓફિસનું કામ ઘરેથી કરો છો? તો આ બેસ્ટ ડાયટ પ્લાન ફોલો કરો, નહીં વધે વજન અને તંદુરસ્તી સારી રહેશે

આ ડાયટ સૌથી બેસ્ટ છે.

Work From Home Diet: કોરોના કાળ પછી આજના આ દિવસોમાં પણ અનેક લોકો વર્ક ફોર્મ હોમ એટલે કે ઘરેથી કામ કરી રહ્યા છે. ઘરેથી કામ કરતા લોકોને ખાસ કરીને ડાયટ પર પૂરતું ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. જો તમે ડાયટ પર પૂરતું ધ્યાન આપો છો તો હેલ્થ સારી રહે છે.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: કોરોના વાયરસ દરમિયાન મોટાભાગના લોકો ઘરેથી કામ કરતા હતા. જો કે હાલમાં પણ ઘણી કંપનીઓના કર્મચારીઓ ઘરેથી વર્ક કરે છે. વર્ક ફ્રોમ હોમમાં સ્વાસ્થ્યને લગતી નાની-નાની બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આ સાથે જ બાળકો પણ ઘરેથી ભણતા હતા. લોકડાઉન પછી વર્ક ફ્રોમ હોમનું ચલણ ખૂબ વઘી ગયુ છે. જો કે વર્ક ફ્રોમ હોમમાં ઘરમાં રૂમનો એક ખુણો લોકો માટે ઓફિસ બની ગઇ છે. પરંતુ ઘરે બેસીને કામ કરીએ ત્યારે ખાસ કરીને ડાયટ પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. જો તમે ડાયટ પર ધ્યાન આપતા નથી તો હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે. તો જાણો વર્ક ફ્રોમ દરમિયાન તમારું ડાયટ કેવું હોવુ જોઇએ.

    આ પણ વાંચો: આ 2 શાકભાજી ખાવાથી વજન ફટાફટ ઘટવા લાગશે

    આ રીતે જમવાથી નુકસાન થાય


    ઘણાં લોકો વર્ક ફ્રોમ દરમિયાન કામ કરતી વખતે ટેબલ પર બેઠા-બેઠા વસ્તુઓ ખાતા હોયછે જેમ કે ચિપ્સ, ડ્રાય ફ્રૂટ્સ, નમકીન જેવી વગેરે વસ્તુઓ. આ સાથે જ ચા-કોફીની કોઇ લિમીટ હોતી નથી, પરંતુ તમને જણાવી દઇએ કે જો તમે પણ આવી રીતે ખાઓ છો તો તમારી હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે. આ રીતથી તમારું વજન વધી જાય છે. આ સાથે જ તમારું સ્વાસ્થ્ય ખરાબ થાય છે.

    ડાયટની સાથે ટાઇમ પ્લાન બનાવો


    વર્ક ફ્રોમ હોમ દરમિયાન ઘણાં લોકો બહુ વ્યસ્ત હોય છે જેના કારણે તેઓ ખાવા-પીવાની બાબત પર ધ્યાન આપી શકતા નથી. આ માટે હંમેશા ડાયટની સાથે તમે ટાઇમનું પણ પ્લાનિંગ કરો.

    આ પણ વાંચો:દરરોજ મધનું સેવન કરવાથી હેલ્થને થાય છે આ ફાયદાઓ

    સામાન્ય રીતે ડેસ્ક પર આઠથી નવ કલાકનું કામ રહે છે ત્યારે તમે શું ખાવુ એની પ્લાનિંગ કરો. આ માટે તમે એક સાથે બેસીને ખાશો નહીં, પરંતુ થોડા-થોડા સમયે ખાવાની આદત પાડો. એક સાથે બધુ ખાઇ લેવાથી શરીરને નુકસાન થાય છે. આ માટે તમે હંમેશા ટાઇમ અને ડાયટ પ્લાનને ફોલો કરો.


    જંક ફુડ એવોઇડ કરો


    વર્ક ફ્રોમમાં મોટાભાગના લોકોને જંક ફુડ ખાવાની આદત પડી ગઇ છે. જંક ફુડ ખાવાથી હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે. આ માટે તમે જંક ફુડ ખાવાનું એવોઇડ કરો અને ઘરનું સાદુ ભોજન ખાઓ.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Heath, Life style, Work from home

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन