Home /News /lifestyle /ભાગદોડ ભરી જીંદગીમાં મહિલાઓ આ રીતે દૂર કરો માનસિક થાક
ભાગદોડ ભરી જીંદગીમાં મહિલાઓ આ રીતે દૂર કરો માનસિક થાક
આખો દિવસ સ્ટ્રેસ ફ્રી રહો
Tips To Overcome From Mental Exhaustion: આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકો પોતાના કામમાં વ્યસ્ત થઇ ગયા છે. આ લાઇફમાં લોકો પોતાનું ધ્યાન બહુ જ ઓછુ રાખી શકે છે જેના કારણે અનેક બીમારીઓમાં જલદી સપડાઇ જાય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: મહિલાઓને જીવનમાં બ્રેક લેવો જોઇએ. મહિલાઓ એક સાથે અનેક પ્રકારની જવાબદારીઓ નિભાવતી હોય છે. આ ટાઇપની જવાબદારીઓથી મહિલાઓ અનેક વાર કંટાળી જતી હોય છે. મહિલાઓને એક સાથે માતા, વહુ, પત્ની બનીને ઘરમાં રહીને આગળ વધવુ પડે છે. પરંતુ આ બધા જ પ્રકારે મહિલાઓ મેન્ટલી અને ફિઝિકલી બહુ જ થાકી જતી હોય છે. આ બધી જ અસર કામ પર પડે છે. આ માટે મહિલાઓએ જાતે જ આ બધી વસ્તુઓમાંથી બહાર આવતા શીખવુ પડે એ ખૂબ જરૂરી છે. તો જાણો તમે કેવી રીતે માનસિક થાક દૂર કરશો.
હેલ્થલાઇન અનુસાર માનસિક થાકને દૂર કરવા માટે બ્રેક લેવો ખૂબ જરૂરી છે. તમે નોકરીમાંથી રજાઓ લઇ શકતા નથી તો લંચ કે ટી ટાઇમે બહાર નિકળો અને ફ્રેન્ડસ સાથે વાતો કરો. આ સાથે જ તમે નોન ઓફિસ એક્ટિવિટી કરો. આ સિવાય તમે 24 કલાકમાંથી 2 કલાક પોતાના શોખ માટે નિકાળો. આ સાથે જ મહિનામાં વેકેશન પ્લાન બનાવો.
રિલેક્સ ટેકનીકનો સહારો લો
તમે યોગા, મેડિટેશન, મસાજ, એરોમાથેરાપી, મસલ્સ રિલેક્સેશન જેવી અનેક પ્રકારની રિલેક્સ ટેકનીકનો સહારો લો. આ સાથે જ તમે હેડ મસાડ, બોડી મસાજ કરો અને શરીરને આરામ આપો. આમ કરવાથી તમે માનસિક અને શારિરિક રીતે રિલેક્સ થઇ જશો.
દરેક લોકોએ લાઇફમાં પૂરતી ઊંઘ લેવી ખૂબ જરૂરી છે. આ માટે તમે શારિરિક, માનસિક અને ઇમોશનલ હેલ્થ માટે અનેક રીતે જરૂરી છે. માનસિક અને શારિરિક થાક ઉતારવા માટે ઓછામાં ઓછા 7 થી 8 કલાકની ઊંઘ લો. પૂરતી ઊંઘ લેવાથી શરીરને નુકસાન થતુ નથી અને તમે રિલેક્સ રહો છો. આ સાથે જ તમે હોટ બાથ અને યોગા કરો.
એક્સેસાઇઝ કરો
રેગ્યુલર એક્સેસાઇઝ કરવાથી તમે રિલેક્સ રહો છો. તમે તમારા દિવસની એક્ટિવિટી પર ધ્યાન આપો. નિયમિત રીતે એક્સેસાઇઝ કરવાથી તમે મેન્ટલ રિલેક્સ રહો છો. આ માટે દરેક લોકોએ એક્સેસાઇઝ રેગ્યુલર કરવી જોઇએ. આ માટે તમે નેટ પરથી પણ અનેક પ્રકારના આઇડિયા લઇ શકો છો.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર