Home /News /lifestyle /આ 4 લોકોએ ક્યારે અથાણું ખાવુ જોઇએ નહીં, જાણો નહીં તો સ્વાદના ચક્કરમાં શરીર ખરાબ થઇ જશે
આ 4 લોકોએ ક્યારે અથાણું ખાવુ જોઇએ નહીં, જાણો નહીં તો સ્વાદના ચક્કરમાં શરીર ખરાબ થઇ જશે
હાઇ બીપીના દર્દીઓએ ક્યારે ના ખાવું જોઇએ.
Side effects of pickles: અથાણું ખાવાની મજા દરેક લોકોને આવતી હોય છે. અથાણું સ્વાસ્થ્ય માટે અનેક રીતે નુકસાનકારક છે. આમ, તમને હાઇ બીપીથી લઇને આ તકલીફ છે તો તમારે ક્યારે અથાણું ખાવુ જોઇએ નહીં.
Side effects of Pickles: દરેક લોકોને અથાણું ખાવુ ગમતુ હોય છે. અથાણું થાળીમાં આવે ત્યારે જમવાનો સ્વાદ વધી જાય છે અને સાથે ખાવાના સ્વાદમાં પણ વધારો થાય છે. અથાણું ખાવાથી મન ખુશ થઇ જાય છે. આ ખાવાનો સ્વાદ વઘારે છે અને સાથે ચટપટું બનાવે છે. પરંતુ ઘણી બીમારીઓ એવી હોય છે જેમાં અથાણું ખાવાથી હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે. અથાણું ખાવાથી સ્વાસ્થ્યને અઢળક નુકસાન થાય છે. અથાણાં બે વસ્તુઓ વઘારે હોય છે જેમાં એક મીઠું છે સોડિયમ વઘારે છે અને બીજું એની ખટાશ...જે સાઇટ્રિક એસિડ વઘારે છે. આ બન્ને વસ્તુઓ અનેક બીમારીઓ માટે તમને નુકસાન પહોંચાડી શકે છે. તો જાણો કોને અથાણું ખાવું જોઇએ નહીં.
બીપીના દર્દીઓએ ક્યારે અથાણું ખાવુ જોઇએ નહીં. આમાં રહેલું સોડિયમ બ્લડ પ્રેશર વધારે છે અને સાથે હાર્ટને લગતી બીમારીઓને આમંત્રણ આપી શકે છે. આ સાથે જ બ્લડ વેસેલ્સને પણ નુકસાન પહોંચે છે. આ માટે હાઇ બીપીની તકલીફ છે તો અથાણાંનું સેવન કરશો નહીં.
લિવર અને કિડનીના દર્દીઓએ
લિવર અને કિડનીના દર્દી તમે છો તો અથાણું ક્યારે ખાશો નહીં. આ દર્દીઓ અથાણું ખાઓ છો તો અનેક ઘણું નુકસાન થાય છે. સોડિયમનું સેવન વધારે કરવાથી કામ કાજમાં મુશ્કેલી થાય છે અને સાથે વોટર રિટેન્શનની સમસ્યા વધે છે જેના કારણે શરીરમાં સોજા આવે છે. આ માટે ક્યારે પણ અથાણું ખાશો નહીં. આમ, તમને કિડનીની તકલીફ છે અને તમે અથાણું ખાઓ છો તો આજથી જ બંધ કરી દેજો નહીં તો હેલ્થને અનેક ઘણું નુકસાન થશે.
યુરિક એસિડના દર્દીઓ અથાણાંનું સેવન ક્યારે કરવું જોઇએ નહીં. આ સમસ્યામાં અથાણું ખાવાથી ગેસ થાય છે અને સાથે મેટાબોલિઝમને ખરાબ કરી શકે છે, જેના કારણે યુરિક એસિડની માત્રા વધી શકે છે.
ઓસ્ટિયોપોરોસિસના દર્દીઓ
ઓસ્ટિયોપોરોસિસના દર્દીઓએ ક્યારે અથાણું ખાવુ જોઇએ નહીં. આ સમસ્યામાં અથાણું ખાવાથી શરીરમાં સોડિયમની માત્રા વધી શકે છે.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર