Home /News /lifestyle /Women's Day 2023: મહિલાઓ 30 વર્ષની ઉંમર પછી હેલ્થ પર ધ્યાન આપો, નહીં તો આ ગંભીર બીમારીઓનો બનશો શિકાર
Women's Day 2023: મહિલાઓ 30 વર્ષની ઉંમર પછી હેલ્થ પર ધ્યાન આપો, નહીં તો આ ગંભીર બીમારીઓનો બનશો શિકાર
30 વર્ષ પછી હેલ્થનું ખાસ ધ્યાન રાખો.
Women's Day 2023: આજે વુમન્સ ડે છે. આ ડેને ખાસ બનાવવા માટે દરેક મહિલાઓએ 30 વર્ષની ઉંમર પછી પોતાની કેર કરવી ખૂબ જરૂરી છે. આ સમય એક એવો છે જેમાં સૌથી વઘારે ફેરફાર શરીરમાં થતા હોય છે.
Women's Day 2023: 30 વર્ષની ઉંમર સુધી પહોંચતા મહિલાઓના શરીરમાં અનેક પ્રકારના બદલાવ આવવા લાગે છે. જો કે આજના આ સમયમાં વધતી ઉંમરની સાથે-સાથે મહિલાઓમાં પુરુષો કરતા વધારે ફેરફાક થાય છે. આ ફેરફારમાં ખાનપાન અને અનિયમિત લાઇફ સ્ટાઇલનું કારણ હોઇ શકે છે. સમય જતા તમે આ બાબતો પર ધ્યાન આપતા નથી તો અનેક પ્રકારની ગંભીર બીમારીઓમાં તમે સપડાઇ શકો છો. આ માટે દરેક મહિલાએ 30 વર્ષની ઉંમર પછી પોતાની હેલ્થનું ધ્યાન ખાસ કરીને વધારે રાખવુ જોઇએ. તો જાણો એ બીમારીઓ વિશે જેમાં મહિલાઓએ 30 વર્ષની ઉંમર પછી કઇ બીમારીઓનું જોખમ વધી જાય છે.
ખરાબ લાઇફ સ્ટાઇલને કારણે 30 વર્ષની ઉંમરમાં શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ શરૂ થવા લાગે છે, એમાંથી એક છે હાડકાં નબળા થવા. તમે સારું ડાયટ ફોલો કરતા નથી તો તમારા હાડકાં નબળા પડવા લાગે છે. આવી સ્થિતિમાં તમને ઓસ્ટિયોપોરોસિસ જેવી બીમારીઓનું જોખમ વધી જાય છે.
ફર્ટિલિટીની સમસ્યા
30 વર્ષની ઉંમર પછી ફર્ટિલિટી સાથે જોડાયેલી સમસ્યાઓ થવા લાગે છે. કેટલીક મહિલાઓની પ્રજનન ક્ષમત 30 વર્ષ પછી ધીરે-ધીરે નબળી લગવા થવા લાગે છે જેના કારણે પ્રેગનન્સી સાથે જોડાયલી સમસ્યાઓમાં વધારો થાય છે. આ સમસ્યામાંથી બહાર આવવા માટે સારું ડાયટ લેવું ખૂબ જરૂરી છે.
હાલમાં થયેલી એક સ્ટડી અનુસાર બ્રેસ્ટ કેન્સર 30ના દશકમાં મહિલાઓમાં થતી સૌથી સામાન્ય સમસ્યા છે, જેના લક્ષણો 20 વર્ષની ઉંમરમાં જ દેખાવાના શરૂ થઇ જાય છે. એવામાં જરૂરી એ છે કે આમાંથી કેવી રીતે બચાવ કરશો. સ્તન તેમજ બગલમાં ગાંઠ, સ્તનનો નીચેનો ભાગ મોટો થવો, સોજા આવવા, સ્તનની ત્વચામાં બળતરા, નિપલ ડિસ્ચાર્જ જેવી સમસ્યા થાય છે તો તમારે ધ્યાન આપવાની જરૂર છે.
વેરીકોઝ વેઇન
વેરીકોઝ વેઇન નસો સાથે જોડાયેલી એક દર્દનાક બીમારી છે. 30 વર્ષની ઉંમર પછી આ ઝડપથી વઘે છે. આ રોગમાં નસોમાં ઝડપથી સોજા આવે છે જેના કારણે તેજ દર્દ થવા લાગે છે. આ સમસ્યા ત્યારે થાય છે જેના કારણે નસો મોટી અને લોહીથી ભરાઇ જાય છે. આ સમસ્યા મહિલાઓમાં થવી એ સામાન્ય બાબત છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર