Home /News /lifestyle /નખમાં સફેદ ડાઘને કેલ્શિયમની ઉણપ માનો છો? તો આ ભ્રમમાંથી બહાર આવો, જાણી લો સચ્ચાઇ
નખમાં સફેદ ડાઘને કેલ્શિયમની ઉણપ માનો છો? તો આ ભ્રમમાંથી બહાર આવો, જાણી લો સચ્ચાઇ
કેલ્શિયમની ઉણપ માનશો નહીં.
White Spots on Nails Causes: આપણાં શરીરમાં નખ પણ મહત્વનો ભાગ ભજવે છે. આમ, તમને ખ્યાલ હશે તો ઘણાં લોકોને નખમાં વ્હાઇટ સ્પોટ્સ એટલે કે ડાધ હોય છે. વાત કરવામાં આવે તો આ સફેદ ડાઘને અનેક લોકો કેલ્શિયમની ઉણપ માનતા હોય છે. તમે પણ આવું માનો છો તો તમારી આ સૌથી મોટી ભૂલ છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આપણને જ્યારે બીમારી થાય ત્યારે સામાન્ય રીતે આપણે ડોક્ટરની પાસે જતા હોઇએ છીએ. પરંતુ ઘણી વાર શરીરમાં કેટલીક બીમારીઓ એવી હોય છે જેને આપણે સમજી શકતા નથી. બીજા અંગોની જેમ નખ પણ તમને અનેક બીમારીઓનો સંકેત આપે છે. આમ તમને ખ્યાલ હશે તો જ્યારે પણ તમે ડોક્ટર પાસે જાવો છો ત્યારે એ તમારા નખ જુએ છે જેના કારણે એક્સપર્ટ અંદાજ લગાવી શકે છે તમને કઇ બીમારી છે. નખમાં થતા સફેદ ડાધ અનેક પ્રકારની ગંભીર બીમારીઓનો સંકેત આપે છે. તો જાણો આ વિશે વધુમાં તમે પણ...
નખમાં સફેદ ડાઘ અને પછી લાંબી સફેદ લાઇન જોઇને લોકો માનતા હોય છે કે આ તો કેલ્શિયમની ઉણપ છે, પરંતુ આ ક્યારેક સાચુ હોતુ પણ નથી. નખમાં સફેદ ડાઘ કેલ્શિયમ નહીં પરંતુ ઝિંકની ઉણપને કારણે પણ થઇ શકે છે. કેલ્શિયમની ઉણપની સત્યતાને તોડવા માટે ન્યૂટ્રિશિનિસ્ટ પૂજા મખીજાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. એમને ઝિંક વિશે જણાવ્યું છે કે આ એક જરૂરી પોષક તત્વો છે જે શરીર માટે બહુ જરૂરી હોય છે.
પૂજા મખીજા અનુસાર આયરન પછી ઝિંક સૌથી વધારે માત્રામાં શરીરમાં હોવુ જરૂરી છે અને સાથે કોશિકાઓની વૃદ્ધિ, પ્રોટીન ઉત્પાદન, ડીએનએમાં પ્રતિરક્ષા પ્રણાલી બનાવી રાખવા માટે બહુ જરૂરી છે. આની ઉણપથી શરીરમાં અનેક પ્રકારની બીમારીઓનો ખતરો વધી જાય છે.
ઝિંકની ઉણપ પૂરી કરવા માટે આમ તો પ્રાકૃતિક ખાદ્ય પદાર્થોનો સહારો લેવો જોઇએ પરંતુ આના સપ્લીમેન્ટનો પણ તમે ઉપયોગ કરી શકો છો. બજારમાં અનેક પ્રકારના સપ્લીમેન્ટ્સ હોય છે જેમાં ગ્લુકોનેટ, ઝિંક સલ્ફેટ, ઝિંક સાઇન્ટ્રેટ વગેરે. આનો ઉપયોગ કરતા પહેલાં હેલ્થ એક્સપર્ટની સલાહ લેવાનું ભૂલશો નહીં.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર